UIDAI Alert: આધાર ફોટોકોપી શેયર કરવાના આદેશને લઈને સરકારનો યુ ટર્ન, જાણો સમગ્ર મામલો
આધાર જાહેર કરતી સંસ્થા UIDAIએ લોકોને અપીલ કરી છે કે તેઓ આધારની ફોટોકોપીનો આડેધડ ઉપયોગ ન કરે. આમ કરવાથી તમારા આધારનો દુરુપયોગ થઈ શકે છે. હાલમાં સરકારે આ આદેશ પર યુ-ટર્ન લીધો છે.

કેન્દ્ર સરકારે આધાર કાર્ડને લઈને 27 મેના રોજ જાહેર કરવામાં આવેલી એડવાઈઝરી પાછી ખેંચી લીધી છે. સરકાર તરફથી કહેવામાં આવ્યું છે કે આ એડવાઈઝરી UIDAIની બેંગ્લોર ઓફિસ દ્વારા જાહેર કરવામાં આવી છે. સરકારે કહ્યું કે આ એડવાઈઝરીનું ખોટું અર્થઘટન કરવામાં આવી રહ્યું છે, તેથી તેને પાછી ખેંચવામાં આવી રહી છે. વાસ્તવમાં, આધાર જાહેર કરતી સંસ્થા UIDAIએ લોકોને ચેતવણી આપી હતી કે તેઓ કોઈપણ સંસ્થા સાથે આધારની ફોટોકોપી શેયર કરવાથી દૂર રહે. UIDAI દ્વારા જાહેર કરાયેલા રીલીઝ મુજબ આધારની (Aadhaar Card) કોપી કોઈપણ સંસ્થા સાથે શેયર કરશો નહીં. આમ કરવાથી તમારા આધારનો દુરુપયોગ થઈ શકે છે. લોકોને માસ્ક્ડ આધારનો (Masked Aadhaar) ઉપયોગ કરવાની અપીલ કરવામાં આવી હતી.
તમારો આધાર નંબર માસ્ક્ડ કોપીમાં છુપાયેલો છે. આમાં માત્ર છેલ્લા 4 અંક જ દેખાય છે. માસ્ક્ડ આધાર UIDAI વેબસાઈટ (https://myaadhaar.uidai.gov.in/) પરથી ડાઉનલોડ કરી શકાય છે. આ વેબસાઇટ પર લૉગિન કર્યા પછી, Do you want a masked વિકલ્પ પસંદ કરીને માસ્ક્ડ આધાર ડાઉનલોડ કરી શકો છો.
.@UIDAI issued #Aadhaar card holders are only advised to exercise normal prudence in using and sharing their UIDAI Aadhaar numbers
Read here: https://t.co/2JNOYtsse7
— PIB India (@PIB_India) May 29, 2022
સાર્વજનિક કમ્પ્યુટર પર આધારનો ઉપયોગ કરવાનું ટાળો
આધાર કાર્ડની સુરક્ષાને લઈને UIDAIએ કહ્યું કે લોકોએ પબ્લિક કોમ્પ્યુટર અને પ્રાઈવેટ સાયબર કાફેનો ઉપયોગ કરવાનું ટાળવું જોઈએ. આમ છતાં, જો તમે પબ્લિક કોમ્પ્યુટરનો ઉપયોગ કરો છો તો ખાતરી કરો કે કોમ્પ્યુટરમાં કોઈપણ પ્રકારનો ડેટા સેવ ન થાય. જો આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન કોઈ કોપી ડાઉનલોડ કરવામાં આવે તો તેને ચોક્કસપણે કાઢી નાખો.
aadhaar_official #AadhaarEssentials Download your #Aadhaar only from the official UIDAI portal: https://t.co/VRUcEKR5xl If you have used a public computer to download, don't forget to delete the downloaded file. #Aadhaar #UIDAI pic.twitter.com/QZEDaFq3OU
— Aadhaar (@UIDAI) May 27, 2022
આધારની નકલ ફક્ત લાયસન્સ પ્રાપ્ત સંસ્થાઓ સાથે જ શેયર કરો
UIDAI અનુસાર સંસ્થાઓને યુઝર લાયસન્સ આપવામાં આવ્યા છે. જે સંસ્થાઓને આધાર કાર્ડ માટે યુઝર લાયસન્સ આપવામાં આવ્યું છે, તે સંસ્થાઓને જ આધારની ફોટોકોપી શેયર કરવાની સૂચના આપવામાં આવી છે. બિન-લાયસન્સ ધરાવતી ખાનગી સંસ્થાઓ જેમ કે હોટલ, મોલને આધાર કાર્ડ એકત્ર કરવા અને સંગ્રહ કરવાની મંજૂરી નથી. આધાર એક્ટ 2016 હેઠળ આને ગુનો ગણવામાં આવે છે. આવી સ્થિતિમાં જો કોઈ સંસ્થા આધાર કોપીની માંગ કરે છે તો પહેલા તે લાયસન્સ છે કે નહીં તે તપાસો.
માસ્કડ આધાર કાર્ડ શું છે?
UIDAI અનુસાર માસ્ક કરેલા આધાર કાર્ડમાં પહેલા 8 અંક છુપાયેલા છે. આમાં માત્ર છેલ્લા 4 અંક જ દેખાય છે. માસ્ક કરેલ આધાર કાર્ડ ડાઉનલોડ કરેલ ઈ-આધારમાં નંબર છુપાવવાનો વિકલ્પ આપે છે. આ સાથે તમારા આધાર કાર્ડની સુરક્ષા જળવાઈ રહે છે.