1 જાન્યુઆરીથી લાગુ થશે ક્રેડિટ-ડેબિટ કાર્ડના નવા નિયમ, જાણો શું થશે અસર

|

Dec 21, 2021 | 9:01 AM

કાર્ડ દ્વારા પેમેન્ટ (Card Payment) ની પદ્ધતિ 1 જાન્યુઆરી, 2022 થી બદલાશે. આ માટે એક ટોકિનાઇઝેશન સિસ્ટમ કામ કરશે.

1 જાન્યુઆરીથી લાગુ થશે ક્રેડિટ-ડેબિટ કાર્ડના નવા નિયમ, જાણો શું થશે અસર
new credit-debit card rules will take effect from January 1

Follow us on

RBI Rules : કાર્ડ દ્વારા પેમેન્ટ (Card Payment) ની પદ્ધતિ 1 જાન્યુઆરી, 2022 થી બદલાશે. આ માટે એક ટોકિનાઇઝેશન સિસ્ટમ કામ કરશે. ભારતીય રિઝર્વ બેન્કે આ સંદર્ભે (Card payment new rules) નિયમો નક્કી કર્યા છે . આમાં, કાર્ડ ધારકના ડેટાની પ્રાઇવેસી પર વિશેષ જોગવાઈ કરવામાં આવી છે. RBI એ ડેટા સ્ટોરેજને લઈને RBI ટોકનાઈઝેશન નિયમો(RBI tokenization rules) જારી કર્યા છે.

વાસ્તવિક કાર્ડ ડેટા સ્ટોરેજ નહીં હોય

RBI ના નવા નિયમો હેઠળ 1 જાન્યુઆરી, 2022 થી કાર્ડ વ્યવહારો અથવા પેમેન્ટમાં કાર્ડ જારી કરનારી બેંક અથવા કાર્ડ નેટવર્ક સિવાય અન્ય કોઈ વાસ્તવિક કાર્ડ ડેટા સ્ટોરેજ કરશે નહીં. આમાં પહેલેથી જ સ્ટોર આવા કોઈપણ ડેટાને ફિલ્ટર કરવામાં આવશે. જો કે ટ્રાન્ઝેક્શન ટ્રેકિંગ અથવા સમાધાન હેતુઓ માટે સંસ્થાઓ મર્યાદિત ડેટા સ્ટોર કરી શકે છે. કાર્ડ નંબરના છેલ્લા ચાર અંકો સુધી સ્ટોરેજ અને કાર્ડ આપનારનું નામ ઉપયોગ કરવાની છૂટ રહેશે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

નિયમોનું પાલન કરવાની જવાબદારી

નિયમોનું પાલન કરવા માટે કાર્ડ નેટવર્ક જવાબદાર રહેશે. આ નિયમ મોબાઈલ, લેપટોપ, ડેસ્કટોપ સ્માર્ટ વોચ વગેરે દ્વારા કરવામાં આવતી ચુકવણીઓ પર પણ લાગુ પડશે. કાર્ડ ડેટાને ટોકન કરવાની અને ડી-ટોકન કરવાની ક્ષમતા ટોકન સર્વિસ પ્રોવાઇડર પાસે હશે. કાર્ડ ડેટાનું ટોકિનકરણ ગ્રાહકની સંમતિથી કરવામાં આવશે. AFA નો ઉપયોગ ટોકિનકરણ માટે પણ કરવામાં આવશે.

ATM માંથી પૈસા ઉપાડવા માટે નિયમો બદલાશે

1 લી જાન્યુઆરી, 2022 થી બેન્કોના એટીએમમાંથી નિયત ફ્રી લિમિટથી વધુ રકમ ઉપાડવા માટે નવો ચાર્જ ચૂકવવો પડશે. રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા (RBI) એ બેન્કોને આગામી વર્ષથી એટીએમ મારફતે નિયત ફ્રી મંથલી લિમિટ કરતાં વધુ રોકડ ઉપાડવા અથવા અન્ય વ્યવહારો માટે ફી વધારવાની મંજૂરી આપી છે. આ અંતર્ગત, જો બેંક ગ્રાહકો નિ: શુલ્ક ઉપાડ અથવા અન્ય સુવિધાઓની નિયત મર્યાદાથી વધુ વ્યવહાર કરે છે, તો તેમને દરેક વ્યવહાર પર 21 રૂપિયા ચૂકવવા પડશે જે હાલમાં 20 રૂપિયા છે.

ડેટા ચોરી અટકાવવાનો પ્રયાસ

RBI એ ડેટા સ્ટોરેજને લગતા ટોકેનાઈઝેશન માટે નિયમો જારી કર્યા છે. તમને જણાવી દઈએ કે ગ્રાહકે તેના કાર્ડની વિગતો કોઈ પણ થર્ડ પાર્ટી એપ (દઉદાહરણ તરીકે ફૂડ ડિલિવરી એપ, કેબ સર્વિસ કંપનીઓની એપ) સાથે શેર કરવાની રહેશે નહીં. અગાઉ આ કરવાથી, વપરાશકર્તાના કાર્ડનો ડેટા આ વેબસાઇટ્સ અથવા એપ્લિકેશન્સ પર સ્ટોર કરવામાં આવતો હતો જેના કારણે ડેટા ચોરી થવાનો ભય રહે છે. ટોકન સેવા ગ્રાહકોની ઇચ્છાઓ પર નિર્ભર રહેશે. આ માટે કોઈ દબાણ રહેશે નહીં અને બેન્કો અથવા કાર્ડ જારી કરતી કંપનીઓ દ્વારા તેને ફરજિયાત રીતે લાગુ કરવામાં આવશે નહીં.

આ પણ વાંચો : MapmyIndia IPO: આજે MapmyIndiaનો IPO સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટ થશે, જાણો કેટલું છે GMP

Next Article