AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Opening Bell : સતત ત્રીજા દિવસે શેરબજારમાં તેજીનો કારોબાર , Sensex 550 અંક ઉછળ્યો

આજે સવારે સેન્સેક્સ 400 પોઈન્ટ વધીને 57258ના સ્તરે અને  નિફ્ટી 150 પોઈન્ટના ઉછાળા સાથે 17079ના સ્તરે ખુલ્યો હતો.

Opening Bell : સતત ત્રીજા દિવસે શેરબજારમાં તેજીનો કારોબાર , Sensex 550 અંક ઉછળ્યો
Beginning with the stock market boom
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 29, 2022 | 9:41 AM
Share

આજે સતત ત્રીજા કારોબારી સત્રમાં શેરબજાર(Share Market)માં તેજી જોવા મળી હતી. આજે સવારે સેન્સેક્સ 400 પોઈન્ટ વધીને 57258ના સ્તરે અને  નિફ્ટી 150 પોઈન્ટના ઉછાળા સાથે 17079ના સ્તરે ખુલ્યો હતો. નિફટીબેંક 339 પોઈન્ટના ઉછાળા સાથે 37717ના સ્તરે ખુલ્યો. બજારમાં તેજીની રેસ જોવા મળી રહી છે. સવારે 9.25 વાગે સેન્સેક્સમાં 600 પોઈન્ટથી વધુનો ઉછાળો જોવા મળી રહ્યો છે. સેન્સેક્સના ટોપ-30માં ડૉ. રેડ્ડીઝ સિવાયના તમામ શેરો તેજી સાથે ટ્રેડ થઈ રહ્યા છે. ટાટા સ્ટીલ, બજાજ ફાઇનાન્શિયલ સર્વિસિસ, પાવરગ્રીડ અને ટાઇટનના શેરમાં સૌથી વધુ વધારો થયો છે. વૈશ્વિક બજારોમાં મિશ્ર વલણ વચ્ચે ફાઇનાન્શિયલ, બેન્કિંગ અને આઇટી શેરોમાં મજબૂત ખરીદીના કારણે બજાર વધ્યું હતું.

શેરબજારની છેલ્લી  સ્થિતિ(9.30 am )

SENSEX 57,413.73                       +555.94 (0.98%)
NIFTY 17,097.50                      +167.90 (0.99%)

વેપારીઓના જણાવ્યા અનુસાર તાજેતરના ઘટાડા બાદ મોટી કંપનીઓ તેમજ પસંદગીની મધ્યમ અને નાની કંપનીઓના શેરોમાં ખરીદી ચાલુ છે. યુએસ ફેડરલ રિઝર્વના પોલિસી રેટમાં વધારા છતાં ડોલર સામે રૂપિયામાં તેજી આવતા બજારને પણ ટેકો મળ્યો હતો. આજે રૂપિયો 23 પૈસાની મજબૂતી સાથે 79.53 પર ખુલ્યો હતો. ગઈકાલે તે ડોલર સામે 79.76 પર બંધ થયો હતો. ગુરુવારે રૂપિયો 26 પૈસાના વધારા સાથે બંધ થયો હતો.

શેરબજારના બંને મુખ્ય ઈન્ડેક્સનો ઉતાર – ચઢાવ

SENSEX NIFTY 
Open 57,258.13 Open 17,079.50
High 57,477.06 High 17,118.75
Low 57,255.98 Low 17,059.80
Prev close 56,857.79 Prev close 16,929.60
52-wk high 62,245.43 52-wk high 18,604.45
52-wk low 50,921.22 52-wk low 15,183.40

છેલ્લા સત્રનો કારોબાર

ભારતીય શેરબજાર લગભગ 2 મહિનાની ટોચે પહોંચ્યા બાદ બુધવારે બંધ થયું હતું. સેન્સેક્સ 1,041.47 પોઈન્ટ અથવા 1.87% વધીને 56,857.79 પર અને નિફ્ટી 287.80 પોઈન્ટ અથવા 1.73% વધીને 16,929.60 પર બંધ થયો. બજાજ ફાઇનાન્સ, બજાજ ફિનસર્વ, કોટક મહિન્દ્રા બેંક, ઇન્ડસઇન્ડ બેંક અને એસબીઆઇ લાઇફ ઇન્સ્યોરન્સ નિફ્ટીમાં વધ્યા હતા જ્યારે શ્રી સિમેન્ટ્સ, ભારતી એરટેલ, અલ્ટ્રાટેક સિમેન્ટ, સિપ્લા અને બજાજ ઓટો ઘટ્યા હતા.

બેન્ક, આઈટી, મેટલ, પાવર, રિયલ્ટી સેક્ટર 1-2% વધીને બંધ થયા હતા. BSE મિડકેપ ઈન્ડેક્સ લગભગ 1% અને સ્મોલકેપ ઈન્ડેક્સ 0.6% વધ્યો હતો. ભારતીય રૂપિયો આજે બુધવારના બંધ 79.90 પ્રતિ ડૉલરની સામે 15 પૈસા વધીને 79.75 પર બંધ થયો હતો.

આજના કારોબારમાં ટોચના 10 નફો નોંધાવનાર શેર

No. Company Prev Close (Rs) Current Price (Rs) % Change
1 GMM Pfaudler Ltd 1,343.20 1,571.95 17.03
2 Prime Property Devel 12.04 14 16.28
3 Beardsell Ltd. 20 23.1 15.5
4 W H Brady & Co. 209.75 239 13.95
5 Danlaw Technologies 189.9 215 13.22
6 AGI Greenpac 255.95 286 11.74
7 Pioneer Investco 32.65 36.45 11.64
8 Jayant Infratech 149.3 164.2 9.98
9 Manugraph India Ltd. 17.6 19.35 9.94
10 Suncare Traders 1.04 1.14 9.62
g clip-path="url(#clip0_868_265)">