STEEL SECTOR ના આ શેર 1 વર્ષમાં Multibagger સાબિત થયા, શું છે આ સ્ટોક્સ તમારા પોર્ટફોલીયોમાં ?

|

Jul 16, 2021 | 8:50 AM

BSE METAL INDEX માં 10 માંથી 8 શેરો એવા છે જેમણે રોકાણકારોની વેલ્થ બમણા કરતા વધુ કરી છે. આ પૈકીના ઘણા શેર મલ્ટિબેગર સાબિત થયા છે

STEEL SECTOR ના આ શેર  1 વર્ષમાં Multibagger સાબિત થયા, શું છે આ સ્ટોક્સ તમારા પોર્ટફોલીયોમાં ?
પ્રતીકાત્મક તસ્વીર

Follow us on

કોરોનાકાળમાં BSE METAL INDEXએ અગાઉની સરખામણીએ સારુ પ્રદર્શન કર્યું છે.નિશાંનતઓ અનુસાર છેલ્લા 1 વર્ષમાં પિયર્સની તુલનામાં સેન્સેક્સને રેકોર્ડ ઉચ્ચ સ્તર સુધી પહોંચાડવામાં મેટલ ઈન્ડેક્સની મહત્વની ભૂમિકા રહી છે. છેલ્લા એક વર્ષમાં બીએસઈના મેટલ ઇન્ડેક્સમાં 150 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે જે આ સમયગાળા દરમ્યાન સેન્સેક્સની 44 ટકાની વૃદ્ધિ કરતાં 3 ગણા વધારે છે. મેટલ ઇન્ડેક્સના 10 માંથી 8 શેરો એવા રહ્યા છે જે આ સમયગાળા દરમિયાન મલ્ટિબેગર સાબિત થયા છે. તેમાં Tata Steel, JSW Steel, અને Steel Authority Of Indiaએ ફક્ત 1 વર્ષમાં રોકાણકારોની વેલ્થમાં 3 ગણો વધારો કર્યો છે.

10 માંથી 8 શેરોએ બમણું વળતર આપ્યું
BSE METAL INDEX માં 10 માંથી 8 શેરો એવા છે જેમણે રોકાણકારોની વેલ્થ બમણા કરતા વધુ કરી છે. આ પૈકીના ઘણા શેર મલ્ટિબેગર સાબિત થયા છે. APL Apollo Tubes પણ એક એવો સ્ટોક છે જેણે આ ક્ષેત્રમાં 317 ટકાના વધારા સાથે શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે.

Spark Capital Researchઆ ક્ષેત્ર વિશે ખૂબ જ સકારાત્મક છે. તેમનું માનવું છે કે સ્ટીલ સેક્ટર હાલના તબક્કે જબરદસ્ત તેજીના મૂડમાં હોય તેવું લાગે છે અને તમામ શેર તેમના દાયકાની સર્વોચ્ચ સપાટી તરફ જોઈ રહ્યા છે. ભવિષ્યમાં પણ આ ક્ષેત્રમાં ઝડપથી વિકાસ થવાની અપેક્ષા છે. આ 4 શેર રોકાણકારોની કિસ્મત બદલવાની શક્તિ ધરાવતા હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

Tata Steel
આ શેરમાં 1 વર્ષમાં 259 ટકાનો વધારો જોવા મળ્યો છે. 15 જુલાઈના રોજ આ શેર 1,257.60 રૂપિયા પર જોવા મળ્યો હતો. આ સ્ટોકને બાય રેટિંગ આપતા 1600 રૂપિયાનું લક્ષ્યાંક આપ્યું છે.

JSW Steel
આ શેરમાં 1 વર્ષમાં 254 ટકાનો વધારો જોવા મળ્યો છે. 13 જુલાઇએ આ શેર 701 રૂપિયામાં જોવા મળ્યો હતો. 15 જુલાઈએ તેનો બંધ ભાવ 698.95 રૂપિયા રહ્યો હતો. આ સ્ટોકને બાય રેટિંગ આપતા રૂ .775 નો લક્ષ્યાંક આપ્યો છે.

Steel Authority Of India
આ શેરમાં 1 વર્ષમાં 251 ટકાનો વધારો જોવા મળ્યો છે. 13 જુલાઇએ આ શેર રૂ 122 જોવા મળ્યો હતો જેનો છેલ્લો બંધ ભાવ 126.20 રૂપિયા છે. આ સ્ટોકને બાય રેટિંગ આપતા 165 રૂપિયાનું લક્ષ્ય આપ્યું છે.

Jindal Steel & Power
આ શેરમાં 1 વર્ષમાં 395 ટકાનો વધારો જોવા મળ્યો છે. શેરનો 15 જુલાઈએ બંધ ભાવ 396.90 રહ્યો હતો . આ શેરને બાય રેટિંગ આપતા સ્પાર્ક કેપિટલે રૂ 545 નું લક્ષ્યાંક આપ્યું છે.

 

નોંધ : શેરબજારમાં રોકાણ જોખમને આધીન છે. રોકાણથી નફા કે નુકશાનથી અહેવાલનો કોઈ સંબંધ રહેશે નહિ. કૃપા કરી રોકાણ પેહલા તમારા આર્થિક સલાહકારની મદદ અવશ્ય લેવી 

Next Article