UIDAI દેશભરમાં 166 આધાર સેવા કેન્દ્રો ખોલશે, જાણો અહીં શું-શું કામ કરવામાં આવશે

UIDAIએ કહ્યું કે તે દેશમાં 166 નવા આધાર સેવા કેન્દ્રો ખોલવાની તૈયારી કરી રહ્યું છે. હાલમાં 166માંથી 55 આધાર સેવા કેન્દ્રો (ASKs) કાર્યરત છે. તમને જણાવી દઈએ કે આ કેન્દ્ર પ્રાઈવેટ રીતે કોઈ ખોલી શક્તુ નથી.

UIDAI દેશભરમાં 166 આધાર સેવા કેન્દ્રો ખોલશે, જાણો અહીં શું-શું કામ કરવામાં આવશે
166 નવા આધાર સેવા કેન્દ્રો ખોલવામાં આવશે.
| Edited By: | Updated on: Oct 02, 2021 | 6:04 PM

યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI)એ દેશભરમાં 166 આધાર નોંધણી અને અપડેટ કેન્દ્રો ખોલવાની તૈયારી કરી રહ્યું છે. શનિવારે એક સત્તાવાર નિવેદનમાં આ માહિતી આપવામાં આવી છે. હાલમાં 166માંથી 55 આધાર સેવા કેન્દ્રો (ASKs) કાર્યરત છે. આ સિવાય બેંકો, પોસ્ટ ઓફિસ અને રાજ્ય સરકારો દ્વારા 52,000 આધાર નોંધણી કેન્દ્રો ચલાવવામાં આવી રહ્યા છે.

 

UIDAI દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે UIDAI 122 શહેરોમાં 166 સિંગલ આધાર નોંધણી અને અપડેટ કેન્દ્રો ખોલવાની યોજના ધરાવે છે. આધાર સેવા કેન્દ્રો અઠવાડિયાના સાત દિવસ ખોલવામાં આવે છે. અત્યાર સુધી આ કેન્દ્રો વિકલાંગ વ્યક્તિઓ સહિત 70 લાખ લોકોની જરૂરિયાત પૂરી કરી ચૂક્યા છે. મોડેલ Aના આધાર સેવા કેન્દ્રો (Model-A ASKs) પાસે દરરોજ 1,000 નોંધણી અને અપડેટ રીક્વેસ્ટ પુરી કરવાની  ક્ષમતા છે.

 

જ્યારે મોડલ બી કેન્દ્રો (Model-B ASKs) 500 અને  મોડેલ-સી (Model-C ASKs) નોંધણી અને અપડેટ રીક્વેસ્ટ પૂરી કરી શકે છે. અત્યાર સુધી UIDAIએ 130.9 કરોડ લોકોને આધાર નંબર આપ્યા છે.

 

આધાર સેવા કેન્દ્ર પ્રાઈવેટમાં ઉપલબ્ધ નથી

અમે તમને જણાવી દઈએ કે આધાર સેવાઓ ફક્ત બેન્કો, પોસ્ટ ઓફિસો, કોમન સર્વિસ સેન્ટર (CSC), રાજ્ય સરકારના અધિકારીઓની ઓફિસ અને UIDAI દ્વારા સંચાલિત આધાર સેવા કેન્દ્રમાં ઉપલબ્ધ છે. આધાર કેન્દ્રો ખાનગી રીતે કાર્યરત નથી. આ સંદર્ભમાં વધુ માહિતી રાજ્ય સરકારના સ્થાનિક સત્તાવાળાઓ પાસેથી મેળવી શકાય છે (જેના હેઠળ આધાર કેન્દ્રો ચાલી રહ્યા છે). ” ત્યાંથી પ્રક્રિયા જાણી શકાય છે.

 

ઈન્ટરનેટ કેફેના લોકો આધારનું બોર્ડ લટકાવીને કઈ સર્વિસ આપતા હોય છે?

બીજી બાજુ તમે ઈન્ટરનેટ કેફેમાં આધારના પોસ્ટર, બેનરો વગેરે જોયા જ હશે. આવી સ્થિતિમાં મનમાં પ્રશ્ન ઉભો થાય છે કે તેઓ કેવી રીતે કામ કરે છે. હકીકતમાં કેફે આધાર સાથે સંબંધિત સમાન સેવાઓ પૂરી પાડે છે, જે UIDAI સામાન્ય માણસને આપે છે. આધાર કાર્ડમાં નામ, સરનામું, જન્મ તારીખ અથવા અન્ય વિગતો સુધારવી, ફોટો બદલવો, પીવીસી કાર્ડ છાપવું, સામાન્ય આધાર કાર્ડનો ઓર્ડર કરવો વગેરે.

 

આ કામ UIDAIની વેબસાઈટ પર જાતે પણ કરી શકાય છે

સામાન્ય માણસ પણ UIDAIની વેબસાઈટ પર આ બધી વસ્તુઓ જાતે કરી શકે છે. હવે મોબાઈલ એપ્સ પણ આવી ગઈ છે. પરંતુ જેઓ ટેક્નો ફ્રેન્ડલી નથી, તેઓ ઈન્ટરનેટ કેફે તરફ વળે છે. આ સેવાઓ માટે UIDAI દ્વારા રકમ વસુલવામાં આવતી હોય છે, તેમાં કેટલાક પૈસા ઉમેરીને કેફે માલિક  સામાન્ય માણસ પાસેથી પોતાની ફી તરીકે લે છે.

 

UIDAI ચાર્જ કરતા કેફે માલિક વધારે ચાર્જ લેતા હોય છે

ઉદાહરણ તરીકે જન્મ તારીખ સુધારવા અથવા પીવીસી કાર્ડ મેળવવા માટે UIDAIની નિયત ફી 50 રૂપિયા છે, જ્યારે કેફે માલિક સામાન્ય માણસ પાસેથી 70થી 100 રૂપિયા જેટલો ચાર્જ લે છે. આ રીતે, તે આ કામો માટે 30 થી 50 લઈને 100 રૂપિયા સુધી કમાય છે.

 

આ પણ વાંચો :  વિકાસની હરણફાળ : ગુજરાત ખાનગી કંપનીઓના રોકાણ માટે બની રહ્યું છે સૌથી વધુ પસંદગીનું રાજ્ય