ITR Filing : ઇન્કમટેક્સ રિટર્ન ફાઈલ નહિ કરનારે આવતીકાલથી ચૂકવવો પડશે દંડ, કર બચતના લાભ પણ ગુમાવવા પડશે

|

Dec 31, 2021 | 6:05 AM

ITR ફાઈલ કરવામાં વિલંબ થવાના કિસ્સામાં કરદાતાએ દંડ ભરવો પડે છે તેમજ આવા લોકોને ઘણા પ્રકારની આવકવેરામાં છૂટ પણ મળતી નથી.

ITR Filing : ઇન્કમટેક્સ રિટર્ન ફાઈલ નહિ કરનારે આવતીકાલથી ચૂકવવો પડશે દંડ, કર બચતના લાભ પણ ગુમાવવા પડશે
કરદાતા પાસે Belated ITR ફાઇલ કરવાની તક હોય છે.

Follow us on

ITR Filing Last Date: ઇન્કમટેક્સ  રિટર્ન (ITR) ફાઈલ કરવાની આજે છેલ્લી તારીખ છે. જો કોઈ કારણોસર તમે 31 ડિસેમ્બર 2021 ની અંતિમ તારીખ પહેલાં તમારું ITR ફાઇલ કરી શકતા નથી તો તમારે દંડ ચૂકવવો પડી શકે છે.  સરકારે ITR મોડું ફાઈલ કરવા માટે લેટ ફી વસૂલવાની વ્યવસ્થા ઉભી કરી છે.

આવકવેરા કાયદાની કલમ 234A હેઠળ કરદાતાએ દર મહિને એક ટકાના દરે ટેક્સની રકમ પર વ્યાજ ચૂકવવું પડશે. જો તમે સરકાર દ્વારા નિર્ધારિત છેલ્લી તારીખ પછી ITR ફાઇલ કરો છો તો તમારી પાસેથી 5,000 રૂપિયાની લેટ ફાઇલિંગ ફી લેવામાં આવશે.

આવકવેરામાં  મુક્તિ નહિ મળે

ITR ફાઈલ કરવામાં વિલંબ થવાના કિસ્સામાં કરદાતાએ દંડ ભરવો પડે છે તેમજ આવા લોકોને ઘણા પ્રકારની આવકવેરામાં છૂટ પણ મળતી નથી. દંડની સાથે આવકવેરા કાયદાની કલમ-10A અને કલમ-10B હેઠળની છૂટ પણ ઉપલબ્ધ નથી. તે જ સમયે આવા લોકોને કલમ-80IA, 80IAB, 80IC, 80ID અને 80IE હેઠળ પણ છૂટ મળતી નથી.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

ઉપરાંત આવકવેરા રિટર્ન મોડું ફાઈલ કરવાને કારણે કરદાતાને આઈટી એક્ટની કલમ-80IAC, 80IBA, 80JJA, 80JJAA, 80LA, 80P, 80PA, 80QQB અને 80RRB હેઠળ કપાતનો લાભ મળશે નહિ.

જો તમે હજુ સુધી તમારું ઈન્કમટેક્સ રિટર્ન ફાઈલ કર્યું નથી તો શક્ય તેટલું જલ્દી કરો. અન્યથા તમારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. નવા પોર્ટલ પર ITR કેવી રીતે ફાઇલ કરવું તે પણ જાણો કારણ કે પદ્ધતિઓ બદલાઈ ગઈ છે. નવું પોર્ટલ પહેલા કરતા વધુ સરળ છે અને એકવાર તમે લોગીન થઈ જાઓ તો રિટર્ન ફાઈલ કરવામાં કોઈ સમસ્યા નહીં રહે. ચાલો જાણીએ કે પોર્ટલ પર ITR કેવી રીતે ફાઇલ કરવું.

 

ITR ફાઇલિંગ માટે આ સ્ટેપ્સને અનુસરો

  • IT રિટર્ન ફાઈલ કરવા માટે તમારે પહેલા https://www.incometax.gov.in/ આ લિંક પર જવું પડશે.
  • ટેક્સ પોર્ટલ પર લોગિન કરવા માટે ‘Option’ પસંદ કરવાનું રહેશે.
  • વિકલ્પોમાં તમારું USER ID દાખલ કરો, PAN નંબર દાખલ કરો અને continue પર ક્લિક કરો.
  • હવે તમને સિક્યોર એક્સેસ મેસેજ મળશે તેની પુષ્ટિ કરો. તે પછી continue પર ક્લિક કરો.
  • જો તમે 6 અંકના OTP ટેક્સ્ટ મેસેજ અથવા વૉઇસ કૉલ વિકલ્પ પસંદ કરો.
  • OTP રજિસ્ટર્ડ મોબાઇલ નંબર અથવા ઇમેઇલ ID પર મળેવી તેને દાખલ કરો અને લોગિન કરો.
  • હવે તમે આવકવેરા ઇ-ફાઇલિંગ ડેશબોર્ડ જોશો.
  • આ પછી તમે અહીં ટેક્સ ફાઇલિંગનું કામ શરૂ કરી શકો છો.

 

આ પણ વાંચો : Changes From 1 January 2022 : આગામી વર્ષમાં તમને સ્પર્શતી આ 5 બાબતોમાં ફેરફાર આવશે

 

આ પણ વાંચો : ITR : અંતિમ તારીખ નજીક આવતા રિટર્ન ફાઇલિંગની ઝડપમાં વધારો, 5 કરોડથી વધુ ITR ફાઈલ થયા

Next Article