AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

UPCOMING IPO : આવી રહી છે કમાણીની અઢળક તક , ઓગસ્ટના પહલે પખવાડિયામાં 7 કંપનીઓ 20,000 કરોડના IPO લાવશે

વર્ષ 2021 માં અત્યાર સુધીમાં 28 IPO આવી ચુક્યાછે. આ ઓફર દ્વારા કંપનીઓએ 38 હજાર કરોડથી વધુ રકમ એકત્ર કરી છે. આ બીજું શ્રેષ્ઠ વર્ષ છે જેમાં વધુ નાણાં એકત્ર કરવામાં આવ્યા છે.

UPCOMING IPO : આવી રહી છે કમાણીની અઢળક તક , ઓગસ્ટના પહલે પખવાડિયામાં 7 કંપનીઓ 20,000 કરોડના IPO લાવશે
7 companies are launching IPO in August
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 30, 2021 | 7:33 AM
Share

કોરોના કાળમાં IPO ની ભરમાર લાગી છે. છેલ્લા કેટલાક મહિનાઓથી ચાલી રહેલી તેજી ચાલુ નાણાકીય વર્ષના અંત સુધી ચાલુ રહેવાનું અનુમાન છે. જો દિવાળીમાં Paytm IPO માં તો તે બાદ ભારતીય જીવન વીમા નિગમ (LIC) છેલ્લા ત્રિમાસિકમાં સૌથી મોટો IPO લાવશે. જોકે 16 ઓગસ્ટ પહેલા 7 કંપનીઓ IPO લાવશે. આ બધા મળીને 15,000 કરોડથી વધુ રૂપિયા એકત્ર કરી શકે છે. ઉપરાંત બાબા રામદેવની રૂચી સોયા ફોલો-ઓન પબ્લિક ઓફર (FPO) દ્વારા રૂ .4,300 કરોડ એકત્ર કરી શકે છે.

એક નજર ઓગસ્ટના પહેલા પખવાડિયામાં આવનાર IPO  ઉપર 

Company IPO Size (in Rs) Date
windlas biotech 700 04-Aug
devyani international 1400 04-Aug
car trade 2000 04-Aug
nuvuco 5000 09-Aug
aptus value 3000 09-Aug
krishna diagnostics 1200 11-Aug
arohan financial services 1600 16-Aug

આ વર્ષે 28 IPO આવ્યા છે વર્ષ 2021 માં અત્યાર સુધીમાં 28 IPO આવી ચુક્યાછે. આ ઓફર દ્વારા કંપનીઓએ 38 હજાર કરોડથી વધુ રકમ એકત્ર કરી છે. આ બીજું શ્રેષ્ઠ વર્ષ છે જેમાં વધુ નાણાં એકત્ર કરવામાં આવ્યા છે. 2017 માં કંપનીઓએ આ માધ્યમથી 67,167 કરોડ રૂપિયા એકત્ર કર્યા હતા. રોલેક્સ રિંગ્સનો 29 મો IPO 28 જુલાઈએ ખુલ્યો છે. આ કંપની 731 કરોડ રૂપિયા એકત્ર કરશે. ઓગસ્ટમાં પ્રથમ અંક તરીકે 3 કંપનીઓ એક સાથે બજારમાં પ્રવેશી રહી છે. દિવ્યાની ઇન્ટરનેશનલ, કાર્ટ્રેડ અને વિન્ડ ગ્લાસ બાયો 4 ઓગસ્ટે આઈપીઓ લોન્ચ કરશે.

રોકાણકારો તરફથી જોરદાર પ્રતિસાદ મળી રહ્યો છે રોકાણકારોના મજબૂત પ્રતિસાદને કારણે કંપનીઓ આ સમયે બજારમાં પ્રવેશી રહી છે. ઝોમાટોએ આ સકારાત્મક બજારમાં વધુ તેજી આપી છે. પહેલા રોકાણકારોનો પ્રતિસાદ અને પછી લિસ્ટિંગથી આઈપીઓ બજાર આકર્ષક બન્યું છે. હાલમાં તેનો શેર રૂ 146 પર ટ્રેડ થઈ રહ્યો છે. કંપનીઓ આઈપીઓ ત્યારે લાવે છે જ્યારે તેમને લાગે છે કે બજારનો સેન્ટિમેન્ટ અને રોકાણકારોનો મૂડ સકારાત્મક છે.

જુલાઈમાં 4 કંપનીઓએ 12,385 કરોડ એકત્ર કર્યા જુલાઈ મહિનામાં અત્યાર સુધીમાં 4 કંપનીઓએ બજારમાંથી 12,385 કરોડ રૂપિયા એકત્ર કર્યા છે. 1,513 કરોડ રૂપિયાનો ગ્લેનમાર્ક ઇશ્યૂ મંગળવારે ખુલ્યો અને ગુરુવારે બંધ થશે. જ્યારે રોલેક્સ બુધવારે ખુલ્યો છે અને આજે શુક્રવારે બંધ થશે. આ કંપની 731 કરોડ રૂપિયા ઉભી કરશે. એટલે કે જુલાઈ મહિનામાં તે કુલ 6 ઇસ્યુ દ્વારા 14,629 કરોડ રૂપિયા એકત્ર કરશે. બાબા રામદેવની રૂચી સોયા એફપીઓ દ્વારા રૂ 4,300 કરોડ એકત્ર કરશે.

આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
g clip-path="url(#clip0_868_265)">