Union Budget 2021: કોરોનાની માર વચ્ચે યુનિયન બજેટથી દેશવાસીઓને અનેક આશાઓ, જાણો બજેટની 10 મુખ્ય અપેક્ષાઓ

|

Jan 16, 2021 | 8:55 AM

સંસદનું બજેટ સત્ર (Budget Session) 29 જાન્યુઆરીથી શરૂ થશે. સત્ર દરમિયાન નાણાકીય વર્ષ 2021-22નું સામાન્ય બજેટ(Union Budget 2021) 1 ફેબ્રુઆરીએ સંસદમાં રજૂ કરવામાં આવશે.

Union Budget 2021: કોરોનાની માર વચ્ચે યુનિયન બજેટથી દેશવાસીઓને અનેક આશાઓ, જાણો બજેટની 10 મુખ્ય અપેક્ષાઓ
FM Nirmala Sitharaman (File Image)

Follow us on

સંસદનું બજેટ સત્ર (Budget Session) 29 જાન્યુઆરીથી શરૂ થશે. સત્ર દરમિયાન નાણાકીય વર્ષ 2021-22નું સામાન્ય બજેટ(Union Budget 2021) 1 ફેબ્રુઆરીએ સંસદમાં રજૂ કરવામાં આવશે. લોકસભા સચિવાલયના નિવેદન મુજબ બે ભાગમાં બજેટ સત્ર 8 એપ્રિલ સુધી ચાલશે. બજેટ સત્રનો પ્રથમ તબક્કો 29 જાન્યુઆરીથી 15 ફેબ્રુઆરી સુધી ચાલશે જ્યારે બીજો તબક્કો 8 માર્ચથી 8 એપ્રિલ સુધી ચાલશે.

નાણામંત્રી નિર્મલા સીતારમણ પાસે આગામી બજેટમાં આ અપેક્ષાઓ છે:

1. હાલમાં આવકવેરા અધિનિયમ 80 CCE હેઠળ, કલમ 80C , 80CCC અને 80CCD(1) હેઠળ વર્ષે રૂ 1.50 લાખની આવક પર આવકવેરામાંથી મુક્તિ છે. લોકો અપેક્ષા કરી રહ્યા છે કે નાણાં પ્રધાન તેને વધારીને 2.5 લાખ કરે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

૨. આ બજેટથી લોકોને આશા છે કે મૂડી લાભને સોવરિન ગોલ્ડ બોન્ડ સ્કીમ (SGB) હેઠળ જોગવાઈથી મુક્તિ મળશે અને કોઈ ચોક્કસ વર્ષ માટે કોઈ સંદર્ભ રહે નહીં.

3. રાષ્ટ્રીય પેન્શન સિસ્ટમ (NPS) ખાતું બંધ થવા પર ઉપાડની રકમમાંથી માત્ર 60 ટકા જ ટેક્સમાંથી છૂટ મળે છે. લોકોની માંગ છે કે NPS માંથી ઉપાડની સંપૂર્ણ રકમ ટેક્સ મુક્ત હોવી જોઈએ.

4. બીજા દેશમાં કર કપાતને કરદાતાની આવક માનવી જોઈએ. આવકવેરા કાયદાની કલમ 198 હેઠળ, જો વિદેશમાં કર કપાત કરવામાં આવે છે, તો તે આકારણીની કુલ આવક તરીકે માનવી જોઈએ.

5. ડિવિડન્ડ ડિસ્ટ્રિબ્યુશન ટેક્સ (DDT) ને દૂર કરવા માટે ઘણા સુધારાઓની જરૂર છે.

6. મલ્ટીનેશનલ કંપનીઓને પણ આ બજેટથી કોર્પોરેટ ટેક્સમાં રાહત મળે તેવી અપેક્ષા છે.

7. જાહેર ક્ષેત્રની બેંકોની સંખ્યા પણ 2021-22 ના બજેટથી ઘટાડવાની ધારણા છે. જાહેર ક્ષેત્રની બેંકોને બજેટમાં મર્જ કરવાની જાહેરાત પણ થઈ શકે છે.

૮. એક ફેબ્રુઆરીએ રજૂ થનારા બજેટમાં Vehicle Scrappage Policy ની ઘોષણા થઈ શકે છે, તેનો હેતુ માંગને પ્રોત્સાહિત કરીને જુના, પ્રદૂષિત વાહનોને દૂર કરવાનો છે.

9. આ બજેટમાં સરકાર રેલવેમાં ખાનગી રોકાણ વધારવા પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરી શકે છે.

10. દેશનો વેપારી વર્ગ સામાન્ય બજેટમાં GST માં ઘટાડો અને વેપાર ધમધમતો કરવા માટે ઓછા વ્યાજ દરે લોન મેળવવાની આશા રાખે છે.

 

આ પણ વાંચો: INDvsAUS: ઓસ્ટ્રેલીયાનો ભારત સામે પ્રથમ દાવ 369 રને સમેટાયો, નટરાજન, સુંદર અને ઠાકુરે 3-3 વિકેટ ઝડપી

Next Article