AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

LIC IPO: 70 લાખ રિટેલ રોકાણકારો કરશે નાણાનું રોકાણ, 5 મ્યુચ્યુઅલ ફંડમાંથી મળ્યો વિશ્વાસ, જાણો ભારતમાં કેવી રીતે બદલાઈ રહી છે રોકાણની પદ્ધતિ

જીવન વીમા નિગમને (Life Insurance Corporation) 5 મ્યુચ્યુઅલ ફંડ્સ (mutual funds) તરફથી રોકાણની ખાતરી મળી છે. આ સિવાય ઓછામાં ઓછા 70 લાખ રિટેલ રોકાણકારો પણ આમાં સામેલ થશે.

LIC IPO: 70 લાખ રિટેલ રોકાણકારો કરશે નાણાનું રોકાણ, 5 મ્યુચ્યુઅલ ફંડમાંથી મળ્યો વિશ્વાસ, જાણો ભારતમાં કેવી રીતે બદલાઈ રહી છે રોકાણની પદ્ધતિ
LIC IPO NEWS
TV9 Gujarati
| Edited By: | Updated on: May 02, 2022 | 2:57 PM
Share

એલઆઈસી આઈપીઓ (LIC IPO) 4 મેના રોજ ખુલશે. બધાની નજર આ IPO પર છે. રિટેલ રોકાણકારોનો (Retail Investors) રસ વધુ છે. કોરોના સમયગાળા દરમિયાન, દેશમાં શેરબજારમાં રીટેલ રોકાણકારોની ભાગીદારીમાં મોટો ઉછાળો આવ્યો. નાણાકીય વર્ષ 2021-22માં 34.6 મિલિયન એટલે કે 3.46 કરોડ નવા ડીમેટ ખાતા ખોલવામાં આવ્યા હતા. આ રીતે, માર્ચના અંત સુધીમાં, દેશમાં ડીમેટ ખાતાઓની કુલ સંખ્યા 89.7 મિલિયન એટલે કે 8.97 કરોડ થઈ ગઈ.

સેબીના રિપોર્ટ અનુસાર, નાણાકીય વર્ષ 2020-21માં ડીમેટ ખાતામાં વાર્ષિક ધોરણે 35 ટકાનો ઉછાળો આવ્યો હતો અને ખાતાઓની કુલ સંખ્યા 55.1 મિલિયન એટલે કે 5.51 કરોડ હતી. નાણાકીય વર્ષ 2021-22 માં, તેમાં 63 ટકાનો ઉછાળો આવ્યો હતો અને ખાતાઓની કુલ સંખ્યા 89.7 મિલિયન પર પહોંચી ગઈ હતી. કોરોના સમયગાળા દરમિયાન, શેરબજારમાં બમ્પર તેજી જોવા મળી છે, જેના કારણે ખાસ કરીને યુવા રોકાણકારો ખૂબ જ આકર્ષાયા છે.

મિન્ટમાં પ્રકાશિત એક અહેવાલમાં, પાંચ પૈસા ડોટ કોમના ચીફ એક્ઝિક્યુટિવ પ્રકાશ ગગડાણીએ જણાવ્યું હતું કે 2020ની રેલીમાં મોટી સંખ્યામાં નવા રોકાણકારો બજારમાં આવ્યા હતા. જ્યારે બીજી રેલી આવી ત્યારે તે રોકાણકારોને લાગ્યું કે તેઓ ચૂકી ગયા છે, ત્યારબાદ તેઓ મોટી સંખ્યામાં બજારમાં પ્રવેશ્યા. સેન્સેક્સ 2020 ના સૌથી નીચલા સ્તર કરતા 2.2 ગણો વધારે છે. તેણે નાણાકીય વર્ષ 2022માં 18.3 ટકાનું વળતર આપ્યું હતું, જ્યારે નાણાકીય વર્ષ 2021માં તેણે 68 ટકાનું વળતર આપ્યું હતું.

છેલ્લા દસ વર્ષમાં ડીમેટ ખાતા ધારકોની સંખ્યા

મિન્ટના અહેવાલ મુજબ, નાણાકીય વર્ષ 2021-22ના અંતે ભારતમાં ડીમેટ ખાતાઓની સંખ્યા 89.7 મિલિયન રહી. નાણાકીય વર્ષ 2020-21માં આ સંખ્યા 55.1 મિલિયન હતી. નાણાકીય વર્ષ 2019-20માં 40.9 મિલિયન, નાણાકીય વર્ષ 2018-19માં 35.9 મિલિયન, નાણાકીય વર્ષ 2017-18માં 31.9 મિલિયન, નાણાકીય વર્ષ 2016-17માં 27.8 મિલિયન, નાણાકીય વર્ષ 2015-16માં 25.4 મિલિયન, નાણાકીય વર્ષ 2014-15માં 23.3 મિલિયન, નાણાકીય વર્ષ 2013-14માં 21.8 મિલિયન, નાણાકીય વર્ષ 2012-13માં 21 મિલિયન અને નાણાકીય વર્ષ 2011-12માં આ સંખ્યા 20 મિલિયન હતી.

70 લાખ રિટેલ રોકાણકારો થશે સામેલ

ઈકોનોમિક ટાઈમ્સના અહેવાલ મુજબ, જીવન વીમા નિગમને 5 મ્યુચ્યુઅલ ફંડ્સ તરફથી રોકાણની ખાતરી મળી છે. આ સિવાય ઓછામાં ઓછા 70 લાખ રિટેલ રોકાણકારો પણ આમાં સામેલ થશે. SBI, આદિત્ય બિરલા, ICICI પ્રુડેન્શિયલ, HDFC અને કોટક દરેકે 150-1000 કરોડની વચ્ચે રોકાણની ખાતરી આપી છે. આ સિવાય 7 મિલિયન રિટેલ રોકાણકારો ભાગ લે તેવી અપેક્ષા છે, જે ગયા વર્ષના IPOમાં સામેલ સરેરાશ સંખ્યા કરતા 5 ગણી વધારે છે. આ સિવાય સિંગાપોર GIC, નોર્જેસ બેંક, નોર્વેજીયન સેન્ટ્રલ બેંક અને BNP Paribas તરફથી પણ રોકાણની અપેક્ષા છે.

રીટેલ રોકાણકારો માટે લગભગ 9000 કરોડની ફાળવણી

જીવન વીમા નિગમે પોલિસી ધારકો માટે 10 ટકા અને રીટેલ રોકાણકારો માટે 35 ટકા અનામત રાખ્યું છે. આ રીતે, રીટેલ રોકાણકારો માટે કુલ ફાળવણી લગભગ 9000 કરોડ રૂપિયા છે. રિટેલ રોકાણકારો માટે ઇશ્યૂ પ્રાઇસ 902-949 રૂપિયા રાખવામાં આવી છે.

આ પણ વાંચો :  Bank Holidays in May 2022 : બેંક જવાનું વિચારી રહ્યા છો? આ અહેવાલ વાંચ્યા પછી કરો પ્લાનિંગ નહીંતર ધક્કો ખાવો પડશે

દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
g clip-path="url(#clip0_868_265)">