કઠોળ અને મસાલાની આયાત-નિકાસ કરનાર UMA Exports ના IPOને મળ્યો જબરદસ્ત પ્રતિસાદ, જાણો રોકાણ કરવું જોઈએ કે નહીં ?

કઠોળ અને મસાલાની આયાત-નિકાસ કરનાર  UMA Exports ના IPOને મળ્યો જબરદસ્ત પ્રતિસાદ, જાણો રોકાણ કરવું જોઈએ કે નહીં ?
IPO of UMA Exports (symbolic image )

Uma Exports IPOની પ્રાઇસ બેન્ડ 65-68 રૂપિયા પ્રતિ શેર છે. તેનો એક લોટ 220 શેરનો છે. કંપની IPO દ્વારા 60 કરોડ રૂપિયા એકત્ર કરશે. IPO 30મી માર્ચે બંધ થશે.

TV9 GUJARATI

| Edited By: Dhinal Chavda

Mar 29, 2022 | 1:47 PM

કઠોળ અને મસાલાની નિકાસ-આયાત કરતી કંપની ઉમા એક્સપોર્ટ્સ (Uma Exports)નું પ્રારંભિક જાહેર ભરણું એટલે કે IPO પ્રથમ દિવસે જ સંપૂર્ણ સબસ્ક્રાઇબ થયો હતો. ઉમા એક્સપોર્ટ્સના IPO સબ્સ્ક્રિપ્શન સ્ટેટસ મુજબ, 28 માર્ચ, 2022 ના રોજ બિડિંગના પ્રથમ દિવસે પબ્લિક ઇશ્યૂ 2.14 વખત સબસ્ક્રાઇબ થયો હતો. પબ્લિક ઈશ્યુનો રિટેલ હિસ્સો પ્રથમ દિવસે 2.90 ગણો સબસ્ક્રાઈબ થયો હતો. જો કે, બજાર નિરીક્ષકો કહે છે કે ઉમા એક્સપોર્ટ્સના IPOનું ગ્રે માર્કેટ પ્રીમિયમ (GMP) હજુ પણ ઉપલબ્ધ નથી કારણ કે ઉમા એક્સપોર્ટ્સના શેર્સ હજુ સુધી તેમના ગ્રે માર્કેટમાં એન્ટર થયા નથી. IPO 30 માર્ચે બંધ થશે. IPO એક લોટ 220 શેરનો છે.

Uma Exports IPOની પ્રાઇસ બેન્ડ 65-68 રૂપિયા પ્રતિ શેર છે. તેનો એક લોટ 220 શેરનો છે. કંપની IPO દ્વારા 60 કરોડ રૂપિયા એકત્ર કરશે. IPO 30 માર્ચે બંધ થશે. બિડર ઓછામાં ઓછા એક લોટ અને વધુમાં વધુ 13 લોટ માટે અરજી કરી શકે છે. રોકાણકારને લોટ માટે 14,960 રૂપિયાની જરૂર પડશે જ્યારે બિડર ઉમા એક્સપોર્ટ્સ IPOમાં વધુમાં વધુ 1,94,480 રૂપિયાનું રોકાણ કરી શકે છે.

4 એપ્રિલે શેરની ફાળવણી કરવામાં આવશે

શેરની ફાળવણી માટેની હાલ તારીખ 4 એપ્રિલ 2022 જાહેર કરવામાં આવી છે. બિડર્સ BSE વેબસાઇટ પર અથવા IPO – MAS સર્વિસિસ લિમિટેડના સત્તાવાર રજિસ્ટ્રારની વેબસાઇટ પર શેર ફાળવણીની સ્થિતિ ચકાસી શકે છે. Uma Exports ના શેર NSE અને BSE બંને પર લિસ્ટ થશે અને શેર લિસ્ટિંગની તારીખ હાલ 7મી એપ્રિલ 2022 જાહેર કરવામાં આવી છે.

કંપનીના ઈશ્યુનો 50 ટકા QIB માટે, 35 ટકા રિટેલ રોકાણકારો માટે અને બાકીનો 15 ટકા બિન-સંસ્થાકીય રોકાણકારો માટે આરક્ષિત છે.

કંપની બિઝનેસ

કંપનીની સ્થાપના 1988માં થઈ હતી અને તે 1997થી એક્સપોટનો બિઝનેસ કરી રહી છે. 25 વર્ષ જૂની કંપની હોવા છતાં 6 મહિનાનું ટર્નઓવર રૂ. 1,000 કરોડ છે. ગયા વર્ષે ટર્નઓવર રૂ. 1,328 કરોડ હતું. કંપની લાલ મરચું, હળદર, જીરું અને ધાણા જેવા મસાલા, ચોખા, ઘઉં, મકાઈ, જુવાર અને ચા, કઠોળ, ખાંડ, ચા અને પશુ આહાર જેમ કે ચોખાના બ્રાન ડી-ઓઇલ્ડ કેક જેવા અનાજના વેપાર અને માર્કેટિંગનો વેપાર કરે છે.

નિકાસલક્ષી વ્યવસાયમાં વધુ અનિશ્ચિતતા છે. બાંગ્લાદેશ, શ્રીલંકા અને અફઘાનિસ્તાનમાં તેનો વધુ બિઝનેસ છે.

નાણાકીય વર્ષ 2021માં કંપનીની કુલ આવક 752 કરોડ રૂપિયા હતી. એક વર્ષ પહેલા કંપનીની કમાણી 810.13 કરોડ રૂપિયા હતી. નાણાકીય વર્ષ 2021માં કંપનીનો ચોખ્ખો નફો રૂ. 12.18 કરોડ હતો. ગયા વર્ષે નફો રૂ. 8.33 કરોડ હતો. કંપનીનો ઓપરેટિંગ નફો રૂ. 21.25 કરોડ રહ્યો, જે એક વર્ષ અગાઉ રૂ. 19.75 કરોડ હતો. આ સમયગાળા દરમિયાન કંપનીનું કુલ દેવું 42.14 કરોડ રૂપિયા છે.

આ પણ વાંચો :સુમોના ચક્રવર્તીએ ‘કપિલ શર્મા શો’ છોડી દીધો ? આ નવા શોમાં જોવા મળી એક્ટ્રેસ સુમોના

આ પણ વાંચો :Gujarat Assembly Session Live: વિધાનસભામાં પાર તાપી નર્મદા રિવર લીક યોજના મુદ્દે સત્તા પક્ષ અને વિપક્ષ સામસામે

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati