Real Estate ઉપર ઓમિક્રોનની અસર નહિવત, તેજી માટે ઓછા વ્યાજ દરની ભૂમિકા મહત્વની રહેશે

|

Dec 11, 2021 | 8:51 AM

CREDAIએ કહ્યું કે પ્રોજેક્ટ નિર્માણની ગતિ પર કોઈ અસર થવાની કોઈ શક્યતા નથી. આવનારા મહિનાઓમાં જો સંક્રમણના કેસ ઝડપથી નહીં વધે તો પ્રોજેક્ટ્સ પૂર્ણ થઈ જશે, કોઈ માઠી અસર નહીં થાય.

Real Estate ઉપર ઓમિક્રોનની અસર નહિવત, તેજી માટે ઓછા વ્યાજ દરની ભૂમિકા મહત્વની રહેશે
Real Estate

Follow us on

જો તમે કોઈ પ્રોજેક્ટમાં પ્રોપર્ટી બુક કરાવી છે અને કોવિડને કારણે તેનું કામ અટકી ગયું છે તો તમારા માટે રાહતના સમાચાર છે. રિયલ એસ્ટેટ(Real Estate)ના વિકાસ સાથે સંકળાયેલી કંપનીઓની સર્વોચ્ચ સંસ્થા CREDAIએ કહ્યું છે કે કોરોના વાયરસના નવા સ્વરૂપ Omicron ની અત્યાર સુધી પ્રોપર્ટી માર્કેટ પર કોઈ અસર થઈ નથી અને પ્રોજેક્ટ તેમની ગતિએ ચાલુ રહેશે

માંગમાં વૃદ્ધિ રહેવાની અપેક્ષા 
CREDAI (Confederation of Real Estate Developers Associations of India) એ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “કોરોના વાયરસના નવા ઓમિક્રોન સ્વરૂપની ભારતના રિયલ્ટી માર્કેટ પર કોઈ ખાસ અસર નથી અને તહેવારો પછી જે વૃદ્ધિની ગતિ પ્રાપ્ત થઈ છે તે ચાલુ રહેવાની અપેક્ષા છે. ઉલ્લેખનીય છે કે ભારતમાં કોવિડ-19ના ઓમિક્રોન સ્વરૂપના અત્યાર સુધીમાં 25 કેસ નોંધાયા છે.

પ્રોજેક્ટના નિર્માણની ગતિને અસર થશે નહીં
CREDAIએ કહ્યું કે પ્રોજેક્ટ નિર્માણની ગતિ પર કોઈ અસર થવાની કોઈ શક્યતા નથી. આવનારા મહિનાઓમાં જો સંક્રમણના કેસ ઝડપથી નહીં વધે તો પ્રોજેક્ટ્સ પૂર્ણ થઈ જશે, કોઈ માઠી અસર નહીં થાય. CREDAI પ્રમુખ હર્ષવર્ધન પટોડિયાએ જણાવ્યું હતું કે “કંપનીઓએ રોગચાળાના બે લહેરમાંથી શીખ્યા છે અને સપ્લાય ચેઇન અથવા મોટા પાયે કામદારોમાં કોઈપણ વિક્ષેપનો સામનો કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે.” તેમણે ભારત સરકારને વિનંતી કરી કે રિયલ એસ્ટેટ અને બાંધકામ ક્ષેત્રને લોકડાઉન અથવા કર્ફ્યુમાંથી મુક્તિ આપવી જોઈએ. ભવિષ્યમાં કોઈપણ પ્રકારનું ‘લોકડાઉન’ અથવા કર્ફ્યુ લાગુ પડે તો આ પ્રોજેક્ટ પૂર્ણ કરવામાં વધુ વિલંબ ન થાય તે માટે જરૂરી હોવાનું ઉમેર્યું હતું.

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

રિઝર્વ બેંક દ્વારા દર સ્થિર રાખવાથી રાહત
રિયલ એસ્ટેટ કંપનીઓનું માનવું છે કે રિઝર્વ બેન્કના પોલિસી રેટ યથાવત રાખવાના નિર્ણયથી હોમ લોન પરના નીચા વ્યાજદર ચાલુ રહેશે અને ઘરોની માંગમાં સુધારો થશે. નાઈટ ફ્રેન્ક ઈન્ડિયાના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર શિશિર બૈજલે જણાવ્યું હતું કે છેલ્લા છ ત્રિમાસિક ગાળામાં રિયલ એસ્ટેટ સેક્ટરના નિર્માણમાં નીચા વ્યાજ દરે મહત્ત્વની ભૂમિકા ભજવી છે. બીજી તરફ Naredcoના વાઈસ ચેરમેન અને હિરાનંદાની ગ્રુપના મેનેજિંગ ડિરેક્ટર નિરંજન હિરાનંદાનીએ જણાવ્યું હતું કે રિયલ એસ્ટેટ સેક્ટરને ઓછા વ્યાજ દરોથી ફાયદો થશે. તેમણે કહ્યું કે ઘર ખરીદનારાઓ આ ઐતિહાસિક નીચા વ્યાજ દરનો મહત્તમ લાભ લેવા માંગશે.

 

આ પણ વાંચો :  ITR Filing : રિટર્ન ભરવાની છેલ્લી તારીખ નજીક હોવા છતાં ગત વર્ષની સરખામણીએ માત્ર અડધાં રિટર્ન ફાઈલ થયા, જાણો કારણ

આ પણ વાંચો : Semiconductor Chip ની અછતના કારણે પેસેન્જર વાહનોના વેચાણમાં 19 ટકાનો ઘટાડો, જાણો કેમ ચિપ વગર અટક્યું વાહનોનું ઉત્પાદન

Published On - 8:50 am, Sat, 11 December 21

Next Article