AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Top Gainers Stocks: આ અઠવાડિયે આ 5 શેરે રોકાણકારોને કર્યા માલામાલ, 70%થી વધુ આપ્યું વળતર

Top Gainers This Week: ભારતીય શેરબજારો સતત બીજા કારોબારી સપ્તાહમાં (7 થી 11 ઓક્ટોબર) ઘટાડા સાથે બંધ થયા છે. આ અઠવાડિયે સેન્સેક્સ 0.4 ટકા અને નિફ્ટી 0.2 ટકા ઘટીને બંધ થયા છે. વિદેશી રોકાણકારોની ભારે વેચવાલીથી બજારનું સેન્ટિમેન્ટ નબળું પડ્યું છે. જો કે, આ નબળા બજારમાં પણ ઘણા શેરોએ તેમના રોકાણકારોને ઉત્તમ વળતર આપ્યું છે.

Top Gainers Stocks: આ અઠવાડિયે આ 5 શેરે રોકાણકારોને કર્યા માલામાલ, 70%થી વધુ આપ્યું વળતર
Top Gainers Stocks
| Updated on: Oct 12, 2024 | 6:14 PM
Share

Top Gainers This Week: ભારતીય શેરબજારો સતત બીજા કારોબારી સપ્તાહમાં (7 થી 11 ઓક્ટોબર) ઘટાડા સાથે બંધ થયા છે. આ અઠવાડિયે સેન્સેક્સ 0.4 ટકા અને નિફ્ટી 0.2 ટકા ઘટીને બંધ થયા છે. વિદેશી રોકાણકારોની ભારે વેચવાલીથી બજારનું સેન્ટિમેન્ટ નબળું પડ્યું છે. જો કે, આ નબળા બજારમાં પણ ઘણા શેરોએ તેમના રોકાણકારોને ઉત્તમ વળતર આપ્યું છે. ચાલો આ અઠવાડિયે સૌથી વધુ વળતર આપતા ટોપ-5 શેરો વિશે જાણીએ-

શ્રીડસ ઇન્ડસ્ટ્રીઝ (Shrydus Industries)

આ સપ્તાહનો સૌથી વધુ વળતર આપતો સ્ટોક છે. છેલ્લા 5 દિવસમાં આ શેરે તેના રોકાણકારોને 72.34 ટકા વળતર આપ્યું છે. શુક્રવાર, 11 ઓક્ટોબરે બીએસઈ પર તેનો શેર રૂ. 27.54 પર બંધ થયો હતો. તે ખૂબ જ નાની કંપની છે, જેની માર્કેટ કેપ રૂ. 88.17 કરોડ છે. આ કંપની નોન-બેંકિંગ ફાયનાન્સ સેક્ટરમાં બિઝનેસ કરે છે.

ઈન્ડિયા સ્ટીલ વર્ક્સ (India Steel Works)

આ શેરે છેલ્લા 5 દિવસમાં તેના રોકાણકારોને 69.89 ટકાનું બમ્પર વળતર આપ્યું છે. શુક્રવારે, ઓક્ટોબર 11, તેના શેર BSE પર 2.57 ટકા વધીને રૂ. 5.98 પર બંધ થયા હતા. તે સ્મોલકેપ કંપની છે, જેની માર્કેટ કેપ રૂ. 238.05 કરોડ છે. આ કંપની લોખંડ અને સ્ટીલ ઉત્પાદનોના ઉત્પાદનનો વ્યવસાય કરે છે.

 શિવ ગ્રેનિટો એક્સપોર્ટ (Shiva Granito Export)

આ શેરે છેલ્લા 5 દિવસમાં તેના રોકાણકારોને 57.45 ટકાનું મજબૂત વળતર આપ્યું છે. શુક્રવાર, 11 ઓક્ટોબરે, તેનો શેર BSE પર રૂ. 22.20 પર બંધ થયો હતો, જે 20 ટકાની અપર સર્કિટ મર્યાદાને સ્પર્શે છે. આ ખૂબ જ નાની કંપની છે, જેની માર્કેટ કેપ રૂ. 29.34 કરોડ છે. આ કંપની અન્ય કન્સ્ટ્રક્શન મટિરિયલના ક્ષેત્રમાં બિઝનેસ કરે છે.

નાપબુક્સ લિમિટેડ ( Naapbooks Ltd)

આ શેરે છેલ્લા 5 દિવસમાં તેના રોકાણકારોને 57.09 ટકાનું મજબૂત વળતર આપ્યું છે. શુક્રવાર, 11 ઓક્ટોબરે, તેનો શેર BSE પર 20 ટકાના ઉછાળા સાથે રૂ. 98.40 પર બંધ થયો હતો. આ પણ ખૂબ જ નાની કંપની છે, જેની માર્કેટ કેપ રૂ. 88.75 કરોડ છે. આ કંપની સોફ્ટવેર અને કન્સલ્ટિંગ ક્ષેત્રે બિઝનેસ કરે છે.

જયકે એન્ટરપ્રાઇઝ લિ (Jaykay Enterprises Ltd)

આ શેરે છેલ્લા 5 દિવસમાં તેના રોકાણકારોને 54.13 ટકા વળતર આપ્યું છે. શુક્રવાર, 11 ઓક્ટોબરે બીએસઈ પર તેનો શેર 7.7 ટકાના વધારા સાથે રૂ. 147.32 પર બંધ થયો હતો. તે સ્મોલકેપ કંપની છે, જેની માર્કેટ કેપ રૂ. 1,722.40 કરોડ છે. આ કંપની એરોસ્પેસ અને સંરક્ષણ ક્ષેત્રે બિઝનેસ કરે છે.

નોંધ: અહીં આપેલી માહિતી માત્ર જાણકારીના હેતુથી આપવામાં આવી છે, અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે બજારમાં રોકાણ બજારના જોખમોને આધીન છે. આથી રોકાણકાર કરતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લો.Tv9 ગુજરાતી ક્યારેય કોઈને રોકાણ સંબંધીત સલાહ આપતું નથી.

ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video
ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video
પોરબંદરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન ડ્રાઈવ, લારી-ગલ્લા ધારકો પર તવાઈ
પોરબંદરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન ડ્રાઈવ, લારી-ગલ્લા ધારકો પર તવાઈ
માંડવી બીચ પર ડોલ્ફિનનું આ આગમન, પ્રવાસીઓએ દ્રશ્યો કેમેરામાં કર્યા કેદ
માંડવી બીચ પર ડોલ્ફિનનું આ આગમન, પ્રવાસીઓએ દ્રશ્યો કેમેરામાં કર્યા કેદ
સૌરાષ્ટ્રના ખેડૂતોને ડુંગળીના પોષણક્ષણ ભાવ ન મળતા પારાવાર નુકસાન-VIDEO
સૌરાષ્ટ્રના ખેડૂતોને ડુંગળીના પોષણક્ષણ ભાવ ન મળતા પારાવાર નુકસાન-VIDEO
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, પડશે આકરી ઠંડી
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, પડશે આકરી ઠંડી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">