1 સપ્ટેમ્બરથી Car Insurance સંબંધિત આ નિયમો બદલાઈ શકે છે , જાણો મદ્રાસ હાઇકોર્ટે વીમાને લઈ શું આપ્યો ચુકાદો

|

Aug 26, 2021 | 4:37 PM

કોર્ટે પોતાના ચુકાદામાં જણાવ્યું હતું કે "બમ્પર-ટુ-બમ્પર" વીમો ઓછામાં ઓછા પાંચ વર્ષ માટે જરૂરી છે. જ્યારે 1 સપ્ટેમ્બર પછી કાર વેચાય છે ત્યારે આ વીમા પોલિસી અલગથી જરૂરી છે. આ અંતર્ગત ડ્રાઈવર, પેસેન્જર અને કાર માલિકનું કવરેજ અલગથી હશે.

સમાચાર સાંભળો
1 સપ્ટેમ્બરથી Car Insurance  સંબંધિત આ નિયમો બદલાઈ શકે છે , જાણો મદ્રાસ હાઇકોર્ટે વીમાને લઈ શું આપ્યો ચુકાદો
Car Insurance

Follow us on

મદ્રાસ હાઈકોર્ટે કાર વીમાને લઈને મોટો ચુકાદોઆપ્યો છે. કોર્ટે પોતાના નિર્ણયમાં કહ્યું છે કે 1 સપ્ટેમ્બરથી નવા વાહનો માટે ‘બમ્પર ટુ બમ્પર’ (bumper-to-bumper)વીમો લેવો ફરજિયાત બનાવવો જોઈએ. આ વીમો હાલના કાર વીમાથી અલગ હશે. હાલમાં ડ્રાઈવર, પેસેન્જર અને કારના માલિકનો કાર ખરીદવા પર પાંચ વર્ષ માટે વીમો લેવામાં આવે છે.

કોર્ટે પોતાના ચુકાદામાં જણાવ્યું હતું કે “બમ્પર-ટુ-બમ્પર” વીમો ઓછામાં ઓછા પાંચ વર્ષ માટે જરૂરી છે. જ્યારે 1 સપ્ટેમ્બર પછી કાર વેચાય છે ત્યારે આ વીમા પોલિસી અલગથી જરૂરી છે. આ અંતર્ગત ડ્રાઈવર, પેસેન્જર અને કાર માલિકનું કવરેજ અલગથી હશે. ‘બમ્પર-ટુ-બમ્પર’ વીમો વાહનના ફાઇબર, મેટલ અને રબરના ભાગો સહિત 100% કવરેજ પૂરું પાડે છે. ન્યાયમૂર્તિ એસ વૈદ્યનાથને તાજેતરના આદેશમાં જણાવ્યું હતું કે આ સમયગાળા પછી વાહન માલિકે ડ્રાઈવર, મુસાફરો, થર્ડ પાર્ટી અને પોતાના હિતોનું રક્ષણ કરવા માટે જાગૃત રહેવું જોઈએ જેથી તેના પર કોઈ બિનજરૂરી જવાબદારી શિરે ન આવે.

ન્યૂ ઇન્ડિયા એશ્યોરન્સની અરજી પર સુનાવણી
મદ્રાસ હાઇકોર્ટ એક કેસમાં ન્યુ ઇન્ડિયા એશ્યોરન્સની એક રિટ અરજીની સુનાવણી કરી રહી હતી. વીમા કંપનીએ 7 ડિસેમ્બર 2019 ના રોજ ઇરોડ સ્પેશિયલ ડિસ્ટ્રિક્ટ કોર્ટ (મોટર એક્સિડન્ટ ક્લેઇમ્સ ટ્રિબ્યુનલ) ના નિર્ણયને પડકાર્યો હતો. તેની અરજીમાં ન્યૂ ઇન્ડિયા એશ્યોરન્સ તરફથી કહેવામાં આવ્યું હતું કે કંપની માત્ર થર્ડ પાર્ટીને થતા નુકસાન માટે જવાબદાર છે. જો કાર ચાલક તરફથી અકસ્માત થાય તો કંપની આ નુકશાન માટે જવાબદાર નથી.

Vastu Tips: સીડી નીચે ટોયલેટ બનાવવાથી શું થાય છે ? જાણો
Immunity Increase : શિયાળામાં ઈમ્યુનિટી વધારવા માટે આ 4 વસ્તુઓ આરોગો
આજનું રાશિફળ તારીખ : 26-11-2024
Jyotish Shastra : કઈ કીડીનું ઘરમાં આવવું શુભ છે, લાલ કે કાળી?
નવસારીમાં ઇજાગ્રસ્ત શિયાળનું કરાયું રેસ્ક્યૂ, હાલત હતી ગંભીર, જુઓ Video
IPL Auction : ઋષભ પંત પર 27 કરોડ રૂપિયા ખર્ચનાર સંજીવ ગોયંકા કેટલા અમીર છે?

કાર ખરીદતી વખતે વીમા વિશે સંપૂર્ણ માહિતી રાખો
પોતાનો ચુકાદો આપતા પહેલા કોર્ટે કહ્યું કે જ્યારે કોઈ વ્યક્તિ કાર ખરીદે છે ત્યારે વીમા વિશે ન તો સંપૂર્ણ માહિતી શેર કરવામાં આવે છે અને ન તો ગ્રાહકોને તેમાં રસ હોય છે. તે દુઃખદ છે કે ખરીદનાર કાર ખરીદવા માટે મોટી રકમ ચૂકવવા તૈયાર છે પરંતુ વીમો ખરીદતી વખતે તે નાની રકમ માટે અચકાતો હોય છે.

વીમા મુખ્યત્વે બે પ્રકારના હોય છે
આપણા દેશમાં મુખ્યત્વે બે પ્રકારના કાર વીમા છે. જ્યારે તમે કાર ખરીદવા જાઓ છો ત્યારે તેના વિશે માહિતી આપવામાં આવે છે. પ્રથમ Third Party Insurance છે અને બીજો Comprehensive Insurance છે. નિયમો અનુસાર થર્ડ પાર્ટી વીમો કોઈ પણ સંજોગોમાં લેવો પડે છે જ્યારે અન્ય વીમો લેવો કે ન લેવો તે ગ્રાહક પર આધાર રાખે છે.

થર્ડ પાર્ટી વીમો જરૂરી છે
થર્ડ પાર્ટી વીમા હેઠળ જો તમારા વાહન દ્વારા કોઈ બીજાના વાહનને નુકસાન થાય છે તો વીમા કંપની અન્ય વાહન અને ડ્રાઈવરને થયેલા નુકસાનની ભરપાઈ કરશે. તેપોતાના વાહનને થયેલા નુકસાનને આવરી લેતું નથી. Comprehensive Insurance તમારા પોતાના વાહન અને અન્ય વાહનના નુકસાનને આવરી લે છે. આ સિવાય ઘણા પ્રકારના વીમા છે જે વિવિધ પ્રકારના કવરેજ પૂરું પાડે છે.

આ પણ વાંચો :   Share Market : પ્રારંભિક ઉતાર – ચઢાવ વચ્ચે ક્યા શેરમાં વધારો અને ક્યા શેરમાં ઘટાડો દર્જ થયો તે ઉપર કરો એક નજર

આ પણ વાંચો :  તો શું હવે વાનગીઓના સ્વાદની મીઠાશ ફિક્કી પડશે? જાણો મોંઘવારીની મારનો વધુ એક મામલો

Next Article