ભારત બાદ અમેરિકામાં ટિક્ટોક પ્રતિબંધિત થવાનો ખતરો! અમેરિકામાં ટકી રહેવા અમેરિકન ભાગીદાર શોધવામાં આવી રહ્યા છે 

|

Sep 18, 2020 | 11:48 AM

ભારત બાદ અમેરીકામાંથી પણ ટિક્ટોકને જાકારો મળે તેવા ભણકારા વાગી રહ્યા છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પએ રાષ્ટ્રીય સુરક્ષા કારણોસર ટિક્ટોકને અમેરિકામાં બેન કરવા તૈયારીઓ શરુ કરતા ભારત બાદ બીજો મોટો દેશ જાકારો આપે તો ચાઇનીસ કંપનીને મોટો ફટકો પડી શકે છે જેને અટકાવવા અનેક ગતકડાં કરવામાં આવી રહ્યા છે. ડેટા અસલામતી સહિતના કારણોસર ભારતે ટિક્ટોકને […]

ભારત બાદ અમેરિકામાં ટિક્ટોક પ્રતિબંધિત થવાનો ખતરો! અમેરિકામાં ટકી રહેવા અમેરિકન ભાગીદાર શોધવામાં આવી રહ્યા છે 

Follow us on

ભારત બાદ અમેરીકામાંથી પણ ટિક્ટોકને જાકારો મળે તેવા ભણકારા વાગી રહ્યા છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પએ રાષ્ટ્રીય સુરક્ષા કારણોસર ટિક્ટોકને અમેરિકામાં બેન કરવા તૈયારીઓ શરુ કરતા ભારત બાદ બીજો મોટો દેશ જાકારો આપે તો ચાઇનીસ કંપનીને મોટો ફટકો પડી શકે છે જેને અટકાવવા અનેક ગતકડાં કરવામાં આવી રહ્યા છે.

ડેટા અસલામતી સહિતના કારણોસર ભારતે ટિક્ટોકને બેન કાર્ય બાદ તાજેતરમાં ટ્રમ્પએ ટિકટોકને અમેરિકાની રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરો ગણાવ્યો હતો. ડોનાલ્ડ ટ્રમ્પે 6 ઓગસ્ટે બે વિકલ્પ જાહેર કાર્ય હતા. ટિકટોક અમેરિકાનો કારોબાર 20 સપ્ટેમ્બર સુધી સમેટી લે અથવા અમેરિકન કંપનીને વેચી દે તેમ જણાવાયું હતું.અમેરિકામાં પ્રતિબંધથી બચવા માટે ટિકટોક સમય મર્યાદામાં અમેરિકન કંપની સાથે પાર્ટનરશીપ કરવા મથામણ કરી રહી છે.

ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

ટિક્ટોકની મલિક ચીનની કંપની બાઈટડાન્સે ટિકટોકનું વૈશ્વિક મુખ્યાલય અમેરિકામાં ખસેડવા સુધી તૈયારી બતાવી છે. ટ્રમ્પની ચીમકી બાદ ટિકટોર પર પ્રતિબંધ લગાવવાના આદેશથી બચવા બાઈટડાન્સ અવનવા ગતકડાં કરી રહી છે.  ટિક્ટોકને અમેરિકામાં ટકાવવા ચાઇનીસ કંપની સફળ રહે છે કે ટ્રેપ એપને જાકારો આપે છે એ ઉપર તમામની મીટ મંડાઈ છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article