10 લાખ સુધીના ઘરેણા ખરીદવા માટે, ઓળખના પૂરાવા આપવાની જરૂર નથી, સરકારે કરી સ્પષ્ટતા

|

Jan 11, 2021 | 8:28 AM

આખરે સરકારે સ્પષ્ટતા કરી છે કે ૧૦ લાખથી વધ રકમના ઝવેરાતની (jewelery) ખરીદી ઉપરજ KYC ફરજીયાત છે. તાજેતરમાં સોનાના ઝવેરાતની ખરીદી અંગે ગેરસમજ ફેલાઈ હતી

10 લાખ સુધીના ઘરેણા ખરીદવા માટે, ઓળખના પૂરાવા આપવાની જરૂર નથી, સરકારે કરી સ્પષ્ટતા

Follow us on

આખરે સરકારે સ્પષ્ટતા કરી છે કે ૧૦ લાખથી વધ રકમના ઝવેરાતની (jewelery) ખરીદી ઉપરજ KYC ફરજીયાત છે. તાજેતરમાં સોનાના ઝવેરાતની ખરીદી અંગે ગેરસમજ ફેલાઈ હતી કે તમે થોડી માત્રામાં સોનાની ખરીદી કરો તો પણ તમારે પાન અને આધાર કાર્ડ આધારિત KYC લેવાની જરૂર રહેશે તેમ જણાવાયું હતું. પીઆઈબીએ સ્પષ્ટ કર્યું છે કે આવી કોઈ જાહેરાત કરવામાં આવી નથી.

પીઆઈબીએ કહ્યું છે કે સૂચના મુજબ KYC ફક્ત 10 લાખ રૂપિયાથી વધુના જ્વેલરી પર જ જરૂરી છે. જ્યારે સોશ્યલ મીડિયા પર કહેવામાં આવી રહ્યું છે કે કેવાયસી 2 લાખથી વધુની રોકડ ખરીદી માટે ફરજિયાત રહેશે.

નાણાં મંત્રાલય શું કહે છે
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED ) ને કોઈપણ દસ્તાવેજો વિના સોનાના વેપારની તપાસ કરવાનો અધિકાર છે. નાણાં મંત્રાલયના આદેશ મુજબ હવે 10 લાખથી વધુના લેવડદેવડનો હિસાબ ઝવેરીઓ પાસે રાખવાનો રહેશે. આ કેસમાં જો પકડાશે તો 3-7 વર્ષની સજાની જોગવાઈ પણ છે.

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?

ગેરસમજને સોશિયલ મીડિયાએ ખુબ વાઇરલ કરી
૧૦ લાખ વધુ રકમની જવેરાત ખરીદી સામે કંઈક ફરજીયાત છે પણ કેટલાક લોકોને નિયમનું ખોટું અર્થઘટન કરી તમામ ખરીદી ઉપર KYC ની વાત વહેતી મૂકી હતી. જે સોશીયલ મીડિયામાં વાયુ વેગે વાઇરલ થતા આખરે સરકાર વતી PIB એ સ્પષ્ટતા કરવી પડી છે.

Next Article