શેરબજારમાં કયા નાણાકીય સાધનોનો વેપાર થાય છે ?

શેરના ભાવ દરેક સમયે વધઘટ થાય છે. આ વધઘટ દ્વારા નફો અને નુકસાન નક્કી થાય છે.

શેરબજારમાં કયા નાણાકીય સાધનોનો વેપાર થાય છે ?
symbolic image
Image Credit source: symbolic photo
| Edited By: | Updated on: Jul 29, 2022 | 12:29 PM

stock market : શેરબજાર માત્ર શેર પૂરતું મર્યાદિત નથી, આ સાધનો પણ નોંધપાત્ર વળતર આપે છે. રોકાણકારો (Investors) તેમના કોર્પસ બનાવવા માટે તેમના નાણાં શેરબજારમાં રોકે છે. કેટલાક રોકાણકારો લાંબા ગાળા માટે અને કેટલાક ટૂંકા ગાળા માટે નાણાંનું રોકાણ કરે છે. સામાન્ય રીતે, લોકો માને છે કે શેરબજારમાં ફક્ત શેરનો જ વેપાર થાય છે, પરંતુ એવું નથી. શેર સિવાય, અન્ય ઘણા નાણાકીય ટુલ્સ છે, જે શેરબજાર (Stock market)માં ટ્રેડ થાય છે. આ લેખમાં અમે તેમના વિશે વાત કરીશું.

શેર (Stock)

શેર્સ એ સ્ટોક એક્સચેન્જનું સૌથી લોકપ્રિય નાણાકીય ઉત્પાદન છે. જ્યારે તમે કોઈ કંપનીના શેર ખરીદો છો, ત્યારે તમે ખરેખર તે કંપનીમાં ભાગીદારી લઈ રહ્યા છો અને કંપનીના શેરહોલ્ડર બની જાવ છો. શેરના ભાવ દરેક સમયે વધઘટ થાય છે. આ વધઘટ દ્વારા નફો અને નુકસાન નક્કી થાય છે.

ડેરિવેટિવ્ઝ (Derivatives)

Derivatives  એ બે પક્ષો વચ્ચેનો કરાર છે. ડેરિવેટિવ્ઝમાં, રોકાણકાર ચોક્કસ દિવસે અને ચોક્કસ દરે સંપત્તિ ખરીદવા અથવા વેચવા માટે કરાર કરે છે. આ સંપત્તિમાં શેર, કરન્સી, કોમોડિટી વગેરેનો સમાવેશ થઈ શકે છે. Derivativesનો ઉપયોગ સોના અને તેલ માટે પણ થાય છે. મૂળભૂત રીતે ચાર પ્રકારના ડેરિવેટિવ્ઝ છે.ઓપ્શન્સ, ફોરવર્ડ્સ અને સ્વેપ. ડેરિવેટિવ્ઝ ટ્રેડ વિશે વધુ જાણવા માટે 5paisa.com https://bit.ly/3RreGqO પર જાઓ જ્યાં તમને ડેરિવેટિવ ટ્રેડિંગ માટે કેટલાક પ્રોડક્ટ મળશે.

મ્યુચ્યુઅલ ફંડ (Mutual fund)

મ્યુચ્યુઅલ ફંડ અનેક રોકાણકારો પાસેથી નાણાં એકત્ર કરીને ઇક્વિટી, મની માર્કેટ, બોન્ડ અને અન્ય નાણાકીય સાધનો જેવી વિવિધ સંપત્તિઓમાં નાણાંનું રોકાણ કરે છે. આમાં, તમારો પોર્ટફોલિયો ફંડ મેનેજર દ્વારા સંચાલિત થાય છે, જેનું કામ રોકાણકારોને ઊંચું વળતર આપવાનું છે. મ્યુચ્યુઅલ ફંડ નવા રોકાણકારો અને શેરબજારનું ઓછું જ્ઞાન ધરાવતા લોકો માટે સારો વિકલ્પ બની શકે છે.

બોન્ડ (Bond)

સરકાર અથવા કંપનીઓ નાણાં એકત્ર કરવા માટે બોન્ડ બહાર પાડે છે. બોન્ડ ખરીદવા તમે એક રીતે ઇશ્યુઅરને ધિરાણ આપી રહ્યા છો. આ લોન માટે issuer તમને વ્યાજ ચૂકવે છે. બોન્ડને રોકાણનો સલામત વિકલ્પ ગણવામાં આવે છે કારણ કે, તે રોકાણકારોને નિશ્ચિત વ્યાજ દર ઓફર કરે છે. બોન્ડને તેમની નિશ્ચિત આવકને કારણે નિશ્ચિત આવકની જામીનગીરી પણ કહેવામાં આવે છે.

કરન્સી ( Currency)

કરન્સી માર્કેટમાં એટલે કે વિદેશી માર્કેટમાં કરન્સીની ખરીદી અને વેચાણ થાય છે. કરન્સી ટ્રેડિંગમાં બેંકો, કંપનીઓ, કેન્દ્રીય બેંકો (જેમ કે ભારતમાં આરબીઆઈ), ઇન્વેસ્ટમેન્ટ મેનેજમેન્ટ ફર્મ્સ, બ્રોકર્સ અને સામાન્ય રોકાણકારોનો સમાવેશ થાય છે. ચલણના વેપારમાં, વ્યવહારો હંમેશા જોડીમાં થાય છે. ઉદાહરણ તરીકે, USD/INR રેટનો અર્થ છે કે એક US ડોલર ખરીદવા માટે કેટલા રૂપિયા લાગશે. તમે BSE, NSE અથવા MCX-SX જેવા એક્સચેન્જો દ્વારા ચલણનો વેપાર કરી શકો છો.

કોમોડિટી (Commodity)

કોમોડિટીમાં કૃષિ ઉત્પાદનો, ઊર્જા અને ધાતુઓ જેવી રોજિંદા વસ્તુઓના વેપારનો સમાવેશ થાય છે. કોમોડિટીમાં રોકાણ કરવાની શ્રેષ્ઠ રીત ફ્યુચર્સ કોન્ટ્રાક્ટ્સ દ્વારા છે. આ એવા કરારો છે જે અમુક તારીખે ચોક્કસ કિંમતે માલની ખરીદી અથવા વેચાણની સુવિધા આપે છે. બિનઅનુભવી રોકાણકારો માટે કોમોડિટીઝમાં વેપાર જોખમી છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ, નેશનલ કોમોડિટી અને ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ સહિત અન્ય એક્સચેન્જો દ્વારા ટ્રેડિંગ કરી શકાય છે.