વધુ બે બેંકોએ આજથી તેમની લોન મોંઘી કરી, વ્યાજનો કેટલો બોજ વધશે?

|

Sep 10, 2022 | 9:33 AM

એવી આશંકા પણ છે કે ઓક્ટોબરમાં લોન વધુ મોંઘી થઈ શકે છે. Deutsche Bankનો અંદાજ છે કે રિઝર્વ બેન્ક સપ્ટેમ્બરની નાણાકીય સમીક્ષામાં રેપો રેટમાં એક ક્વાર્ટર ટકાનો વધારો કરી શકે છે.

વધુ બે બેંકોએ આજથી તેમની લોન મોંઘી કરી,  વ્યાજનો કેટલો બોજ વધશે?
Loans will be expensive

Follow us on

રિઝર્વ બેંક(Reserve Bank of India – RBI)દ્વારા મુખ્ય દરોમાં વધારા સાથે લોન(Loan) મોંઘી થવાની પ્રક્રિયા સતત ચાલુ રહે છે. વધુ બે બેંકોએ તેમની લોનના દરમાં વધારો કરવાની જાહેરાત કરી છે. બેંક ઓફ બરોડા(Bank of Baroda – BOB) અને ઇન્ડિયન ઓવરસીઝ બેંકે(Indian Overseas Bank) તેમના MCLR દરમાં વધારો કરવાની જાહેરાત કરી છે. ઈન્ડિયન ઓવરસીઝ બેંકના જણાવ્યા અનુસાર આજે શનિવારથી તેમની લોનના દરમાં વધારો થશે. બીજી તરફ બેંક ઓફ બરોડાના નવા દર સોમવારથી લાગુ થશે. હાલમાં લોનના દરમાં વધુ વધારો અપેક્ષિત છે. વાસ્તવમાં નિષ્ણાતોનું માનવું છે કે સપ્ટેમ્બરના અંતમાં યોજાનારી પોલિસી સમીક્ષામાં રિઝર્વ બેન્ક વ્યાજદરમાં વધારો કરી શકે છે જેના કારણે આવનારા સમયમાં લોન વધુ મોંઘી થશે.

લોન કેટલી મોંઘી થશે ?

બેંક ઓફ બરોડા (BoB) અને ઇન્ડિયન ઓવરસીઝ બેંક (IOB) એ માહિતી આપી છે કે તેઓએ લોન વિતરણ માટે તેમના MCLR દરમાં 0.10 ટકા સુધીનો વધારો કર્યો છે. IOB એ એક નિયમનકારી નોટિસમાં જણાવ્યું છે કે તેણે તમામ રકમના સેગમેન્ટમાં તેના MCLR દરોમાં 0.10 ટકા સુધીનો વધારો કર્યો છે. શનિવારથી નવા દર લાગુ થવાથી ગ્રાહકો માટે લોન લેવી મોંઘી થઈ જશે. સીમાંત ખર્ચ આધારિત ધિરાણ દર (MCLR)માં વધારા સાથે તમામ પ્રકારની લોન મોંઘી થશે.  કાર, પર્સનલ અને રેસિડેન્શિયલ લોનનો સમાવેશ થાય છે. એક વર્ષનો MCLR હવે 7.65 ટકા છે જ્યારે બે વર્ષ અને ત્રણ વર્ષનો MCLR 7.80 ટકા છે. બેંક ઓફ બરોડાએ પણ એક વર્ષનો MCLR વધારીને 7.80 ટકા કર્યો છે. છ મહિનાનો MCLR હવે 7.65 ટકા છે જ્યારે ત્રણ વર્ષનો MCLR 7.50 ટકા છે. બેંક ઓફ બરોડાએ જણાવ્યું કે લોનના નવા દર 12 સપ્ટેમ્બરથી લાગુ થશે.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

ઓક્ટોબરમાં લોન વધુ મોંઘી થવનો ભય

એવી આશંકા પણ છે કે ઓક્ટોબરમાં લોન વધુ મોંઘી થઈ શકે છે. Deutsche Bankનો અંદાજ છે કે રિઝર્વ બેન્ક સપ્ટેમ્બરની નાણાકીય સમીક્ષામાં રેપો રેટમાં એક ક્વાર્ટર ટકાનો વધારો કરી શકે છે. તેની અસર લોનના દરમાં જોવા મળશે. સેન્ટ્રલ બેંકે આ વર્ષના મે મહિનાથી રેપો રેટમાં 1.40 ટકાનો વધારો કર્યો છે. ફુગાવો રિઝર્વ બેન્કના 6 ટકાના સંતોષકારક સ્તરથી ઉપર જ રહ્યો છે જેને ધ્યાનમાં રાખીને મધ્યસ્થ બેન્કે ત્રણ તબક્કામાં પોલિસી રેટમાં 1.40 ટકાનો વધારો કર્યો છે.

Next Article