FY-22માં પેટન્ટની સંખ્યામાં જબરદસ્ત વધારો, પેટન્ટની સંખ્યા વધીને 66,440 સુધી પહોંચી
દાખલ કરાયેલી કુલ 19,796 પેટન્ટ અરજીઓમાંથી 10,706 ભારતીય અરજદારો દ્વારા અને 9,090 બિન-ભારતીય અરજદારો દ્વારા દાખલ કરવામાં આવી હતી. મંત્રાલયે કહ્યું કે ઇન્ડસ્ટ્રી એન્ડ ઇન્ટરનલ ટ્રેડ (DPIIT) અને IP ઓફિસના પ્રયાસોને કારણે સમાજના તમામ વર્ગોમાં જાગૃતિ વધી છે.
દેશમાં ઇનોવેશન(Inovation)ની ગતિ ઝડપથી વધી રહી છે. દેશમાં પેટન્ટ(PATENT )ની વધતી જતી સંખ્યા પરથી તમે આ ટ્રેન્ડને સમજી શકો છો. નાણાકીય વર્ષ 2021-22માં દેશમાં પેટન્ટની સંખ્યા વધીને 66,440 થઈ ગઈ છે. પેટન્ટનો આ આંકડો વર્ષ 2014-15માં 42,763 હતો. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે મંગળવારે આ માહિતી આપી હતી. મંત્રાલયે કહ્યું કે દેશમાં બૌદ્ધિક સંપદા અધિકાર (intellectual property rights – IPR)ને સરકાર દ્વારા મજબૂત કરવાને કારણે આ આંકડો ઝડપથી વધી રહ્યો છે.પેટન્ટ પરીક્ષાનો સમય વર્ષ 2016ના 72 મહિનાથી ઘટાડીને 5 થી 23 મહિના કરવામાં આવ્યો છે.મંત્રાલયે કહ્યું કે “છેલ્લા 11 વર્ષમાં પ્રથમ વખત, જાન્યુઆરી-માર્ચ 2022 ક્વાર્ટરમાં સ્થાનિક પેટન્ટ ફાઇલિંગની સંખ્યા આંતરરાષ્ટ્રીય પેટન્ટ ફાઇલિંગની સંખ્યાને વટાવી ગઈ છે.
જાગૃતિમાં વધારો થયો
દાખલ કરાયેલી કુલ 19,796 પેટન્ટ અરજીઓમાંથી 10,706 ભારતીય અરજદારો દ્વારા અને 9,090 બિન-ભારતીય અરજદારો દ્વારા દાખલ કરવામાં આવી હતી. મંત્રાલયે કહ્યું કે ઇન્ડસ્ટ્રી એન્ડ ઇન્ટરનલ ટ્રેડ (DPIIT) અને IP ઓફિસના પ્રયાસોને કારણે સમાજના તમામ વર્ગોમાં જાગૃતિ વધી છે.આ પ્રયાસોને કારણે એક તરફ IPR ફાઇલિંગની સંખ્યામાં વધારો થયો છે અને બીજી તરફ પેટન્ટ અરજીઓની પેન્ડન્સીમાં ઘટાડો થયો છે.
પિયુષ ગોયલે વખાણ કર્યા
વાણિજ્ય અને ઉદ્યોગ- ગ્રાહક બાબતો, જાહેર વિતરણ અને કાપડ પ્રધાન પીયૂષ ગોયલે દેશમાં પેટન્ટની વધતી સંખ્યાની પ્રશંસા કરી હતી. ભારતમાં IPR શાસનને મજબૂત કરવા ઇનોવેશનને પ્રોત્સાહન આપવા અને પાલન બોજ ઘટાડવા માટે DPIIT દ્વારા સતત પ્રયાસોની પ્રશંસા કરી હતી.
પેટન્ટ શું છે?
પેટન્ટ એ સંપૂર્ણપણે નવી સેવા, તકનીક, પ્રક્રિયા, ઉત્પાદન અથવા ડિઝાઇન માટે વ્યક્તિ અથવા એન્ટિટીને આપવામાં આવેલ અધિકાર છે. જેથી કરીને કોઈ તેમની નકલ ન બનાવી શકે. બીજા શબ્દોમાં કહીએ તો પેટન્ટ એ એવો કાનૂની અધિકાર છે જેના પછી જો કોઈ વ્યક્તિ અથવા સંસ્થા કોઈ ઉત્પાદન શોધે છે અથવા તેનું ઉત્પાદન કરે છે તો તે ઉત્પાદન બનાવવા માટે એકાધિકાર પ્રાપ્ત કરે છે. તેથી જ લોકો કોઈપણ નવી શોધને પેટન્ટ કરાવે છે.