Covid Cess ને લઈ નાણાં મંત્રીએ કરી મહત્વની વાત, જાણો કરને લઈ શું હતો સરકારનો વિચાર

|

Feb 08, 2021 | 7:38 AM

કોવિડ સેસ(Covid Cess)ને લઈને બજેટ પહેલા ઘણી વાતો ઉઠી હતી. Budget2021 માં કોરોના રસીકરણ માટે 35000 કરોડની જાહેરાત કરવામાં આવી છે.

Covid Cess ને લઈ નાણાં  મંત્રીએ કરી મહત્વની વાત, જાણો કરને લઈ શું હતો સરકારનો વિચાર
Nirmala Sitaraman

Follow us on

કોવિડ સેસ(Covid Cess)ને લઈને બજેટ પહેલા ઘણી વાતો ઉઠી હતી. Budget2021 માં કોરોના રસીકરણ માટે 35000 કરોડની જાહેરાત કરવામાં આવી છે. આ અટકળો ઉપર પૂર્ણ વિરામ મૂકતાં નાણામંત્રી નિર્મળા સીતારામને કહ્યું કે સરકારે કોવિડ -19 ટેક્સ કે સેસ લાદવાનો ક્યારેય વિચાર કર્યો જ નથી. મુંબઇમાં એક કાર્યક્રમમાં સંબોધન કરતા નાણાં મંત્રીએ આ વાત કહી હતી. સીતારામને કહ્યું, મને ખબર નથી કે કોવિડ -19 ટેક્સ અથવા સેસ લાદવાની ચર્ચા કેવી રીતે શરૂ થઈ? અમે ક્યારેય આવો વિચાર કર્યો જ નથી.

કોવિડ -19 રોગચાળા દરમિયાન સરકારે લીધેલા પગલાઓનો ઉલ્લેખ કરતાં નાણાં પ્રધાને કહ્યું કે જ્યારે વિશ્વના વિકસિત અર્થતંત્રો આ રોગચાળા સાથે સંઘર્ષ કરી રહ્યા હતા ત્યારે અમને તેનો રસ્તો મળી ગયો હતો. સીતારામને તાત્કાલિક ખર્ચ માટે ‘પરિવારના કિંમતી ચીજવસ્તુઓ વેચવાના’ આરોપોને ફગાવી દીધા હતા અને કહ્યું હતું કે સરકારના ડિસઇન્વેસ્ટમેન્ટ અંગે સ્પષ્ટ નીતિ છે. આ પહેલીવાર બન્યું છે જ્યારે સરકાર કરદાતાઓના નાણાં વિચારપૂર્વક ખર્ચ કરી રહી છે.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

તેમણે કહ્યું કે આજે ભારતની આકાંક્ષાઓ અને વિકાસની જરૂરિયાતો માટે ભારતીય સ્ટેટ બેંકના કદની 20 સંસ્થાઓની જરૂર છે. તેમણે કહ્યું કે વિકાસ નાણાકીય સંસ્થા (DFI) નો વિચાર IDBIના અનુભવ પરથી આવ્યો છે. તેમણે સ્પષ્ટતા કરી હતી કે સરકાર દ્વારા સંચાલિત માત્ર એક જ DFI હશે અને તેમાં ખાનગી ક્ષેત્રની ભૂમિકા રહેશે. અર્થતંત્રમાં થયેલા સુધારાનો ઉલ્લેખ કરતાં સીતારમણે કહ્યું કે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) માં છેલ્લા ત્રણ મહિના દરમિયાન સારો વધારો થયો છે.

Next Article