લો બોલો, હવે Work From Home પછી Work From Hotel નો વિકલ્પ મળશે ! જાણો કંઈ રીતે મેળવવો આ લાભ

લો બોલો, હવે Work From Home પછી Work From Hotel નો વિકલ્પ મળશે ! જાણો કંઈ રીતે મેળવવો આ લાભ
Work From Home બાદ હવે Work From Hotel નો વિકલ્પ મળી રહ્યો છે

છેલ્લા એક વર્ષથી કોરોનાવાયરસ રોગચાળાને કારણે દેશભરના લાખો કર્મચારીઓ (Work From Home)ઘરેથી કામ કરી રહ્યા છે.

Ankit Modi

|

May 15, 2021 | 10:26 AM

છેલ્લા એક વર્ષથી કોરોનાવાયરસ રોગચાળાને કારણે દેશભરના લાખો કર્મચારીઓ (Work From Home)ઘરેથી કામ કરી રહ્યા છે. ઘણી મોટી કંપનીઓએ તેમના કર્મચારીઓને કાયમ ઘરેથી કામ કરવાની પણ છૂટ આપી છે. હવે, કર્મચારીઓ એક વર્ષ કરતા વધુ સમયથી ઘરેથી કામ કરી રહ્યા છે. આવી સ્થિતિમાં કંટાળો આવવો યોગ્ય છે. જો તમે પણ ઘરેથી કામ કરતાં કંટાળો આવે છે તો પછી તમે ખુબસુરત વાદીઓમાં ઓફિસનું કામ કરી શકો છો. આ માટે IRCTC એક ખાસ ઓફર લાવ્યું છે. IRCTCએ વર્ક ફ્રોમ હોમની તર્જ પર વર્ક ફ્રો હોટલ પેકેજ શરૂ કર્યું છે.

શું છે Work From Hotel ? IRCTCએ વર્ક ફ્રોમ હોમ(Work From Home)ની તર્જ પર વર્ક ફ્રોમ હોટલ(Work From Hotel)પેકેજ શરૂ કર્યું છે. આ ઓફર હેઠળ તમે તમારા મનપસંદ હોટલના રૂમમાં બેસી શકો અને વૈભવી વાતાવરણમાં ઓફિસનું કામ કરી શકો. IRCTCનું કહેવું છે કે કોરોના રોગચાળાને કારણે જેમને ઘરેથી કામ કરવાની ફરજ પડી છે તે માટે આ પેકેજ સારું છે.

લાભ મેળવવા આટલું કરો  આ ઓફરમાં પેકેજ 10,126 રૂપિયાથી શરૂ થાય છે. ત્રણ લોકો પાંચ રાત એક ઓરડામાં રહી શકશે. પેકેજમાં એક ડિસઇન્ફેક્ટેડ રૂમ, ત્રણ સમયનું ભોજન, બે વખત ચા / કોફી, Wi-Fi, સુરક્ષિત કાર પાર્કિંગ અને મુસાફરી વીમો શામેલ છે. એટલે કે આ પેકેજમાં કોઈ અલગ રકમ ચૂકવવાની રહેશે નહીં.

પેકેજ કઈ રીતે બુક કરશો ? IRCTCનું આ પેકેજ હાલમાં ફક્ત કેરળની હોટલોમાં જ ઉપલબ્ધ છે. જો તમારે કેરળમાં પ્રકૃતિના ખોળામાં બેસીને ઓફિસનું કામ પતાવવું હોય તો તમારે તેના માટે થોડી કિંમત ચૂકવવી પડશે. આઈઆરસીટીસી દ્વારા આ વિકલ્પ કેરળની હોટલોમાં ઉપલબ્ધ છે. તે કેરળના મુન્નાર, થેકકડી, કુમારકોમ, એલેપ્પી, કોવલમ, વાયનાડ અને કોચીન શહેરોમાં હોટલોમાં ઉપલબ્ધ છે. આ ઓફર હેઠળ પેકેજ ઓછામાં ઓછા પાંચ દિવસ માટે લેવાનું રહેશે. બાદમાં તેને લંબાવી શકાય છે. પેકેજનું બુકિંગ આઈઆરસીટીસી વેબસાઇટ અથવા આઈઆરસીટીસી ટૂરિઝમ મોબાઇલ એપ્સ પર થઈ શકે છે.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati