દેશમાં હવાઈ મુસાફરોની સંખ્યામાં 5 ગણો વધારો થયો, મે મહિનામાં 1.20 કરોડ લોકોએ મુસાફરી કરી

|

Jun 23, 2022 | 7:42 AM

દેશની બે ફૂલ સર્વિસ કેરિયર એર ઈન્ડિયા અને વિસ્તારાના હવાઈ મુસાફરોમાં પણ મોટો વધારો જોવા મળ્યો છે. બંને કંપનીઓ ટાટા ગ્રુપનો હિસ્સો છે. એર ઈન્ડિયાએ 8.23 ​​લાખ જ્યારે વિસ્તારાએ 9.83 લાખ હવાઈ મુસાફરોને સેવા આપી હતી.

દેશમાં હવાઈ મુસાફરોની સંખ્યામાં 5 ગણો વધારો થયો, મે મહિનામાં 1.20 કરોડ લોકોએ મુસાફરી કરી
Airport (File Image)

Follow us on

ડોમેસ્ટિક એર સર્વિસમાં જોરદાર તેજી આવી છે. કોવિડ પછી દેશમાં હવાઈ મુસાફરોના ટ્રાફિકમાં મોટો વધારો થયો છે. માત્ર મે મહિનામાં જ દેશની એરલાઈન્સ કંપનીઓએ 1.20 કરોડ મુસાફરોને ફ્લાઈટ સેવા આપી છે. આ આંકડો દેશના લોકલ રૂટનો છે. જો એક વર્ષનો હિસાબ જોઈએ તો ઘરેલુ હવાઈ મુસાફરોની સંખ્યામાં લગભગ 5 ગણો વધારો થયો છે. આ સંખ્યા મે 2021 થી મે 2022 સુધીની છે. ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA)ના ડેટામાં આ વાત સામે આવી છે. હવાઈ ​​મુસાફરોની સંખ્યાનો આ આંકડો બુધવારે જાહેર કરવામાં આવ્યો હતો.

DGCA ડેટા કહે છે કે મે 2021માં ઘરેલુ હવાઈ મુસાફરોની સંખ્યા માત્ર 21 લાખ હતી. બીજી તરફ મે 2022માં આ સંખ્યા વધીને 1.20 કરોડ થઈ ગઈ. ગયા વર્ષે કોરોના રોગચાળાને કારણે હવાઈ સેવાઓ પર પ્રતિકૂળ અસર થઈ હતી. ગયા વર્ષના અંતથી તેમાં સુધારો જોવા મળી રહ્યો છે. કોરોના સંક્રમણ ઓછું થયા બાદ હવાઈ મુસાફરી વધી છે. ઈન્ડિગો ફ્લાઈટમાં સૌથી વધુ 70 લાખ લોકોએ મુસાફરી કરી છે. કુલ બજાર હિસ્સામાં ઈન્ડિગોનો હિસ્સો 57.9% હતો. આ પછી મુંબઈ સ્થિત એરલાઈન કંપની ગો ફર્સ્ટ આવી  જેમાં 12.76 લાખ લોકોને હવાઈ મુસાફરી કરી છે. એકંદર સ્થાનિક ટ્રાફિકમાં GoFirstનો હિસ્સો 10.8 ટકા હતો.

આ કંપની હવાઈ સેવામાં ટોચ પર છે

દેશની બે ફૂલ સર્વિસ કેરિયર એર ઈન્ડિયા અને વિસ્તારાના હવાઈ મુસાફરોમાં પણ મોટો વધારો જોવા મળ્યો છે. બંને કંપનીઓ ટાટા ગ્રુપનો હિસ્સો છે. એર ઈન્ડિયાએ 8.23 ​​લાખ જ્યારે વિસ્તારાએ 9.83 લાખ હવાઈ મુસાફરોને સેવા આપી હતી. આ આંકડો મે મહિનાનો છે. એર એશિયાએ મે મહિનામાં 6.86 લાખ મુસાફરોને સ્થાનિક રૂટ પર હવાઈ મુસાફરી કરી હતી. સ્પાઇસજેટે લોડ ફેક્ટર અથવા સીટ ફેક્ટર 89.1% સાથે સૌથી વધુ ક્ષમતા સાથે એર સર્વિસ પૂરી પાડી હતી. બીજા સ્થાને ગો ફર્સ્ટનું નામ છે જેનું લોડ ફેક્ટર 86.5% જોવામાં આવ્યું છે. લોડ ફેક્ટર પોતે દર્શાવે છે કે એરલાઇન કંપનીની કેટલી ક્ષમતા વપરાય છે. તે એ પણ દર્શાવે છે કે ફ્લાઈટમાં કેટલી સીટો ભરાઈ છે.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

આ એરલાઇન  સમયસર દોડી

DGCA રિપોર્ટમાં ઓન-ટાઇમ પરફોર્મન્સ (OTP) ડેટા પણ આપવામાં આવ્યો છે. આ દર્શાવે છે કે કઇ એરલાઇન કંપનીઓના પ્લેન સમયસર દોડ્યા હતા અથવા ફ્લાઇટ સર્વિસમાં વિલંબ જોવા મળ્યો હતો. AirAsiaનો OTP સૌથી વધુ 90.8% હતો. એટલે કે એર એશિયાની મહત્તમ ફ્લાઈટ્સ સમયસર ઉડાન ભરી હતી. દેશના મુખ્ય ચાર એરપોર્ટ પર એરએશિયાનો ઓટીપી જોવા મળ્યો છે. OTPમાં બીજું સ્થાન વિસ્તારા હતું જેની 87.5 ફ્લાઈટ્સ સમયસર હતી. DGCA દર મહિને સ્થાનિક એરલાઇન્સ માટે OTP ડેટા જાહેર કરે છે. જેમાં દિલ્હી, મુંબઈ, બેંગ્લોર અને હૈદરાબાદના એરપોર્ટ પર ફ્લાઇટનો સમય જોવામાં આવે છે.

Next Article