UPI ટ્રાન્ઝેક્શને તમામ રેકોર્ડ તોડ્યા, એપ્રિલમાં કુલ ટ્રાન્ઝેક્શન 10 લાખ કરોડની નજીક પહોંચ્યા

|

May 02, 2022 | 6:03 PM

યુપીઆઈ ટ્રાન્ઝેક્શનમાં (UPI transactions) માં સતત વધારો થઈ રહ્યો છે. એપ્રિલમાં યુપીઆઈ ટ્રાન્ઝેક્શનની સંખ્યા 10 લાખ કરોડની નજીક પહોંચી ગઈ છે, જે એક નવો રેકોર્ડ છે. એપ્રિલ મહિનામાં કુલ 558 કરોડના ટ્રાન્ઝેક્શન થયા હતા.

UPI ટ્રાન્ઝેક્શને તમામ રેકોર્ડ તોડ્યા, એપ્રિલમાં કુલ ટ્રાન્ઝેક્શન 10 લાખ કરોડની નજીક પહોંચ્યા
UPI Transactions (Symbolic Image)

Follow us on

છેલ્લા કેટલાક વર્ષોમાં ઓનલાઈન ટ્રાન્ઝેક્શનમાં (Online transaction) જોરદાર તેજી આવી છે. ડિજિટલ ટ્રાન્ઝેક્શનમાં યુપીઆઈ ટ્રાન્ઝેક્શનનો (UPI transactions) ફાળો ઘણો મોટો છે. UPIની મદદથી એપ્રિલ મહિનામાં ઓનલાઈન ટ્રાન્ઝેક્શને નવો રેકોર્ડ બનાવ્યો છે. પ્રથમ વખત આ આંકડો 10 લાખ કરોડની નજીક પહોંચી ગયો છે. નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) દ્વારા શેર કરવામાં આવેલી માહિતી અનુસાર, એપ્રિલ મહિનામાં આ પ્લેટફોર્મની મદદથી કુલ 558 કરોડ ટ્રાન્ઝેક્શન કરવામાં આવ્યા હતા, જેનું કુલ મૂલ્ય 9.83 લાખ કરોડ રૂપિયા હતું. માર્ચમાં આ પ્લેટફોર્મ પર કુલ 540 કરોડ ટ્રાન્ઝેક્શન થયા હતા. ટ્રાન્ઝેક્શનનું મૂલ્ય 9.6 લાખ કરોડ હતું.

મહિના દર મહિનાના આધાર પર, એપ્રિલમાં વોલ્યુમમાં 3.33 ટકા અને મૂલ્યના આધારે 2.36 ટકાની વૃદ્ધિ નોંધાઈ છે. વાર્ષિક ધોરણે વોલ્યુમમાં 111 ટકાનો ઉછાળો આવ્યો છે, જ્યારે મૂલ્યોમાં 100 ટકાનો ઉછાળો આવ્યો છે. એપ્રિલ 2021માં, યુપીઆઈની મદદથી કુલ 264 કરોડ વ્યવહારો થયા હતા, જેની કુલ કિંમત 4.93 લાખ કરોડ રૂપિયા હતી.

કોરોનાકાળમાં મોટી સફળતા

યુપીઆઈ સેવા 2016 માં શરૂ કરવામાં આવી હતી ત્યારથી તે ઝડપથી વધી રહી છે. ખાસ કરીને કોરોના કાળમાં તેની વૃદ્ધિ ખૂબ જ શાનદાર રહી છે. એનસીપીઆઈએ UPI ડેવલપ કર્યું છે. આ ઉપરાંત RuPay, Bharat Bill Pay પણ તેની પ્રોડક્ટ્સ છે. એનસીપીઆઈ આગામી 2-3 વર્ષમાં દૈનિક ધોરણે 100 કરોડ યુપીઆઈ ટ્રાન્ઝેક્શન કરવાનું લક્ષ્ય ધરાવે છે.

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

નેપાળમાં પણ UPI શરૂ કરવામાં આવ્યું છે

ભારત સિવાય નેપાળ એવો પહેલો દેશ છે જેણે પોતાના દેશમાં UPI ટ્રાન્ઝેક્શન લાગુ કર્યું છે. NPCI ઇન્ટરનેશનલ પેમેન્ટ્સ લિમિટેડ (NIPL), જે NPCIની આંતરરાષ્ટ્રીય શાખા છે, તેણે તાજેતરમાં નેપાળમાં સેવાઓ પ્રદાન કરવા માટે ગેટવે પેમેન્ટ્સ સર્વિસ (GPS) અને મનમ ઇન્ફોટેક સાથે હાથ મિલાવ્યા હતા.

UPI નું ફંક્શન પણ અપગ્રેડ કરવામાં આવ્યું છે

યુઝર્સ અને મર્ચન્ટ બંને UPI ટ્રાન્ઝેક્શન ખૂબ જ ઝડપથી સ્વીકારી રહ્યાં છે. NPCI એ પણ તેનું ફંક્શન અપગ્રેડ કર્યું છે. ઓટોપે સુવિધા હવે UPI પર ઉપલબ્ધ છે. આ સિવાય UPIની મદદથી IPOમાં રોકાણ કરી શકાય છે.

આ પણ વાંચો : LIC IPO: 70 લાખ રિટેલ રોકાણકારો કરશે નાણાનું રોકાણ, 5 મ્યુચ્યુઅલ ફંડમાંથી મળ્યો વિશ્વાસ, જાણો ભારતમાં કેવી રીતે બદલાઈ રહી છે રોકાણની પદ્ધતિ

Next Article