નોકરી દરમિયાન દરેક કર્મચારીના પગારનો એક ભાગ કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) દ્વારા સંચાલિત PF અને પેન્શન યોજના (EPS) માં જમા કરે છે. આ રકમ તમારા અને પરિવારના ભવિષ્યને સુરક્ષિત કરે છે. EPS યોજના હેઠળ કર્મચારીનું મૃત્યુ થાય તો પણ પેન્શન બંધ થતું નથી. આ સ્થિતિમાં પરિવારના સભ્યોને પેન્શનનો લાભ મળે છે. PF ના નાણાં એક તરફ કટોકટીની જરૂરિયાતો પૂરી કરવા માટે વપરાય છે તો બીજી બાજુ EPS દ્વારા પેન્શન મળે છે.EPF સભ્યના મૃત્યુના કિસ્સામાં જીવનસાથી અને બાળકોને પણ પેન્શનનો લાભ મળે છે તેથી તેને Family Pension પણ કહેવામાં આવે છે.
પેન્શન માટે 10 વર્ષની નોકરી જરૂરી પેન્શનનો લાભ મેળવવા માટે કર્મચારીને સતત 10 વર્ષ કામ કરવું ફરજીયાત છે. તે પછી જ કર્મચારી પેન્શન માટે હકદાર છે. આ પેન્શન યોજનામાં કંપનીના 12 ટકા ફાળામાંથી 8.33 ટકા જમા થાય છે. સરકાર પણ આમાં ફાળો આપે છે તે બેઝિક સેલરીના 1.16 ટકાથી સુધી હોય છે. ઇપીએફઓના નિયમો અનુસાર નિવૃત્તિ સિવાય કર્મચારી અકસ્માતમાં સંપૂર્ણ વિકલનગ થઈ જાય તો પણ પેન્શન મેળવી શકે છે.
ફેમિલી પેન્શન માટેના શું છે નિયમો? >> EPS યોજના હેઠળ કર્મચારી જીવિત રહે ત્યાં સુધી દર મહિને નિશ્ચિત પેન્શન મેળવે છે. તેની ગેરહાજરીમાં તેની પત્ની અથવા પતિ પેન્શન માટે હકદાર છે. >> જો કર્મચારીનાં બાળકો હોય તો તેના 2 બાળકો પણ 25 વર્ષની વય સુધી પેન્શન મેળવી શકે છે. >> જો કર્મચારી અપરિણીત રહે છે તો તેના નોમિનીને પેન્શન મળે છે. >> જો નોમિની ન હોય તો કર્મચારીના મૃત્યુ પછી તેના માતાપિતા પેન્શન માટે હકદાર છે.
જાણો કયા સંજોગોમાં માતાપિતાને પેન્શન મળે છે? ઇપીએફઓ અનુસાર, જો કોઈ વ્યક્તિ નોકરી પર હોય ત્યારે મૃત્યુ પામે છે, જે પરિવારમાં એકમાત્ર બ્રેડવિનર છે અને તેના માતાપિતા આશ્રિત છે, તો આવા કિસ્સાઓમાં તેમને ઇપીએસ 95 નિયમ હેઠળ આજીવન પેન્શન મળે છે. જો કે, શરત એ છે કે કર્મચારીએ ઓછામાં ઓછી 10 વર્ષની સેવા પૂર્ણ કરી છે. ઉપરાંત, જો નોકરી પર હોય ત્યારે કર્મચારી કોઈ બીમારીને લીધે શારીરિક રીતે અક્ષમ થઈ જાય, તો કર્મચારીને આજીવન પેન્શન મળવાનું ચાલુ રહેશે. ભલે તેણે શરતો પ્રમાણે સેવાની મુદત (10 વર્ષ) પૂર્ણ કરી ન હોય.
કયા સંજોગોમાં માતાપિતાને પેન્શન મળે છે? EPFO અનુસાર જો કોઈ વ્યક્તિ નોકરી પર હોય ત્યારે મૃત્યુ પામે છે, જે પરિવારમાં એકમાત્ર કમાનાર છે અને તેના માતાપિતા આશ્રિત છે, તો આવા કિસ્સાઓમાં તેમને EPS 95 નિયમ હેઠળ આજીવન પેન્શન મળે છે. જો કે શરત એ છે કે કર્મચારીએ ઓછામાં ઓછી 10 વર્ષની સેવા પૂર્ણ કરી હોવી જોઈએ. ઉપરાંત જો નોકરી પર હોય ત્યારે કર્મચારી કોઈ બીમારીને લીધે શારીરિક રીતે અક્ષમ થઈ જાય તો કર્મચારીને આજીવન પેન્શન મળવાનું ચાલુ રહેશે. ભલે તેણે શરતો પ્રમાણે સેવાની મુદત (10 વર્ષ) પૂર્ણ કરી ન હોય.