Breaking News : અમેરિકા સાથે કરાયેલા ટ્રેડ ડીલમાં, ખેત પેદાશ, ડેરી પ્રોડક્ટ, બાગાયત, મરી મસાલાને રખાયા બાકાત, જાણો અમેરિકાથી શું શું ભારતમાં આયાત નહીં થઈ શકે ?

ભારત અને અમેરિકા વચ્ચે થયેલા ટ્રેડ ડીલમાં ભારતીય ખેત પેદાશ, ડેરી પ્રોડક્ટ, બાગાયત, મરી મસાલા વગેરેને બાકાત રાખવામા આવ્યા છે. એટલે કે, અમેરિકાથી ખેત પેદાશ, ડેરી પ્રોડક્ટ, બાગાયત, મરી મસાલા સહીતની ખેતપેદાશ વગેરે ભારતમાં આયાત નહીં કરી શકાય. સરકારના આ પગલાને કારણે, કૃષિ સાથે સંકળાયેલ ખેડૂત અને કૃષિ ક્ષેત્રને સુરક્ષા પૂરી પાડવામાં આવી છે.

| Edited By: | Updated on: Feb 07, 2026 | 11:22 AM
1 / 7
યુએસએ સાથે કરાયેલ વ્યાપાર કરારમાંથી,  શાકભાજી અને ફ્રોજન શાકભાજીને મુક્તિ આપવામાં આવી છે. અમેરિકામાં ઉગાડેલા શાક કે ફ્રોજન શાકભાજી ભારતમાં આયાત નહીં કરી શકાય.
અમેરિકાથી ડૂંગળી, બટાકા, વટાણા, મશરુમ, તુવેર, શકકરીયા,કાબુલી ચણા, શિમલા મરચું, લસણ, ભીંડા વગેરેનો સમાવેશ થાય છે.

યુએસએ સાથે કરાયેલ વ્યાપાર કરારમાંથી, શાકભાજી અને ફ્રોજન શાકભાજીને મુક્તિ આપવામાં આવી છે. અમેરિકામાં ઉગાડેલા શાક કે ફ્રોજન શાકભાજી ભારતમાં આયાત નહીં કરી શકાય. અમેરિકાથી ડૂંગળી, બટાકા, વટાણા, મશરુમ, તુવેર, શકકરીયા,કાબુલી ચણા, શિમલા મરચું, લસણ, ભીંડા વગેરેનો સમાવેશ થાય છે.

2 / 7
ભારતે અમેરિકા સાથે કરેલ ટ્રેડ ડીલમાં ભારતીય બાગાયત ક્ષેત્રને પણ ખાસ ધ્યાને લેવાયું છે. આ ટ્રેડ ડીલ અતંર્ગત  ફળફળાદી પણ અમેરિકાથી આયાત નહીં કરી શકીય. ખાસ કરીને કેળા, કેરી, સ્ટ્રોબેરી,ચેરી, સુકા આલુબુખારા,સુકા સફરજન, આમલી, સંતરા, લિંબુ, દ્રાક્ષ, અન્ય સુકા ફળનો સમાવેશ થાય છે.

3 / 7
ડેરી પ્રોડક્ટ પણ આ ટ્રેડ ડીલમાંથી બાકાત છે. એટલે કે, ભારતીય પશુપાલન અને ડેરી ઉદ્યોગને રાહત આપવા માટે અમેરિકાથી કેટલીક ડેરી પ્રોડક્ટને આ ટ્રેડ ડીલ હેઠળ આયાત નહીં કરી શકાય. જેમા
દૂઘ, ક્રીમ, યોગાર્ટ, છાસ, માખણ, ઘી, ચીઝ, બટર ઓઈલ, પનીર વગેરેનો સમાવેશ થાય છે.

ડેરી પ્રોડક્ટ પણ આ ટ્રેડ ડીલમાંથી બાકાત છે. એટલે કે, ભારતીય પશુપાલન અને ડેરી ઉદ્યોગને રાહત આપવા માટે અમેરિકાથી કેટલીક ડેરી પ્રોડક્ટને આ ટ્રેડ ડીલ હેઠળ આયાત નહીં કરી શકાય. જેમા દૂઘ, ક્રીમ, યોગાર્ટ, છાસ, માખણ, ઘી, ચીઝ, બટર ઓઈલ, પનીર વગેરેનો સમાવેશ થાય છે.

4 / 7
ભારતના તેજાના વિશ્વના અનેક દેશમાં નિકાસ થાય છે. સારી ગુણવત્તાના મરી મસાલા ભારતમાંથી અન્ય દેશમાં નિકાસ કરી શકાય તે માટે અમેરિકાના મરી મસાલાને વ્યાપાર કરારમાંથી મુક્ત રાખવામાં આવ્યા છે. જેમા મરચુ, લવિંગ, સુકા મરચા, તજ, ધાણાજીરુ, જીરુ, હીંગ, આદુ, હળદર, અજમો, મેથી, રાઈ, અન્ય મરી મસાલાનો સમાવેશ થાય છે.

5 / 7
બ્લેક ચા, ગ્રીન ટી, ટી બેગ્સની આયાત ઉપર પણ નવા ટ્રેડ ડીલ અંતર્ગત પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.

બ્લેક ચા, ગ્રીન ટી, ટી બેગ્સની આયાત ઉપર પણ નવા ટ્રેડ ડીલ અંતર્ગત પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.

6 / 7
અનાજને પણ નવા ટ્રેડ ડીલમાંથી મુક્તિ આપવામાં આવી છે. એટલે કે, ઘઉં, રાગી, મકાઈ, ચોખા, જુવાર, બાજરી,ઓટ્સ, મેંદો, છાંડેલુ અનાજ, ઘઉ-મકાઈ-ચોખા-બાજરીનો લોટ વગેરે આયાત નહીં કરી શકાય.

અનાજને પણ નવા ટ્રેડ ડીલમાંથી મુક્તિ આપવામાં આવી છે. એટલે કે, ઘઉં, રાગી, મકાઈ, ચોખા, જુવાર, બાજરી,ઓટ્સ, મેંદો, છાંડેલુ અનાજ, ઘઉ-મકાઈ-ચોખા-બાજરીનો લોટ વગેરે આયાત નહીં કરી શકાય.

7 / 7
ટુકમાં ભારતે અમેરિકા સાથે કરેલ ટ્રેડ ડીલમાં ભારતીય ખેતી, ખેડૂત અને ખેતપેદાશને રક્ષણ આપવા માટે કેટલાક પગલાં લેવાયા છે. જે અનુસાર ફ્રોજન શાકભાજી, શાકભાજી, ડબ્બામાં પેક કરેલ શાકભાજી,મરી મસાલા, ડેરી પ્રોડક્ટ વગેરેની આયાત નહીં થઈ શકે.