Valentine Day: આ વર્ષે પ્રેમ વ્યક્ત કરવો મોંઘો પડશે, જાણો શું છે કારણ

|

Feb 11, 2021 | 6:40 AM

ટૂંક સમયમાં 14 ફેબ્રુઆરીએ પ્રેમની અભિવ્યક્તિ વ્યક્ત કરવાનો પર્વ વેલેન્ટાઇન ડે(Valentine Day) આવી રહ્યો છે. પ્રેમી પંખીડાઓ ફૂલોના સુંદર બુકેથી એકબીજાને પ્રભાવિત કરવા પ્રયત્ન કરે છે.

Valentine Day: આ વર્ષે  પ્રેમ વ્યક્ત કરવો મોંઘો પડશે, જાણો શું છે કારણ
પ્રતીકાત્મક તસ્વીર

Follow us on

ટૂંક સમયમાં 14 ફેબ્રુઆરીએ પ્રેમની અભિવ્યક્તિ વ્યક્ત કરવાનો પર્વ વેલેન્ટાઇન ડે(Valentine Day) આવી રહ્યો છે. પ્રેમી પંખીડાઓ ફૂલોના સુંદર બુકેથી એકબીજાને પ્રભાવિત કરવા પ્રયત્ન કરે છે.ચાલુ વર્ષે પ્રેમી પંખીડાઓએ પ્રેમની અભિવ્યક્તિ માટે ખિસ્સું હળવું કરવું પડશે. કોરોનાને કારણે આ વર્ષે ફૂલોના ઉત્પાદનમાં ઘટાડો થયો છે. આ કારણ છે કે ભાવમાં 15-20 ટકાનો વધારો થયો છે. ફૂલોની કિંમતમાં વધારાને કારણે ફૂલના ગુલદસ્તાના ભાવમાં પણ વધારો થયો છે.

એક અહેવાલ મુજબ બુકે માટે તમારે આ વર્ષે ઓછામાં ઓછા 100 રૂપિયા વધુ ચૂકવવા પડશે. ભારત મોટા પાયે ફૂલોની નિકાસ કરે છે અને વિદેશમાં ભારતીય ફૂલોની માંગ પણ સારી છે. કોરોનાને કારણે નિકાસમાં સમસ્યા હોવાને કારણે ખેડૂતોએ ઓછા ફૂલો ઉગાડ્યા અને તેમની જગ્યાએ શાકભાજીએ લીધી છે. એક તરફ ઉત્પાદનમાં ઘટાડો જોવા મળી રહ્યો છે તો બીજી તરફ ઓનલાઇન માંગમાં વધારો થયો છે જેના કારણે ભાવ ગગડી રહ્યા છે.

નિકાસમાં 40 ટકાનો ઘટાડો
આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ સેવા કોરોના પછી બંધ છે. હાલમાં, ફક્ત કાર્ગો વિમાનને જ ઉડાન આપવામાં આવે છે. આ સિવાય એર બબલ દ્વારા બે દેશો વચ્ચે હવાઈ સંપર્ક રખાય છે. છેલ્લા કેટલાક મહિનામાં ફૂલોની નિકાસમાં 40 ટકાનો ઘટાડો નોંધાયો છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

ગુણવત્તામાં સુધારો થશે
ગ્રોઅર્સ ફ્લાવર કાઉન્સિલ ઓફ ઈન્ડિયાના પ્રમુખ શ્રીકાંત બોલાપલ્લીએ જણાવ્યું હતું કે નિકાસ ઘટવાને કારણે આ વર્ષે સ્થાનિક બજારમાં સારી ગુણવત્તાવાળા ફૂલોનું વધુ વેચાણ થશે. ફૂલોની વિવિધતા પણ વધુ હશે અને કદ પણ વધુ સારું રહેશે. તેમણે કહ્યું કે ગયા વર્ષે ભારતે યુરોપ અને મધ્ય પૂર્વમાં 500 કરોડના 2 કરોડ ગુલાબના ફૂલોની નિકાસ કરી હતી. બેંગાલુરુ, પુના, હોસુર, કુર્ગ અને ઉટીથી મોટા પાયે ફૂલોની નિકાસ કરવામાં આવે છે.

 

Next Article