સુમોના ચક્રવર્તીએ ‘કપિલ શર્મા શો’ છોડી દીધો ? આ નવા શોમાં જોવા મળી એક્ટ્રેસ સુમોના
સુમોના કપિલનો શો છોડીને નવા શોમાં જોડાઈ ગઈ છે, આવી અટકળો વચ્ચે હવે સુમોનાના નવા શો નો પ્રોમો પણ સામે આવ્યો છે.
કપિલ શર્મા શોના (The Kapil Sharma Show) ઘણા કલાકારો આ શોથી અલગ થઈ ગયા છે.ત્યારે હવે તેના વિશે એવા સમાચાર પણ આવી રહ્યા છે કે અભિનેત્રી (Sumona Chakraborty )કપિલના શોથી અલગ થઈ ગઈ છે. અહેવાલોનુ માનીએ તો સુમોના હવે નવા શોમાં આવવાની તૈયારી કરી રહી છે. આવી સ્થિતિમાં એવું માનવામાં આવે છે કે સુમોનાએ કપિલના શો ને અલવિદા કહી દીધુ છે. આ સાથે સુમોનાના નવા શો નો પ્રોમો(Sumona Chakraborty New Show Promo) પણ સામે આવ્યો છે.
આ પ્રોમોમાં સુમોના બંગાળી બોલતી જોવા મળી રહી છે. શોના પ્રોમોને જોઈને અનુમાન લગાવી શકાય છે કે આ એક ટ્રાવેલ બેઝ્ડ શો છે. જેના માટે સુમોનાની પસંદગી કરવામાં આવી છે.
સુમોના ચક્રવર્તીના નવા શોના પ્રોમોમાં શું છે?
પ્રોમોમાં સુમોના બંગાળી બોલતી જોવા મળે છે,સાથે તેની પીઠ પર બેગ લટકતી હોય છે અને તે બંગાળમાં ફરતી જોવા મળે છે. સુમોનાના શોનો આ પ્રોમો, જે બંગાળના દરેક ખૂણાની સુંદરતા બતાવી રહ્યો છે, તેને Zeezestના ઓફિશિયલ ઈન્સ્ટા એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે. Zeezestના આ આગામી શોનું નામ છે ‘શોના બંગાળ’. શોની થીમમાં રેટ્રો અને આધુનિકતાનું મિશ્રણ જોવા મળી રહ્યુ છે. પ્રોમોમાં સુમોના તેના નવા પ્રોજેક્ટને ખૂબ એન્જોય કરતી જોવા મળે છે.
View this post on Instagram
શો ‘શોના બંગાળ’ 30 માર્ચ બુધવારે રાત્રે 8 વાગ્યાથી શરૂ થવા જઈ રહ્યો છે. આ શો Zeezest પર ટેલિકાસ્ટ થશે. આ શોમાં સામેલ થવાને કારણે અભિનેત્રી સુમોનાએ કપિલનો શો છોડી દીધો હોવાનું માનવામાં આવે છે. જો કે આ સમાચાર અંગે હજુ સુધી કોઈ પુષ્ટિ થઈ નથી. એવું માનવામાં આવે છે કે આ એક ટ્રાવેલિંગ શો છે, તેથી સુમોના એક સાથે બે શો સંભાળશે.ત્યારે હવે સુમોના કપિલ શર્મા શો માં જોવા મળશે કે કેમ..! તે જોવુ રહ્યુ.
આ પણ વાંચો : RRR Box Office Collection Day 4: બોક્સ ઓફિસ કલેક્શનમાં RRRએ ‘ધ કાશ્મીર ફાઈલ્સ’ને પાછળ છોડી, આટલા કરોડની કરી કમાણી