અનોખી પહેલ : પ્લાસ્ટિક વેસ્ટ આપો અને પેટ્રોલ – ડીઝલ ઉપર ડિસ્કાઉન્ટ મેળવો, આ પેટ્રોલ પંપ ઉપર અપાઈ રહી છે ઓફર

|

Aug 11, 2022 | 8:03 AM

મુંધરા કહે છે કે તેઓ ભીલવાડાને પોલિથીન અને પ્લાસ્ટિક મુક્ત શહેર તરીકે જોવા માંગે છે. આ વસ્તુઓ માત્ર પર્યાવરણને જ નુકસાન પહોંચાડતી નથી પરંતુ રખડતા પશુઓ અને તેમાં ખાસ કરીને ગાયો માટે જોખમ ઊભું કરે છે.

અનોખી પહેલ : પ્લાસ્ટિક વેસ્ટ આપો અને પેટ્રોલ - ડીઝલ ઉપર ડિસ્કાઉન્ટ મેળવો, આ પેટ્રોલ પંપ ઉપર અપાઈ રહી છે ઓફર
Symbolic Image

Follow us on

પ્રદુષણ ઉપર નિયંત્રણ અને પર્યાવરણનું જતન આજના સમયની માંગ છે.હાલમાં સિંગલ યુઝ પ્લાસ્ટિક વેસ્ટ (Single Use Plastic)સૌથી મોટી સમસ્યા તરીકે સામે આવ્યું છે. આ સામે એક પેટ્રોલ પંપના માલિકે સિંગલ યુઝ પ્લાસ્ટિક સામે અનોખું અભિયાન શરૂ કર્યું છે. લોકો પ્લાસ્ટિકની ની ખરાબ અસરોથી વાકેફ કરવા માટે છગનલાલ બગટાવરમલ પેટ્રોલ પંપના માલિક અશોક કુમાર મુંધરા દૂધના ખાલી પેકેટો અને પ્લાસ્ટિકની બોટલના બદલે એક લિટર પેટ્રોલ પર એક રૂપિયો અને એક લિટર ડીઝલ પર 50 પૈસા ડિસ્કાઉન્ટ આપે છે.

આ ઓફરનો મોટી સંખ્યામાં લોકો લાભ પણ લઇ રહ્યા છે જ્યાં ખાલી પેકેટના બદલામાં પેટ્રોલ અને ડીઝલ પર ડિસ્કાઉન્ટ આપવાની યોજના છે. અત્યાર સુધીમાં 700 લોકોએ પેટ્રોલ પંપ પર દૂધના પેકેટ જમા કરાવી ડિસ્કાઉન્ટ લીધું છે. પેટ્રોલ પમ્પ સંચાલક મુંધરાએ જણાવ્યું હતું કે ‘જો કોઈ વ્યક્તિ એક લિટર દૂધનું ખાલી પેકેટ અથવા અડધા લિટરના બે પેકેટ અથવા એક લિટર પાણીની બોટલ લાવે છે તો તેને પેટ્રોલ પર લિટર દીઠ 1 રૂપિયા અને ડીઝલમાં લિટર દીઠ 50 પૈસા છૂટ આપવામાં આવે છે. આ પેકેટો પેટ્રોલ પંપની નજીક આવેલી જગ્યાએ એકત્ર કરવામાં આવે છે. રાજસ્થાનના ભીલવાડામાં આ પેટ્રોલ પમ્પ આવેલો છે.

અપેક્ષા કરતા ઓછો પ્રતિસાદ

મુંધરા કહે છે કે તેઓ ભીલવાડાને પોલિથીન અને પ્લાસ્ટિક મુક્ત શહેર તરીકે જોવા માંગે છે. આ વસ્તુઓ માત્ર પર્યાવરણને જ નુકસાન પહોંચાડતી નથી પરંતુ રખડતા પશુઓ અને તેમાં ખાસ કરીને ગાયો માટે જોખમ ઊભું કરે છે. પંપ સંચાલકના જણાવ્યા મુજબ આ પહેલ હેઠળ તેમને એક મહિનામાં ઓછામાં ઓછા 10,000 ખાલી દૂધના પેકેટો એકત્ર કરવાની અપેક્ષા હતી પરંતુ આવું થયું નથી અને હજુ સુધી પંપ પર માત્ર 700 પેકેટ જ આવ્યા છે. તેમનું કહેવું છે કે વરસાદની સીઝનના કારણે પેટ્રોલ પંપ પર ગ્રાહકોની સંખ્યા ઘણી ઓછી છે. તેથી આ અભિયાનનો સમયગાળો વધારીને છ મહિના કરવાની યોજના છે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

પેટ્રોલ – ડીઝલના ઊંચા ભાવ

દેશમાં સૌથી મોંઘા પેટ્રોલ – ડીઝલ મળે છે તેવા વિસ્તારોમાં રાજસ્થાનનો સમાવેશ થાય છે. રાજસ્થાનના  શ્રીગંગાનગરમાં એક લીટર પેટ્રોલ 113.49 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે ડીઝલની કિંમત 98.24 રૂપિયા પ્રતિ લીટર છે.ગ્લોબલ માર્કેટમાં ક્રૂડ ઓઈલની કિંમતો ફરી એક વખત વધવા લાગી છે અને છેલ્લા 24 કલાકમાં બ્રેન્ટ ક્રૂડની કિંમત બેરલ દીઠ લગભગ 1 ડોલર વધી ગઈ છે. મહાનગરોમાં સૌથી મોંઘુ ફ્યુલ મુંબઈમાં છે જ્યાં પેટ્રોલની કિંમત હજુ પણ 106 રૂપિયા પ્રતિ લિટર છે.

Published On - 8:02 am, Thu, 11 August 22

Next Article