ઘડપણમાં લાચાર બન્યા વિના કમાણી ચાલુ રાખવી હોય તો આ યોજના કરશે તમને મદદ, જાણો સમગ્ર વિગત

|

Oct 11, 2020 | 11:24 AM

લોકો જુવાનીના સમયથી ઘડપણને સુરક્ષિત રાખવા બચત કરતા હોય છે.ભાવિ પેઢી ઉપર નિર્ભર ન રહી નિવૃત્તિ બાદ પણ આવકનો સ્ત્રોત ચાલુ રાખવા માંગતા લોકો માટે National Pension Scheme – NPS ઘડપણનો મજબૂત આધારસ્થંભ બની શકે છે. જો તમે રિટાયરમેન્ટના પછી પણ સારી કમાણી શોધી રહ્યા છો તો NPS તરફ ચોક્કસ ધ્યાન આપવું જોઈએ . આ […]

ઘડપણમાં લાચાર બન્યા વિના કમાણી ચાલુ રાખવી હોય તો આ યોજના કરશે તમને મદદ, જાણો સમગ્ર વિગત

Follow us on

લોકો જુવાનીના સમયથી ઘડપણને સુરક્ષિત રાખવા બચત કરતા હોય છે.ભાવિ પેઢી ઉપર નિર્ભર ન રહી નિવૃત્તિ બાદ પણ આવકનો સ્ત્રોત ચાલુ રાખવા માંગતા લોકો માટે National Pension Scheme – NPS ઘડપણનો મજબૂત આધારસ્થંભ બની શકે છે. જો તમે રિટાયરમેન્ટના પછી પણ સારી કમાણી શોધી રહ્યા છો તો NPS તરફ ચોક્કસ ધ્યાન આપવું જોઈએ . આ યોજના 60 વર્ષની વય પછી પણ  50,000 રૂપિયાસુધી માસિક પેંશન આપી શકે છે.National Pension Scheme (NPS) એકાઉન્ટ પોતાના અથવા જીવનસાથીના નામે ખોલાવી શકાય છે.


NPSમાં રોકાણકાર પોતાની સગવડ અનુસાર  દર મહિને અથવા વાર્ષિક પૈસા જમા કરી શકે છે. યોજનામાં 1000 રૂપિયાથી રોકાણ શરૂ કરી શકાય છે  જેને 65 વર્ષની વય સુધી ચલાવી શકાય છે.  5000 રૂપિયા મહિને રોકાણ  30 વર્ષ સુધી કરવામાં આવે તો તો 10 ટકા રિટર્ન સાથે 60 વર્ષની ઉંમરે  અકાઉન્ટમાં 1.12 કરોડ રૂપિયા મળશે . પાકતી મુદતે  45 લાખ રૂપિયાની રકમ ઉપરાંત દર મહિને આજીવન 45000 રૂપિયાની માસિક પેન્શન મળશે. આ સ્કીમમાં ટેક્સ બેનિફિટ પણ છે. ઇનકમ ટેક્સ એક્ટના સેક્શન 80 Cના હેઠળ 1.5 લાખ રૂપિયા સિવાય 50,000 રૂપિયાનો બેનિફિટ ટેક્સ લઈ શકાય છે.

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

 National Pension Scheme – NPS વિશેની  માહિતી
* 1000 રૂપિયાથી રોકાણ શરૂ કરી શકાય છે
* ૬૫ વર્ષની વય સુધી  રોકાણ કરી શકાય છે
* રૂપિયા ૫ હજાર માસિક રોકાણનું  ૩૦ વર્ષ પછી  રૂપિયા ૧.૧૨ કરોડ વળતર મળે છે
* ઇન્કમ ટેક્સ એક્ટના સેક્શન 80 Cના હેઠળ લાભ મળે છે

આ પણ વાંચોઃ

Next Article