વિકાસ ક્યારેય સુરક્ષા અને સલામતીના ભોગે ન થવો જોઈએ, વાંચો ગુજરાત સરકારે કયા મહત્વનાં પગલા ભર્યા

|

Oct 02, 2020 | 1:25 PM

ગુજરાતમાં અકસ્માત અને આગ જેવી ઘટનોથી જાન-માલ-મિલકતના નુકશાનને અટકાવવા ફાયરસેફટી વ્યવસ્થા સઘન બનાવવા અને તેના નિરીક્ષણની કામગીરી કડક બનાવવા નિર્ણય લીધો છે. રાજ્યમાં દરેક હાઇ રાઇઝડ બિલ્ડિંગ, ઊંચાં મકાનો, વાણિજ્ય સંકુલ, સ્કૂલ, કોલેજ-હોસ્પિટલ્સ, ઔદ્યોગિક એકમોએ NOC લેવું ફરજીયાત બનાવી દર ૬ મહિને રીન્યુઅલ કરાવવાની સૂચના જારી કરી છે. વિકાસ જરૂરી છે પણ તે વિકાસ ક્યારેય […]

વિકાસ ક્યારેય સુરક્ષા અને સલામતીના ભોગે ન થવો જોઈએ, વાંચો ગુજરાત સરકારે કયા મહત્વનાં પગલા ભર્યા

Follow us on

ગુજરાતમાં અકસ્માત અને આગ જેવી ઘટનોથી જાન-માલ-મિલકતના નુકશાનને અટકાવવા ફાયરસેફટી વ્યવસ્થા સઘન બનાવવા અને તેના નિરીક્ષણની કામગીરી કડક બનાવવા નિર્ણય લીધો છે. રાજ્યમાં દરેક હાઇ રાઇઝડ બિલ્ડિંગ, ઊંચાં મકાનો, વાણિજ્ય સંકુલ, સ્કૂલ, કોલેજ-હોસ્પિટલ્સ, ઔદ્યોગિક એકમોએ NOC લેવું ફરજીયાત બનાવી દર ૬ મહિને રીન્યુઅલ કરાવવાની સૂચના જારી કરી છે.
વિકાસ જરૂરી છે પણ તે વિકાસ ક્યારેય સુરક્ષા અને સલામતીના ભોગે ન હોવો જોઈએ. રાજ્યમાં આવેલાં અંદાજે પાંચ લાખથી વધુ  વાણિજ્ય સંકુલ, મકાનો, શાળા-કોલેજો, હોસ્પિટલ, ઔદ્યોગિક એકમો આ નિયમના દાયરામાં આવશે.

તાજેતરમાં હોસ્પિટલોમાં બનેલી આગની ઘટનાઓએ સરકારને નિયમ બનાવવા તરફ પ્રેરી છે. રાજ્યમાં મોટાપાયે કેમિકલ અને પેટ્રોકેમીકલ ઉદ્યોગો આવેલા છે. જોખમી રસાયણોના સ્ટોરેજ , ઉપયોગ અને ટ્રાન્સપોર્ટેશન દરમ્યાન અકસ્માતનો સતત ભય રહે છે.
રોજગારીનો નવો પ્રવાહ ઉભો થશે
બિલ્ડિંગના પ્રકાર અને ઉપયોગના આધારે ફાયર સેફ્ટીને લગતી તમામ પ્રકારની તાલીમ માટે રાજ્ય સરકાર ઓફ્લાઇન અને ઓનલાઇન સર્ટિફિકેટ તાલીમ મોડયુલ  તૈયાર કરશે. યુવા ઇજનેરોને જરૂરી તાલીમ બાદ ફાયર સેફ્ટી ઓફિસર તરીકે પ્રેક્ટિસ કરવા પરવાનગી આપશે. આ ફાયર સેફ્ટી ઓફિસર  મકાનમાલિક, કબજેદાર, ફેક્ટરીધારકોને NOC અને ઇન્યુઅલ સર્ટિફિકેટ આપશે. સ્વતંત્ર પ્રેક્ટિસ કરતા ફાયર સેફ્ટી ઓફિસરની પેનલ તૈયાર કરવામાં આવશે.  સિવિલ, મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ, ફાયર, ડિઝાસ્ટર મેનેજમેન્ટ ક્ષેત્ર સહિતના યુવા ઇજનેરોને સ્વરોજગારીની નવી તકો મળશે.અકસ્માતો ઉપર નયંત્રણ આવશે
ફાયર સેફ્ટી એકટની કલમ 12 મુજબ  ફાયર સેફ્ટી ઓફિસરોની નિમણૂક કરવામાં આવશે. આ ઇજનેરો જરૂરી તપાસસાથે ફાયર સેફટીના સાધનો , ફાયર એક્ઝિટ અને જરૂરી ઉપકરણોની ખરીદ અને દેખરેખ સહિતની ચકાસણી કરશે. લાપરવાહી ધરાવનારને NOC નહિ મળવાથી તમામ એકમ સતર્ક રહેશે જેના ફળસ્વરૂપ અકસ્માતોની સંખ્યા પણ ઘટશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article