TATA STEEL Merger : આ સરકારી કંપની ટાટા સ્ટીલનો હિસ્સો નહિ બને!!! આ 7 કંપનીઓનું થશે વિલીનીકરણ
ટીવી નરેન્દ્રનને જ્યારે પૂછવામાં આવ્યું કે શું તાજેતરમાં હસ્તગત કરાયેલી સરકારી કંપની નીલાંચલ ઈસ્પાત નિગમ લિમિટેડ (NINL)ને પણ ટાટા સ્ટીલ સાથે મર્જ(Tata Steel Merger) કરવામાં આવશે. આ અંગે નરેન્દ્રને કહ્યું કે સરકાર સાથેના ખરીદ કરાર મુજબ ટાટા સ્ટીલે આ કંપનીને આગામી ત્રણ વર્ષ માટે અલગ એન્ટિટી તરીકે ચલાવવાની રહેશે.
દેશની સૌથી મોટી અને જૂની સ્ટીલ કંપનીઓ પૈકીની એક ટાટા સ્ટીલ ટૂંક સમયમાં જ એક વિશાળ કંપની બનવા જઈ રહી છે. તેનું કારણ ટાટા સ્ટીલમાં 7 પેટાકંપનીઓનું મર્જર છે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે ટાટા સ્ટીલનું આ મર્જર આગામી નાણાકીય વર્ષમાં પૂર્ણ થઈ જશે. પીટીઆઈએ કંપનીના સીઈઓ અને મેનેજિંગ ડિરેક્ટર ટી.વી. નરેન્દ્રને ટાંકીને જણાવ્યું છે કે ટાટા સ્ટીલના મર્જરની પ્રક્રિયા નાણાકીય વર્ષ 2023-24માં પૂર્ણ થશે. આનાથી કંપનીની અંદર સંકલન સુધરશે તેમજ ખર્ચ ઘટાડવામાં મદદ મળશે.ઉલ્લેખનીય છે કે ટાટા સ્ટીલે ગયા વર્ષે જ સરકારી સ્ટીલ કંપની નીલાંચલ ઈસ્પાત નિગમ લિમિટેડનું પણ અધિગ્રહણ પૂર્ણ કર્યું હતું.
7 સબસિડિયરી કંપનીઓ સમાપ્ત થશે
ટાટા સ્ટીલના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે સપ્ટેમ્બર 2022માં જ 6 સબસિડિયરી કંપનીઓને એકબીજા સાથે મર્જ કરવાની દરખાસ્ત સ્વીકારી હતી. આ પછી તેમાં અંગુલ એનર્જીનું નામ પણ જોડાયું હતું. જોકે, મર્જરની આ પ્રક્રિયા રેગ્યુલેટર્સની મંજૂરી મળ્યા બાદ જ પૂર્ણ થશે. આ માટે NCLTની મંજૂરી પણ લેવી પડશે.
અંગુલ એનર્જી ઉપરાંત ટાટા સ્ટીલ લોંગ પ્રોડક્ટ્સ, ધ ટીનપ્લેટ કંપની ઓફ ઈન્ડિયા, ટાટા મેટલિક્સ, ટીઆરએફ, ઈન્ડિયન સ્ટીલ એન્ડ વાયર પ્રોડક્ટ્સ, ટાટા સ્ટીલ માઈનિંગ અને એસએન્ડટી માઈનિંગ કંપનીને ટાટા સ્ટીલ સાથે મર્જ કરવામાં આવશે.
નિલાંચલ સ્ટીલ ટાટા સ્ટીલ તરીકે ઓળખ મેળવશે ?
ટીવી નરેન્દ્રનને જ્યારે પૂછવામાં આવ્યું કે શું તાજેતરમાં હસ્તગત કરાયેલી સરકારી કંપની નીલાંચલ ઈસ્પાત નિગમ લિમિટેડ (NINL)ને પણ ટાટા સ્ટીલ સાથે મર્જ કરવામાં આવશે. આ અંગે નરેન્દ્રને કહ્યું કે સરકાર સાથેના ખરીદ કરાર મુજબ ટાટા સ્ટીલે આ કંપનીને આગામી ત્રણ વર્ષ માટે અલગ એન્ટિટી તરીકે ચલાવવાની રહેશે. ત્યાર બાદ જ ટાટા સ્ટીલ આ કંપનીને પોતાની સાથે મર્જ કરવાના પ્રસ્તાવ પર વિચાર કરશે. તેમણે કહ્યું કે ટાટા સ્ટીલ પહેલા માત્ર આ 7 કંપનીઓના મર્જર પર ધ્યાન કેન્દ્રિત કરશે.
ટાટા સ્ટીલે ગયા વર્ષે જ સરકારી સ્ટીલ કંપની નીલાંચલ ઈસ્પાત નિગમ લિમિટેડનું અધિગ્રહણ પૂર્ણ કર્યું હતું. કંપનીએ તેમાં 93.71 ટકા હિસ્સો ખરીદ્યો છે. આ ડીલ લગભગ 12,100 કરોડ રૂપિયામાં થઈ હતી.
કેમ મર્જરનો નિર્ણય લેવાયો?
આ મર્જર કંપનીમાં ખર્ચ ઘટાડવા માટે કરવામાં આવી રહ્યું છે. ટાટા સ્ટીલના બોર્ડે સપ્ટેમ્બર 2022માં 6 સબસિડિયરી કંપનીઓના મર્જરના પ્રસ્તાવને મંજૂરી આપી હતી. બાદમાં આ પ્રક્રિયામાં અંગુલ એનર્જી નામની બીજી કંપની ઉમેરવામાં આવી છે. નરેન્દ્રને જો કે જણાવ્યું હતું કે મર્જરની પ્રક્રિયાની પૂર્ણતા પણ નિયમનકારી મંજૂરીઓ પર નિર્ભર રહેશે. આ માટે NCLTની મંજૂરી પણ લેવી પડશે. તેમણે આશા વ્યક્ત કરી હતી કે આ પ્રક્રિયા નાણાકીય વર્ષ 2023-24માં પૂર્ણ થઈ જશે.