કંગાળ પાકિસ્તાન તેની ભૂલોમાંથી ક્યારે શીખશે, ચીનની સામે ફરી ઝોળી ફેલાવશે! IMF તરફથી ફંડિગની જોઇ રહ્યા છે રાહ

|

Jun 23, 2022 | 3:33 PM

પાકિસ્તાન પણ ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF) તરફથી રાહતની રાહ જોઈ રહ્યું છે. IMF અને પાકિસ્તાન વચ્ચે બેલઆઉટ પેકેજ પરની વાતચીત અટકી ગઈ હતી. પરંતુ હવે ફરી શરૂ થઈ છે.

કંગાળ પાકિસ્તાન તેની ભૂલોમાંથી ક્યારે શીખશે, ચીનની સામે ફરી ઝોળી ફેલાવશે! IMF તરફથી ફંડિગની જોઇ રહ્યા છે રાહ
Pakistan

Follow us on

પાકિસ્તાન (Pakistan)ની અર્થવ્યવસ્થા લાંબા સમયથી મુશ્કેલીમાં છે. આ દરમિયાન પાકિસ્તાને ચીન(China) સાથે 2.3 અબજ ડોલરની લોન કરાર પર હસ્તાક્ષર કર્યા છે. પાકિસ્તાને ચીનની બેંકો(Banks)ના કન્સોર્ટિયમ સાથે આ કરાર કર્યો છે. દેશનું ફોરેન રિઝર્વ ઘટી રહ્યું છે અને ચલણમાં પણ તીવ્ર ઘટાડો જોવા મળી રહ્યો છે. આ લોન રોકડ (Currency)ની તંગી સાથે સંઘર્ષ કરી રહેલા અર્થતંત્રને રાહત આપશે તેવી અપેક્ષા છે. આર્થિક સંકટમાં ફસાયેલા દેશને મહત્વપૂર્ણ આયાત માટે ચૂકવણી કરવી પડે છે.

પાકિસ્તાનના નાણા મંત્રી મિફતાહ ઈસ્માઈલે ટ્વિટર પોસ્ટમાં લખ્યું છે કે આ પૈસા થોડા દિવસોમાં મળવાની આશા છે. તેમણે ટ્રાન્ઝેક્શનને સરળ બનાવવા માટે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગની આગેવાની હેઠળની સરકારનો પણ આભાર માન્યો હતો. વિગતો આપતા ઈસ્માઈલે લખ્યું છે કે ચીની બેંકોના એક સંઘે આજે (બુધવારે) 2.3 બિલિયન ડોલરના લોન સુવિધા કરાર પર હસ્તાક્ષર કર્યા છે. આ પહેલા મંગળવારે પાકિસ્તાન સાથે આ કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.

પાકિસ્તાનનું ચલણ સતત ઘટી રહ્યું છે

લોન કરારથી પાકિસ્તાનની સંકટગ્રસ્ત અર્થવ્યવસ્થાને થોડી રાહત મળી છે. નાણાકીય વર્ષ 2021-22માં પાકિસ્તાનની કરન્સીમાં 34 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. સોમવારે, એક ડોલરનો વિનિમય દર 210 પાકિસ્તાની રૂપિયો હતો. આ સિવાય સ્ટેટ બેંક ઓફ પાકિસ્તાનમાં રાખવામાં આવેલ ફોરેક્સ રિઝર્વ પણ 10 જૂને 9 બિલિયન ડોલરથી નીચે આવી ગયું છે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

રિઝર્વ કેટલાંક અઠવાડિયાંથી આયાત કવર લેવલથી નીચે રહ્યું છે. ડૉન અખબાર અનુસાર, પાકિસ્તાનને હાલમાં તેનું દેવું અને અન્ય વસ્તુઓ ચૂકવવા માટે ઓછામાં ઓછા 37 બિલિયન ડોલરની જરૂર છે.

પાકિસ્તાન ચીનનું 14.5 અબજ ડોલરનું દેવું છે

જો કે નિષ્ણાતોનું માનવું છે કે આ કરારથી પાકિસ્તાનની ચીન પાસેથી વારંવાર લોન લેવાની આદતમાં વધારો થશે. 2021-22ના આર્થિક સર્વે અનુસાર ચીન પાકિસ્તાનને આર્થિક મદદ આપનાર સૌથી મોટો દેશ છે. ચીન પાસે હાલમાં પાકિસ્તાનને 14.5 અબજ ડોલરની લોન બાકી છે. પાકિસ્તાન પર ચીનની ત્રણ કોમર્શિયલ બેંકો અને ત્રણ સરકારી બેંકોનું લગભગ 8.77 બિલિયન ડોલરનું દેવું છે.

તે જ સમયે, પાકિસ્તાન પણ ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF) તરફથી રાહતની રાહ જોઈ રહ્યું છે. IMF અને પાકિસ્તાન વચ્ચે બેલઆઉટ પેકેજ પરની વાતચીત અટકી ગઈ હતી. પરંતુ હવે ફરી શરૂ થઈ છે. તમને જણાવી દઈએ કે વર્ષ 2019માં પાકિસ્તાને IMF સાથે કરાર કર્યો હતો. પરંતુ કરારની કેટલીક શરતો પૂરી ન કરવાને કારણે IMFએ આ પેકેજ હેઠળ મળનારી રકમ અધવચ્ચે જ અટકાવી દીધી હતી.

Next Article