કાર-બાઈક ચલાવનાર માટે ખુશખબરી, કેન્દ્રીય મંત્રી નિતીન ગડકરીએ કરી આ જાહેરાત

|

May 22, 2022 | 3:46 PM

Electric Vehicle: જો તમે પણ વાહન ખરીદવાનું વિચારી રહ્યા છો અને ખાસ કરીને ઇલેક્ટ્રિક વાહન ખરીદવાનું વિચારી રહ્યા છો, તો આ સમાચાર ખૂબ કામના છે. કેન્દ્રીય મંત્રી નિતીન ગડકરીએ (Minister Nitin Gadkari) મહત્વની જાહેરાત કરી છે.

કાર-બાઈક ચલાવનાર માટે ખુશખબરી, કેન્દ્રીય મંત્રી નિતીન ગડકરીએ કરી આ જાહેરાત
Union Minister Nitin Gadkari (File Image)

Follow us on

કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ (Nitin Gadkari) કહ્યું છે કે આગામી બે વર્ષમાં ઇલેક્ટ્રિક વાહનોની કિંમત પેટ્રોલ વાહનોની સમકક્ષ હશે. આ સમાચાર કાર અને બાઇક રાઇડર્સ માટે ખૂબ જ આનંદ આપનારા છે. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કહ્યું કે ટેક્નોલોજી અને ગ્રીન ઈંધણમાં ઝડપી પ્રગતિથી ઇલેક્ટ્રિક ઓટોમોબાઈલની કિંમતમાં ઘટાડો થશે. એટલે કે સામાન્ય લોકોને તેનો ફાયદો થશે. આગામી બે વર્ષમાં ઈલેક્ટ્રિક વાહનની કિંમત પેટ્રોલથી ચાલતા વાહનોની બરાબર થઈ જશે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે તે ક્રાંતિ લાવી શકે છે.

જાણો ખર્ચમાં કેટલો ફરક પડશે

કેન્દ્રીય મંત્રીના કહેવા પ્રમાણે, તેનો ફાયદો એ થશે કે જો તમે આજે પેટ્રોલ પર 100 રૂપિયા ખર્ચી રહ્યા છો, તો ઇલેક્ટ્રિક વાહન ચલાવવામાં આ ખર્ચ ઘટીને 10 રૂપિયા થઈ જશે. નોંધનીય છે કે થોડા દિવસો પહેલા નીતિન ગડકરીએ ગ્રીન હાઇડ્રોજન ફ્યુઅલ કાર લોન્ચ કરી હતી. નીતિન ગડકરી સતત ઇલેક્ટ્રિક વાહનોને પ્રમોટ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. ગ્રીન હાઇડ્રોજનથી ચાલતી કારનો ખર્ચ પ્રતિ કિમી 1 રૂપિયા કરતા ઓછી હશે, જ્યારે પેટ્રોલ કારનો ખર્ચ પ્રતિ કિમી 5-7 રૂપિયા આવતો હોય છે. હવે ત્યાં કંપની પણ ઇલેક્ટ્રિક વાહનો પર પણ કામ કરી રહી છે.

કેન્દ્રીય મંત્રીએ કર્યો આ અનુરોધ

આ સાથે કેન્દ્રીય મંત્રી ગડકરીએ પણ સાંસદોને હાઇડ્રોજન ટેક્નોલોજી અપનાવવા વિનંતી કરી હતી. તેમણે સાંસદોને પોતપોતાના વિસ્તારોમાં સીવેજ પાણીને ગ્રીન હાઇડ્રોજનમાં રૂપાંતરિત કરવાની પહેલ કરવા વિનંતી કરી. તેમણે એમ પણ કહ્યું કે હાઇડ્રોજન ટૂંક સમયમાં સૌથી સસ્તું ઇંધણ વિકલ્પ બનશે. નીતિન ગડકરીએ કહ્યું, લિથિયમ-આયન બેટરીની કિંમત ઝડપથી નીચે આવી રહી છે. અમે ઝિંક-આયન, એલ્યુમિનિયમ-આયન, સોડિયમ-આયન બેટરી વિકસાવી રહ્યા છીએ. વધુમાં વધુ બે વર્ષમાં ઇલેક્ટ્રિક સ્કૂટર, કાર, ઓટો રિક્ષાની કિંમત પેટ્રોલથી ચાલતા સ્કૂટર, કાર, ઓટો રિક્ષા જેટલી થશે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

પ્રદૂષણનું સ્તર ઓછું થશે

નીતિન ગડકરીએ રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે મંત્રાલય, 2022-23 માટે અનુદાનની માગણીઓ પર લોકસભામાં જવાબ આપતાં જણાવ્યું કે અસરકારક સ્વદેશી ઇંધણ તરફ આગળ વધવાની જરૂર છે, ઇલેક્ટ્રિક ઇંધણ ટૂંક સમયમાં વાસ્તવિકતા બનશે. તેનાથી પ્રદૂષણનું સ્તર ઘટશે. પ્રદૂષણ માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં એક મોટો પડકાર છે.

Next Article