વીડિયો: જિઓએ ટેલિકોમ ક્ષેત્રમાં કરી કમાલ, તેવી જ રીતે ઝેરોધા મ્યુચ્યુઅલ ફંડ સેક્ટરમાં કરશે ધમાલ, જાણો તેના ઈન્ડેક્સ ફંડ્સ વિશે વિગતવાર માહિતી
આ ઇન્ડેક્સ ફંડ નિફ્ટી લાર્જ મિડકેપ 250 ઇન્ડેક્સને અનુસરે છે અને ટોપ 100 મોટી કંપનીઓ અને 150 મિડકેપ કંપનીઓ વચ્ચે સમાન રીતે ઈન્વેસ્ટરોના નાણાંનું રોકાણ કરે છે. આપણે ઉદાહરણ દ્વારા સમજીએ તો જો તમે આ ઇન્ડેક્સ ફંડમાં 1000 રૂપિયાનું રોકાણ કરો છો, તો 500 રૂપિયા ટોપ 100 લાર્જકેપ કંપનીઓમાં રોકાણ કરવા માટે ફાળવવામાં આવશે.
હાલમાં ઈન્ડેક્સ ફંડ્સની લોકપ્રિયતા વધી રહી છે. ઝેરોધા ફંડ હાઉસ તેના મ્યુચ્યુઅલ ફંડ્સ લોન્ચ કરીને પહેલી વખત ઈન્ડેક્સ ફંડ્સને ઈન્વેસ્ટર માટે રજૂ કરવામાં આવ્યું છે. સેબી તરફથી મંજૂરી મળ્યા બાદ ઝેરોધા ફંડ હાઉસે તેના બે ઇન્ડેક્સ ફંડ્સ લોન્ચ કર્યા છે. આ બંને ફંડમાં રોકાણકારો રોકાણ કરી શકશે. બંને ફંડ માટે અરજી કરવાની છેલ્લી તારીખ 3 નવેમ્બર 2023 નક્કી કરવામાં આવી છે.
ઝેરોધા ફંડ હાઉસ દ્વારા શરૂ કરાયેલા ભંડોળના નામ
1. ઝીરોધા નિફ્ટી લાર્જ મિડકેપ 250 ઇન્ડેક્સ ફંડ
2. ઝેરોધા ELSS ટેક્સ સેવર નિફ્ટી લાર્જ મિડકેપ 250 ઇન્ડેક્સ ફંડ
નિફ્ટી લાર્જ મિડકેપ 250 ઇન્ડેક્સને અનુસરે છે
આ ઇન્ડેક્સ ફંડ નિફ્ટી લાર્જ મિડકેપ 250 ઇન્ડેક્સને અનુસરે છે અને ટોપ 100 મોટી કંપનીઓ અને 150 મિડકેપ કંપનીઓ વચ્ચે સમાન રીતે ઈન્વેસ્ટરોના નાણાંનું રોકાણ કરે છે. આપણે ઉદાહરણ દ્વારા સમજીએ તો જો તમે આ ઇન્ડેક્સ ફંડમાં 1000 રૂપિયાનું રોકાણ કરો છો, તો 500 રૂપિયા ટોપ 100 લાર્જકેપ કંપનીઓમાં રોકાણ કરવા માટે ફાળવવામાં આવશે. બાકી રહેતા 500 રૂપિયા 150 મિડકેપ કંપનીઓમાં રોકાણ કરવા માટે ફાળવવામાં આવશે.
રિસ્ક અને રિટર્ન વચ્ચે સંતુલન
એવું જોવામાં આવ્યું છે કે, લાર્જકેપ કંપનીઓ કરતા મિડકેપ કંપનીઓ વધારે વળતર આપી શકે છે. પરંતુ મિડકેપ કંપનીઓ લાર્જકેપ કંપનીઓ કરતાં વધારે રિસ્કી પણ હોઈ શકે. તેથી ફંડનો ઉદ્દેશ્ય મિડકેપ અને લાર્જકેપ કંપનીઓ વચ્ચે રોકાણકારોના નાણાં એક સરખા ભાગમાં ફાળવીને લોન્ગ ટર્મમા વેલ્થ ક્રિએટ કરવા માટે રિસ્ક અને રિટર્ન વચ્ચે સંતુલન પૂરું પાડવાનો છે.
ઝેરોધા ફંડ હાઉસ દ્વારા શરૂ કરાયેલ ઉપરોક્ત બંને ફંડની એલોટમેન્ટની તારીખ 8 નવેમ્બર 2023 નક્કી કરવામાં આવી છે. આ તારીખે તમને યુનિટ ફાળવવામાં આવશે, જે T+2 કામકાજના દિવસો બા તમારા પોર્ટફોલિયોમાં દેખાશે.
આ પણ વાંચો : સબકા સપના મની મની: જે રોકાણકારોએ આ ફંડની સ્થાપના સમયે 10 લાખ રૂપિયાનું રોકાણ કર્યું તે બન્યા 5.5 કરોડ રૂપિયા
તમે ઝેરોધા ફંડ હાઉસ દ્વારા શરૂ કરાયેલા ફંડના NFOsમાં ઘણી રીતે રોકાણ કરી શકો છો. તેના માટે તમે કોઈપણ મ્યુચ્યુઅલ ફંડ પ્લેટફોર્મ જેવા કે, CAMS Online, Kuvera, IND Money, MFU, MFC વગેરે. તમે આ NFOs માટે બ્રોકર દ્વારા પણ અરજી કરી શકો છો જેમ કે Coin by Zerodha, Groww, Paytm Money વગેરે.
(નોંધ: મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ બજારના જોખમોને આધીન છે. રોકાણ કરતા પહેલા નિષ્ણાંતની સલાહ લો.)