AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold ખરીદવાનો આવ્યો ખરો સમય, 6 મહિનામાં 9462 રૂપિયા થયું સસ્તું

ઓગષ્ટ 2020માં સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 56,200 રૂપિયા સુધી પહોંચી ગયો હતો અને હવે તે ઘટીને 46, 738 પ્રતિ 10 ગ્રામે પહોંચી ગયો છે

Gold ખરીદવાનો આવ્યો ખરો સમય, 6 મહિનામાં 9462 રૂપિયા થયું સસ્તું
Bhavyata Gadkari
| Edited By: | Updated on: Feb 07, 2021 | 7:31 PM
Share

Gold: ઓગષ્ટ 2020માં સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 56,200 રૂપિયા સુધી પહોંચી ગયો હતો અને હવે તે ઘટીને 46, 738 પ્રતિ 10 ગ્રામે પહોંચી ગયો છે, ભારતમાં સોનાની ખૂબ માંગ રહે છે અને ભારતમાં સોનાનું ધાર્મિક મહત્વ હોવાથી સોનાની ખરીદીને લઇને ભારત વિશ્વમાં બીજા નંબરે આવે.

ઓગષ્ટ 2020 બાદ સોનાના ભાવમાં સતત ઘટાડો નોંધાયો છે, મળતા અહેવાલ પ્રમાણે લોકોના મનમાંથી હવે કોરોનાને લઇને ડર ઓછો થઇ રહ્યો છે માટે લોકો હવે સુરક્ષિત રોકાણ કરવા માંગે છે માટે સોનામાં રોકાણ નથી કરી રહ્યા, રોકાણકારો હવે શેર બજાર તરફ જવાનું પસંદ કર્યુ છે, આવનાર દિવસોમાં ભાવ હજી ઘટી શકે છે, સોનાના વાયદા બજારમાં ભાવ 42000 પ્રતિ 10 ગ્રામ સુધી પહોંચા ચૂક્યુ છે.સસ્તું થઇ રહ્યુ છે સોનું બજેટમાં ગોલ્ડ પર કસ્ટમ ડ્યુટી ઘટાડવાના કારણે દિલ્હી સોની બજારમાં સોનું 1000 રૂપિયા જેટલું સસ્તુ થઇ ચૂક્યુ છે , 10 ગ્રામ સોનાનો ભાવ 47 હજારની નીચે આવી ગયો છે. એક્સપર્ટનું માનવું છે કે આવતા 15 દિવસોમાં સોનાના ભાવમાં વધુ ઘટાડો થવાની આશા છે અને દિવાળી સુધી ફરીથી ભાવ 50,000 પ્રતિ 10 ગ્રામ પહોંચવાનો અંદાજો છેબજેટમાં કયા બદલાવને કારણે સોનાના ભાવ ઘટવા લાગ્યાં ?– નાણાંકીય વર્ષ 2021-2022નું બજેટ જાહેર કરતી વખતે નિર્મલા સિતારમણે સોના-ચાંદી પર ડ્યુટી ઘટાડીને 7.5 ટકા કરવાનો પ્રસ્તાવ મૂક્યો– હાલના સમયમાં આ ડ્યુટી 12.5 ટકા છે. આના પહેલા જુલાઇ 2019માં ડ્યુટી 10 ટકાથી વધુ કરી દેવામાં આવ્યા હતા અને ત્યારબાદથી જ ભાવમાં વધારો જોવા મળ્યો હતોકેમ સસ્તુ થઇ રહ્યુ છે સોનું ?આંતરરાષ્ટ્રીય સ્તર પર અમેરિકન ડૉલરની કિંમત વધતી જાય છે માટે સોનાના ભાવમાં ઘટાડો થઇ રહ્યો છે. વિદેશી બજારોમાં સોનાનો ભાવ 1800 ડૉલરની નીચે આવી ગયો છે અને આ નવેમ્બર 2020 બાદ થઇ રહ્યુ છે જો કે ચાંદીની કિંમતમાં સતત વધારો થઇ રહ્યો છેઆગળ જતા વધુ સસ્તું થઇ શકે છે સોનું રિઝર્વ બેંકે મોનિટરી પોલિસી સમિતિ સાથે બેઠક કર્યા બાદ એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન સંકેત આપ્યા છે કે બેંકોએ સીઆરઆરનું સ્તર કોરોના વાયરસ પહેલાના સ્તર પર પહોંચાડવાનું છે ત્યાર બાદથી જ વ્યાજ દરોમાં વૃદ્ધિના સંકેત મળી રહ્યા છે આનાથી પણ સોનાની કિંમત પર અસર પડશે, એક્સપર્ટનું માનવુ છે કે સોનાનો ભાવ 4,600 જેટલો ઘટીને 42,000 પ્રતિ 10 ગ્રામના સ્તર પર આવશે.સોનાની ખરીદી કરતા પહેલા આ વાતોનું રાખો ધ્યાન-કેટલીક વાર આપણે નંગ વાળા ઘરેણા ખરીદતાં હોઇએ છે, કેટ્લાક જવેલર્સ આખા નંગનુ વજન કરે છે અને તેને સોનાની કિંમતો સાથે જોડી દે છે, એટલે કે સોનાની કિંમતોના સંમકક્ષ તેની કિંમત લગાવવામાં આવે છે. અને એ જ ઘરેણાને વેચવા જતા નંગનું વજન અને સોનાની અશુદ્ધતાને લઇને કિંમત ધટાડી દેવામાં આવે છે

-સોનાના દાગીના અલગ અલગ કૈરેટમાં આવે છે. કૈરેટ સોનાની શુદ્ધતાનુ પ્રમાણ છે , સૌથી શુદ્ધ સોનું 24 કૈરેટનું હોય છે, દાગીના મોટે ભાગે 22 કૈરેટમાં બનાવવમાં આવે છે અને તેમાં 91.6 ટકા સોનું હોય છે

જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
g clip-path="url(#clip0_868_265)">