Aadhaar Card સંબંધિત આ બે સેવાઓ UIDAI એ બંધ કરી , જાણો કઈ છે આ સેવા અને કોને પડશે અસર

|

Jul 08, 2021 | 9:00 AM

Unique Identification Authority of India (UIDAI) સમયાંતરે આધારને લગતા તમામ પ્રકારના અપડેટ્સ આપતું રહે છે. UIDAIએ તાજેતરમાં આધાર સાથે સંબંધિત બે સેવાઓ અનિશ્ચિત સમય માટે બંધ કરી છે જેની અસર તમામ આધારકાર્ડ ધારકો ઉપર પડશે.

Aadhaar Card સંબંધિત આ બે સેવાઓ UIDAI એ બંધ કરી , જાણો કઈ છે આ સેવા અને કોને પડશે અસર
Aadhar Card

Follow us on

આધાર કાર્ડ(Aadhaar Card) એ આજના સમયમાં એક ખૂબ જ મહત્વપૂર્ણ દસ્તાવેજ ગણાય છે. સરકારી કામથી લઈ બેંકિંગ કે અન્ય મહત્વના કામો સુધી આધાર ફરજિયાત છે. આધાર કાર્ડમાં દર્જ માહિતી અપડેટ હોવી આપણા માટે ખૂબ જરૂરી છે. Unique Identification Authority of India (UIDAI) સમયાંતરે આધારને લગતા તમામ પ્રકારના અપડેટ્સ આપતું રહે છે. UIDAIએ તાજેતરમાં આધાર સાથે સંબંધિત બે સેવાઓ અનિશ્ચિત સમય માટે બંધ કરી છે જેની અસર તમામ આધારકાર્ડ ધારકો ઉપર પડશે.

Address Validation Letter
UIDAIએ આગળના આદેશો સુધીAddress Validation Letter દ્વારા આધાર કાર્ડમાં સરનામાં અપડેટ કરવાની સુવિધા બંધ કરી દીધી છે. ભાડૂઆત અથવા અન્ય આધારકાર્ડ ધારકો આના દ્વારા સરળતાથી તેમના સરનામાંને અપડેટ કરી શકતા હતા. UIDAIએ તેની વેબસાઇટ પરથી Address Validation Letterસંબંધિત વિકલ્પને પણ દૂર કરી દીધો છે. UIDAIના જણાવ્યા અનુસાર ‘આગળના આદેશો સુધી Address Validation Letterની સુવિધા બંધ કરી દેવામાં આવી છે.
અન્ય માન્ય સરનામાંના પુરાવાઓની આ લિસ્ટમાંથી તમે સરનામાને અપડેટ કરી શકો છો (https://uidai.gov.in/images/commdoc/ valid_documents_list.pdf)

શું પડશે અસર ?
આ નિર્ણયથી લોકોને આધારકાર્ડમાં સરનામું અપડેટ કરવામાં મુશ્કેલી થશે. ખાસ કરીને તે લોકો કે જે ભાડા પર રહે છે અથવા લાંબા સમયથી નોકરી બદલતા હોય છે તેઓને હવે આધાર પર સરનામું અપડેટ કરવામાં મુશ્કેલી પડી શકે છે. જેની પાસે સરનામાંમાં ફેરફાર કરવા માટે અન્ય કોઈ પુરાવા નથી તેમના માટે પણ મોટી સમસ્યા ઉભી થઇ શકે છે.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

જૂની પદ્ધતિનું Aadhaar Card Reprint બંધ કરાયું
UIDAIએ જૂની શૈલીમાં આધારકાર્ડ રિપ્રિન્ટની સેવા બંધ કરી દીધી છે. હવે જૂના કાર્ડને બદલે UIDAI પ્લાસ્ટિક PVC કાર્ડ જારી કરે છે. આ કાર્ડ સાથે રાખવું સરળ છે. આ કાર્ડ ડેબિટ કાર્ડ જેવું છે. દરેક જગ્યાએ આધારકાર્ડ જરૂરી છે. આવી સ્થિતિમાં હવે તમે સરળતાથી આ નવા કાર્ડને ખિસ્સા અને વોલેટમાં રાખી શકો છો.

Published On - 8:59 am, Thu, 8 July 21

Next Article