Utility News: EPF ને લઈ વાંચવા લાયક ખાસ સમાચાર, નવા મોબાઈલ નંબરને EPF એકાઉન્ટ સાથે કેવી રીતે લિંક કરશો?

|

Sep 27, 2023 | 11:30 AM

અગર આપ EPFની રકમ ઉપાડતા પહેલા કોઈ સ્ટેપને ફોલો કરો છો અથવા તો EPFની રકમ ઉપાડતા પહેલા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર વન ટાઈમ પાસવર્ડ (OTP) મોકલવામાં આવે છે. આ માટે કેવા પ્રકારની પ્રક્રિયાને અનુસરવી જરૂરી છે તે જાણી લો કે જેથી કરીને કોઈ તકલીફ ન પડે આ માટે મોબાઈલ નંબરને લિંક કરવો જરૂરી છે. 

Utility News: EPF ને લઈ વાંચવા લાયક ખાસ સમાચાર, નવા મોબાઈલ નંબરને EPF એકાઉન્ટ સાથે કેવી રીતે લિંક કરશો?
How to link new mobile number with EPF account? (Represental Image)

Follow us on

કર્મચારી ભવિષ્ય નિધિ (EPF)ને લઈને કામના સમાચાર એ છે કે કર્મચારીનો મોબાઈલ નંબર ઈપીએફ ખાતા સાથે લિંક હોવો જરૂરી છે કે જેને લઈને જ્યારે પણ કર્મચારીએ ખાતામાંથી પૈસા ઉપાડવાની પ્રોસીઝર કરવાની રહે છે ત્યારે કોઈ પણ પ્રકારની સમસ્યા ઉભી થતી નથી. જણાવવું રહ્યું કે થોડા સમય પછી કર્મચારીને EPFના રૂપમાં સારું વળતર મળે છે. જો કર્મચારી ઈચ્છે તો જરૂર પડ્યે તે ગમે ત્યારે ઈપીએફનો અમુક ભાગ ઉપાડી શકે છે. પરંતુ આ માટે કર્મચારીનો મોબાઈલ નંબર તેના ઈપીએફ ખાતા સાથે લિંક હોવો જોઈએ.

અગર આપ EPFની રકમ ઉપાડતા પહેલા કોઈ સ્ટેપને ફોલો કરો છો અથવા તો EPFની રકમ ઉપાડતા પહેલા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર વન ટાઈમ પાસવર્ડ (OTP) મોકલવામાં આવે છે. આ માટે કેવા પ્રકારની પ્રક્રિયાને અનુસરવી જરૂરી છે તે જાણી લો કે જેથી કરીને કોઈ તકલીફ ન પડે આ માટે મોબાઈલ નંબરને લિંક કરવો જરૂરી છે.

લિંક કરવાની પ્રોસીજર આ પ્રકારે રહેશે

  1. મોબાઇલ નંબરને EPF એકાઉન્ટ સાથે લિંક કરવા માટે, સૌથી પહેલા તમારે EPFO ​​ઈન્ડિયાની વેબસાઈટ – https://www.epfindia.gov.in/site_en/index.php પર જવું પડશે.
  2. અહીં તમારે Off Employees ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે.
  3. IPL Auction ની શરૂઆતમાં જ કાવ્યા મારનને પ્રીટિ ઝિન્ટાએ આપ્યો ઝટકો ! આ ફાસ્ટ બોલર હાથમાંથી ગયો
    અમદાવાદમાં હવે અંબાણીની જેમ કરી શકાશે પાણી વચ્ચે લગ્નનું આયોજન, જાણો ક્યાં
    કુંડળીમાં ગ્રહોને મજબૂત કરવા લલાટ પર કરો આ તિલક
    Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
    આજનું રાશિફળ તારીખ : 24-11-2024
    અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
  4. આ પછી સભ્યએ UAN/Online Services પર ક્લિક કરવાનું રહેશે.
  5. પછી UAN અને પાસવર્ડનો ઉપયોગ કરીને લોગિન કરો. લોગીન કરવા માટે તમારે OTP દાખલ કરવો પડશે.
  6. મેનેજમેન્ટ હેઠળ, ‘સંપર્ક વિગતો’ પર ક્લિક કરો.
  7. છેલ્લે વેરીફાઈ કરો અને ચેન્જ મોબાઈલ નંબર પર ક્લિક કરો.
  8. ત્યારબાદ, આધાર સાથે લિંક કરેલ મોબાઈલ નંબર દાખલ કરો. Get OTP પર ક્લિક કરો અને સબમિટ કરો.

જો તમારી પાસે તમારો પહેલાનો નંબર નથી તો તે કિસ્સામાં તમારે મોબાઈલ નંબરને પણ આધાર સાથે રજીસ્ટર કરાવવો પડશે. આ પછી તમારે લોગિન પેજ પર Forgot Password પર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ તમારે UAN અને કેપ્ચા કોડ નાખવો પડશે. આ પછી નામ, જન્મ તારીખ અને જાતિ દાખલ કરો. આધાર સાથે લિંક કરેલ કેપ્ચા કોડ અને મોબાઈલ નંબર દાખલ કરો અને OTP પર ક્લિક કરો.

કયા નંબર પર મેસેજ મોકલશો?

UAN સક્રિય સભ્યો રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પરથી 7738299899 પર SMS મોકલીને તેમના નવીનતમ PF યોગદાન અને EPFO ​​પાસે ઉપલબ્ધ બેલેન્સ વિશે જાણી શકે છે. તેને EPFOHO UAN 7738299899 પર મોકલો. ખાસ વાત એ છે કે UAN ના રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પરથી SMS મોકલવો જોઈએ. EPFO ઉપલબ્ધ કેવાયસી માહિતી સાથે સભ્યના છેલ્લા પીએફ યોગદાન અને બેલેન્સની વિગતો મોકલે છે. આ સુવિધા 10 (દસ) ભાષાઓમાં ઉપલબ્ધ છે.

નંબર લિંક કરવો જરૂરી કેમ છે ?

જો તમે તમારો નવો નંબર અપડેટ કર્યો નથી અને જૂનો નંબર અન્ય કોઈના નામે ફાળવવામાં આવ્યો છે, તો તમારા પીએફ બેલેન્સ અને માસિક યોગદાન વિશેની માહિતી તે વ્યક્તિને આપવામાં આવશે. તમે ફક્ત તમારા આધાર સાથે જોડાયેલા મોબાઈલ નંબરનો ઉપયોગ કરીને ઈ-નોંધણી અને દાવાઓ ફાઈલ કરી શકો છો.

Published On - 11:29 am, Wed, 27 September 23

Next Article