ભારતમાં નાના ઉદ્યોગોને મદદ કરવા માટે, Google 109 કરોડનું રોકાણ કરશે, જાણો વિગત

|

Feb 18, 2021 | 10:12 AM

ગૂગલે(google) બુધવારે જણાવ્યું છે કે કોવિડ -૧૯(covid -19)રોગચાળાને પગલે તે ભારતમાં નાના અને સૂક્ષ્મ ઉદ્યોગોને ટેકો આપવા માટે 15 લાખ ડોલર (લગભગ 109 કરોડ રૂપિયા) નું રોકાણ કરશે.

ભારતમાં નાના ઉદ્યોગોને મદદ કરવા માટે, Google 109 કરોડનું રોકાણ કરશે, જાણો વિગત
google india

Follow us on

ગૂગલે(google) બુધવારે જણાવ્યું છે કે કોવિડ -૧૯(covid -19)રોગચાળાને પગલે તે ભારતમાં નાના અને સૂક્ષ્મ ઉદ્યોગોને ટેકો આપવા માટે 15 લાખ ડોલર (લગભગ 109 કરોડ રૂપિયા) નું રોકાણ કરશે. આ રોકાણ યુ.એસ. બહારના નાના ઉદ્યોગોને મદદ કરવા માટે ગૂગલની 75 લાખ ડોલરની પ્રતિબદ્ધતાનો એક ભાગ છે.

કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું છે કે, અમે ભારતભરના નાના અને સૂક્ષ્મ ઉદ્યોગોને ટેકો આપવા માટે૧૫ લાખ ડોલરનું રોકાણ કરીશું. અમે સ્થાનિક ભાગીદારો સાથે ચર્ચા કરી રહ્યા છીએ. ”

ગૂગલે ગયા વર્ષે 20 કરોડ ડોલરનું રોકાણ કર્યું હતું
કંપની બિન-સરકારી ભાગીદારો સાથે કામ કરી રહી છે કે જેમની પાસે વ્યવસાયોને સંસાધનો પૂરા પાડવાનો લાંબો ટ્રેક રેકોર્ડ છે અને સામાન્ય રીતે પરંપરાગત ધીરનાર દ્વારા અવગણવામાં આવે છે. ગયા વર્ષે રોગચાળો ફાટી નીકળ્યો ત્યારે ગૂગલે નાના ઉદ્યોગોને ટેકો આપવાની 80 કરોડ ડોલરની પ્રતિબદ્ધતાના ભાગ રૂપે 20 કરોડ ડોલરના રોકાણની જાહેરાત કરી હતી.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

ગૂગલ આવતા પાંચ વર્ષમાં 75,000 કરોડનું રોકાણ કરશે
ટેક જાયન્ટ ગૂગલે પોતાના નિવેદનમાં કહ્યું છે કે તેનો વિશ્વભરના નાના ઉદ્યોગો સાથે ખાસ સંબંધ છે અને નાના ઉદ્યોગોને તેમનો આધાર વધારવામાં, નવીનતા લાવવા અને નવા ગ્રાહકો સુધી પહોંચવામાં મદદ કરે છે. કંપનીએ કહ્યું, “આજની ઘોષણા સાથે, અમને નવા પડકારનો સામનો કરવામાં મદદ કરવામાં અમને ગર્વ છે.”

ગયા વર્ષે જુલાઈમાં કંપનીના CEO સુંદર પિચાઇએ ગૂગલ ફોર ઈન્ડિયા ડિજિટલાઇઝેશન ફંડની જાહેરાત કરી હતી, જેના દ્વારા કંપનીએ ભારતને ડિજિટલ કરવામાં મદદ કરવા માટે આવતા પાંચ-સાત વર્ષમાં 75,000 કરોડ રૂપિયા અથવા લગભગ 10 અબજ ડોલરનું રોકાણ કરશે.

Next Article