આ IT દિગ્ગ્જ કંપનીના રોકાણકારો માટે આવ્યા સારા સમાચાર, શેર દીઠ 15 રૂપિયા ડિવિડન્ડની કરાઈ જાહેરાત

|

Apr 15, 2021 | 7:59 AM

ઇન્ફોસીસ(Infosys) બોર્ડ ઓફ ડિરેક્ટરએ શેર દીઠ 1750 રૂપિયાના દરે 9200 કરોડના શેર બાયબેક પ્લાનને મંજૂરી આપી દીધી છે.

આ IT દિગ્ગ્જ કંપનીના  રોકાણકારો માટે આવ્યા સારા સમાચાર, શેર દીઠ 15 રૂપિયા ડિવિડન્ડની કરાઈ જાહેરાત
દેશની બીજી સૌથી મોટી આઇટી કંપનીએ માર્ચ ક્વાર્ટરના પરિણામો જાહેર કર્યા છે.

Follow us on

ઇન્ફોસીસ(Infosys) બોર્ડ ઓફ ડિરેક્ટરએ શેર દીઠ 1750 રૂપિયાના દરે 9200 કરોડના શેર બાયબેક પ્લાનને મંજૂરી આપી દીધી છે. આ સાથે દેશની બીજી સૌથી મોટી આઇટી કંપનીએ માર્ચ ક્વાર્ટરના પરિણામો પણ જાહેર કર્યા છે. આ સિવાય કંપનીએ શેર દીઠ 15 રૂપિયા ડિવિડન્ડ આપવાની પણ જાહેરાત કરી છે.

માર્ચ ક્વાર્ટરમાં કંપનીનો ચોખ્ખો નફો 5076 કરોડ થયો હતો. ગયા વર્ષના સમાન ક્વાર્ટરની તુલનામાં તેમાં 17.10 ટકાની વૃદ્ધિ નોંધાઈ છે. ગયા વર્ષે માર્ચ ક્વાર્ટરમાં કંપનીનો ચોખ્ખો નફો 4321 કરોડ રૂપિયા હતો. ઓપરેટિંગ રેવેન્યુ રૂ 26311 કરોડ રહી છે જ્યારે નાણાકીય વર્ષ 2020-21માં કંપનીની કુલ આવક 1 લાખ કરોડથી વધુ છે. કંપનીએ મંગળવારના ભાવો કરતાં 25% પ્રીમિયમ પર શેર દીઠ રૂ 1750 ના દરે 9200 કરોડ શેર ખરીદવાનું પણ નક્કી કર્યું છે. છેલ્લા પાંચ વર્ષમાં કંપની વતી આ ત્રીજી વખત છે જ્યારે શેર બાયબેક થઈ રહ્યું છે.

કંપની ડિવિડન્ડ રૂપે 6400 કરોડનું વિતરણ કરશે
ઇન્ફોસિસના બોર્ડ ઓફ ડિરેક્ટર દ્વારા શેરહોલ્ડરોને રૂ 15,600 કરોડનું મૂડી વળતર આપવાની ભલામણ પણ કરવામાં આવી છે. આમાં અંતિમ ડિવિડન્ડ રૂ 6,400 કરોડ અને શેરની વળતર ખરીદી દ્વારા રૂ 9,200 કરોડ શેરહોલ્ડરોના ખિસ્સા સુધી પહોંચશે. કંપનીના નિયામક મંડળે 31 માર્ચ 2021 ના ​​રોજ પૂરા થયેલા નાણાકીય વર્ષ માટે તેના શેરધારકોને શેર દીઠ 15 રૂપિયાના અંતિમ ડિવિડન્ડની ભલામણ કરી છે.

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

કેટલી વાર બાયબેક કર્યું?
આ અગાઉ ડિસેમ્બર 2017 માં કંપનીના 13000 કરોડ શેરના બાયબેક હતા. આમાં કંપનીએ રૂ 1150 ના દરે 11.30 કરોડ શેર ખરીદ્યા હતા. ઓગસ્ટ 2019 માં, કંપનીએ 747 રૂપિયાના દરે 8260 કરોડ શેર બાયબેક કર્યા હતા. હવે 9200 કરોડનું શેર બાયબેક થઈ રહ્યું છે.

Published On - 7:50 am, Thu, 15 April 21

Next Article