ભારત સરકારના વંદે ભારત મિશન અંતર્ગત વિદેશથી 16.45 લાખ ભારતીયોને વતન પરત લવાયા, ૬ તબક્કામાં હાથ ધરાયેલી કાર્યવાહીમાં ભારતીયોને વિદેશી ધરતી પરથી પરત લવાયા

|

Oct 05, 2020 | 4:42 PM

કોરોના મહામારી દરમ્યાન વિદેશમાં ગયેલા ભારતીયોને પરત લાવવા ભારત સરકારના વિદેશ મંત્રાલયે વંદે ભારત મિશન અંતર્ગત વિદેશથી ભારતીયોને પરત લાવવાની કામગીરી હાથ ધરી હતી. સરકારે આ યોજના અંતર્ગત વિદેશથી અત્યાર સુધી 16.45 લાખ ભારતીયોની વતન વાપસી કરાઈ હોવાની જાહેરાત કરી છે. ૬ તબક્કામાં હાથ ધરાયેલી કાર્યવાહીના ભારતીયો વિદેશી ધરતી ઉપર ફસાઈ જવા સાથે મુશ્કેલીઓનો સામનો […]

ભારત સરકારના વંદે ભારત મિશન અંતર્ગત વિદેશથી 16.45 લાખ ભારતીયોને  વતન પરત લવાયા, ૬ તબક્કામાં હાથ ધરાયેલી કાર્યવાહીમાં ભારતીયોને વિદેશી ધરતી પરથી પરત લવાયા

Follow us on

કોરોના મહામારી દરમ્યાન વિદેશમાં ગયેલા ભારતીયોને પરત લાવવા ભારત સરકારના વિદેશ મંત્રાલયે વંદે ભારત મિશન અંતર્ગત વિદેશથી ભારતીયોને પરત લાવવાની કામગીરી હાથ ધરી હતી. સરકારે આ યોજના અંતર્ગત વિદેશથી અત્યાર સુધી 16.45 લાખ ભારતીયોની વતન વાપસી કરાઈ હોવાની જાહેરાત કરી છે. ૬ તબક્કામાં હાથ ધરાયેલી કાર્યવાહીના ભારતીયો વિદેશી ધરતી ઉપર ફસાઈ જવા સાથે મુશ્કેલીઓનો સામનો ન કરે તે માટે ખાસ વ્યવસ્થાઓ ઉભી કરાઈ હતી.


7 મેએ શરૂ કરાયેલા વંદે ભારત મિશન અંતર્ગત વિદેશથી અત્યાર સુધી ૬ તબક્કામાં 16.45 લાખ ભારતીયો પાછા ફર્યા છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અનુરાગ શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે ૩૦ સપ્ટેમ્બરે વંદે ભારત મિશનનો છઠ્ઠો તબક્કો પૂર્ણ થયો છે .આ તબક્કામાં  24 દેશોમાંથી 894 આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ અને 142 ફીડર ફ્લાઇટ્સનું પરિવહન કરવામાં આવ્યું છે. આ ફ્લાઇટ્સ ભારતના 24 એરપોર્ટ પર પહોંચી હતીજેમાં  1.75 લાખ લોકો વતન પરત ફર્યા છે.

30 સપ્ટેમ્બર સુધી કુલ 16.45 લાખ ભારતીયો Vande Bharat Missionના વિવિધ રીતો દ્વારા ભારત પરત ફર્યા છે. હજુ લોકોની વતન વાપસી માટેની માંગને પહોંચી વળવા વંદે ભારત મિશનના સાતમા તબક્કાની પહેલી ઓક્ટોબર, 2020 થી અમલ કરવામાં આવી છે. સાતમા તબક્કા હેઠળ 19 દેશોની 820 આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સનું સંચાલન થવાનું છે. વંદે ભારત મિશન 31 ઓક્ટોબર સુધી ચાલુ રહેશે.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Published On - 4:38 pm, Mon, 5 October 20

Next Article