1 July થી લાગુ પડશે આ 5 ફેરફાર , જાણો બેંકથી લઈ લાઇસન્સ સુધી ક્યા નિયમો પાડશે તમારા ઉપર અસર

|

Jun 26, 2021 | 4:46 PM

1 જુલાઈથી બેન્કિંગ , ટેક્સ અને LPG રેટ સહિતના 5 મોટા ફેરફાર આવી રહ્યા છે. નિયમોમાં થતા બદલાવ આપણા માટે જાણવા જરૂરી છે

1 July થી લાગુ પડશે આ 5 ફેરફાર , જાણો બેંકથી લઈ લાઇસન્સ સુધી ક્યા નિયમો પાડશે તમારા ઉપર અસર
1 જુલાઈથી 5 મોટા ફેરફાર થઇ રહ્યા છે.

Follow us on

1 July 2021 થી ઘણા મોટા ફેરફારો થઈ રહ્યા છે. આમાં દેશની સૌથી મોટી સરકારી બેંક SBI બેઝિક સેવિંગ્સ બેંક ડિપોઝિટ (BSBD) પર સર્વિસ ચાર્જમાં ફેરફાર કરી રહી છે. આ સાથે, ડ્રાઇવિંગ લાઇસન્સનો નિયમ પણ બદલાઇ રહ્યો છે. એલપીજી સિલિન્ડરના ભાવમાં ફેરફાર કરવામાં આવશે. કરવેરામાં પણ બદલાવ આવ્યો છે.

SBIનો નિયમ બદલાશે
સ્ટેટ બેંકે કહ્યું છે કે 1 જુલાઇ, 2021 થી એસબીઆઇ ખાતાધારકો માટે નવા સર્વિસ ચાર્જ લાગુ થશે. ચાર્જમાં ફેરફાર એટીએમ ઉપાડ, ચેક બુક, મની ટ્રાન્સફર અને અન્ય વ્યવહારોમાં કરવામાં આવશે. એસબીઆઇએ આ ખાતાઓને ન્યૂનતમ બેલેન્સની મુશ્કેલીથી મુક્ત રાખ્યા છે. એટલે કે ન્યૂનતમ બેલેન્સ શૂન્ય છે. ખાતા ધારકોને Rupay એટીએમ કમ ડેબિટ કાર્ડ મળે છે.

Canara Bank ના ગ્રાહકો માટે મહત્વપૂર્ણ અપડેટ્સ
Syndicate bank નો Canara Bank માં વિલય થયો છે અને તેની બેંકિંગ ડિટેઇલ બદલાવાની છે. કેનેરા બેંકે કહ્યું છે કે અગાઉના સિન્ડિકેટ બેંક શાખાઓનો IFSC કોડ 1 જુલાઇ 2021 થી બદલાશે. કેનેરા બેંકે કહ્યું કે ગ્રાહકોએ NEFT/ RTGS/IMPS દ્વારા ભંડોળ મેળવવા માટે નવા કેનેરા આઈએફએસસી કોડનો ઉપયોગ કરવો પડશે. નવું આઈએફએસસી યુઆરએલ, Canarabank.com/IFSC.Html અથવા કેનેરા બેંકની વેબસાઇટની મુલાકાત લઈને અથવા કોઈપણ કેનેરા બેંક શાખાની મુલાકાત લઈને એકસેસ કરી શકાય છે. પૂર્વ સિન્ડિકેટ બેંકના ગ્રાહકોને બદલાયેલા આઇએફએસસી અને એમઆઇસીઆર કોડ સાથે નવી ચેક બુક લેવાની રહેશે.

આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024

LPG Rates Revision
એલપીજી ભાવમાં સુધારો દર પખવાડિયામાં કરવામાં આવે છે. ઓઇલ કંપનીઓ એલપીજી દરોની સમીક્ષા કરે છે અને જરૂરિયાત મુજબ તેમાં ફેરફાર કરે છે.

Taxation : વિવાદ સે વિશ્વાસ યોજના
કોવિડ 19 રોગચાળાને કારણે સરકારે તેની સીધી કર વિવાદ નિવારણ યોજના ‘વિવાદ સે વિશ્વાસ’ હેઠળ ચુકવણી કરવાની સમયમર્યાદા સુધી 30 જૂન સુધી કરી છે. સીબીડીટીના જણાવ્યા મુજબ, કોઈ વધારાની રકમ વિના ડાયરેક્ટ ટેક્સ વિવાદ સે વિશ્વાસ અધિનિયમ, 2020 હેઠળ લેણાં ચુકવવાનો સમય 30 જૂન, 2021 સુધી વધારવામાં આવ્યો છે.

ઘરે બેઠા ડ્રાઇવિંગ લાઇસન્સ મળશે
લર્નિંગ લાઇસન્સ મેળવવા માટે આરટીઓ કચેરીએ જવાની જરૂર રહેશે નહીં. કોઈ વ્યક્તિ ઘરે બેઠાં બનાવેલું લર્નિંગ લાઇસન્સ મેળવી શકે છે. નવી સિસ્ટમ 1 જુલાઇથી શરૂ થવાની છે સરકારની યોજના લર્નિંગ લાઇસન્સ બનાવવાની સિસ્ટમ નાબૂદ કરવાની હતી. સંપૂર્ણ તાલીમ લીધા પછી ડ્રાઇવરોને કાયમી ડ્રાઇવિંગ લાઇસન્સ મળશે. આ માટે સેન્ટ્રલ મોટર વ્હિકલ્સ એક્ટમાં ફેરફાર કરવો પડશે. જોકે આ ફેરફાર સરળ નથી. તેથી સરકારે આરટીઓ કચેરીએ જઇને લર્નિંગ લાઇસન્સ મેળવનારાઓને છુટકારો મેળવવા માટે એક યોજના તૈયાર કરી છે.

Published On - 4:44 pm, Sat, 26 June 21

Next Article