આ રોકાણે 1 વર્ષમાં 60% સુધી રિટર્ન આપ્યું ! જાણો રોકાણ અને તેના ભવિષ્યના ટ્રેન્ડ વિશે

|

Feb 20, 2021 | 7:40 AM

એક તરફ બજાર ઉપલા સ્તરે નોંધાયા છે તો બીજી તરફ ઇક્વિટી લિંક્ડ સેવિંગ સ્કીમ (Equity Linked Saving Scheme) અથવા ટેક્સ સેવિંગ મ્યુચ્યુઅલ ફંડ્સે છેલ્લા એક વર્ષમાં આ ગાળામાં 60 ટકા સુધીનું વળતર આપ્યું છે.

આ રોકાણે 1 વર્ષમાં 60% સુધી રિટર્ન આપ્યું ! જાણો રોકાણ અને તેના ભવિષ્યના ટ્રેન્ડ વિશે
Mutual Fund

Follow us on

વર્ષ 2021માં શેરબજારમાં જ્યાં રેકોર્ડ તેજી દેખાઈ છે, ત્યાં મ્યુચ્યુઅલ ફંડ યોજનાઓ પણ રોકાણકારોના ખિસ્સા ભરી રહ્યા છે. એક તરફ બજાર ઉપલા સ્તરે નોંધાયા છે તો બીજી તરફ ઇક્વિટી લિંક્ડ સેવિંગ સ્કીમ (Equity Linked Saving Scheme) અથવા ટેક્સ સેવિંગ મ્યુચ્યુઅલ ફંડ્સે છેલ્લા એક વર્ષમાં આ ગાળામાં 60 ટકા સુધીનું વળતર આપ્યું છે.

ELSS શું છે?
આ ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ કેટેગરી છે જેમાં આવકવેરા કાયદાની કલમ 80 C હેઠળ રોકાણ પર કર મુક્તિ ઉપલબ્ધ છે. તેનો શ્રેષ્ઠ ભાગ એ છે કે તેમાં ફક્ત 3 વર્ષનો લોક-ઇન પિરિયડ છે. માસ્ટર કેપિટલ સર્વિસીસના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ પલકા ચોપડાએ જણાવ્યું હતું કે જો આપણે પાછલા વર્ષમાં ELSS યોજનાઓનાં રિટર્ન પર નજર કરીએ તો આપણને 35 ટકાથી વધુનો લાભ મળ્યો છે.

સરેરાશ રિટર્ન લગભગ 25%
ગયા વર્ષે ELSS મ્યુચ્યુઅલ ફંડએ સરેરાશ 25 ટકા જેટલું વળતર આપ્યું છે. શ્રેષ્ઠ પ્રદર્શન યોજનાએ 60 ટકા વળતર આપ્યું છે અને કેટેગરીમાં સૌથી ખરાબ પ્રદર્શન કરનાર એ જ સમયગાળામાં 11.5 ટકા વળતર આપ્યું છે. હવે સવાલ ઉભો થાય છે કે શું આ વળતર ટકાઉ છે? મ્યુચ્યુઅલ ફંડ મેનેજરો માને છે કે જ્યાં સુધી શેર બજારમાં તેજી આવે ત્યાં સુધી ELSS યોજનાઓ આવા વળતર આપવાનું ચાલુ રાખશે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

ELSS, ICICI પ્રુડેન્શિયલ મ્યુચ્યુઅલ ફંડ મેનેજર હરીશ બિહાની કહે છે, ગ્લોબલ સેન્ટ્રલ બેંક દ્વારા સંચાલિત લીકવીડિટીને કારણે હાલમાં ઇક્વિટી બજારોમાં તેજી જોવા મળી રહી છે. આ સ્થિતિ યથાવત્ રહેશે ત્યાં સુધી બજારો ઉચ્ચ સ્તરે પહોંચશે અને સારા વળતર મળશે. જો કે, વૈશ્વિક સેન્ટ્રલ બેંકો ક્યારે વ્યાજના દરમાં વધારો કરે છે તે કોઈને ખબર નથી. પરંતુ નજીકના ભવિષ્યમાં કોઈ સંભાવના નથી.

Next Article