GLOBAL MARKET : સારા સંકેત આપતા ડાઓ જોંસએ 114 અંક અને SGX NIFTYએ ૦.૨૯ ટકા વૃદ્ધિ દર્જ કરાવી

|

Dec 24, 2020 | 8:44 AM

વૈશ્વિક બજારના આજે સારા સંકેત દેખાઈ રહ્યા છે. નાસ્ડેકને બાદ કરતા અમેરિકા અને એશિયાના લગભગ તમામ બજારોએ આજે વૃદ્ધિ સાથે કારોબાર કર્યો છે. વેક્સીન અંગેના અહેવાલ અને અમેરિકામાં રાહત પેકેજની અસર પણબજારમાં દેખાઈ રહી છે. ડાઓ જોંસ ૦.૩૮ ટકા અને SGX NIFTY ૦.૨૯ ટકા વૃદ્ધિ દર્જ કરાવી ચુક્યા છે. અમેરિકી બજારોમાં ડાઓ જોંસ 114.32 અંક […]

GLOBAL MARKET : સારા સંકેત આપતા ડાઓ જોંસએ 114 અંક  અને SGX NIFTYએ  ૦.૨૯ ટકા વૃદ્ધિ દર્જ કરાવી
With the exception of the Nasdaq, almost all markets in the US and Asia traded higher today

Follow us on

વૈશ્વિક બજારના આજે સારા સંકેત દેખાઈ રહ્યા છે. નાસ્ડેકને બાદ કરતા અમેરિકા અને એશિયાના લગભગ તમામ બજારોએ આજે વૃદ્ધિ સાથે કારોબાર કર્યો છે. વેક્સીન અંગેના અહેવાલ અને અમેરિકામાં રાહત પેકેજની અસર પણબજારમાં દેખાઈ રહી છે. ડાઓ જોંસ ૦.૩૮ ટકા અને SGX NIFTY ૦.૨૯ ટકા વૃદ્ધિ દર્જ કરાવી ચુક્યા છે.

અમેરિકી બજારોમાં ડાઓ જોંસ 114.32 અંક ઉછળ્યો છે. બજારમાં 0.38 ટકાની મજબૂતીની દર્જ થતા 30,129.83 ના સ્તર પર બંધ થયો છે. નાસ્ડેકમાં આજે ઘટાડો દર્જ થયો છે. ઇન્ડેક્સમાં 36.8 અંક મુજબ 0.29 ટકાનું નુકશાન નોંધાયું છે. સૂચકઆંક 12,771.11 ના સ્તર પર બંધ થયો છે. એસએન્ડપી 500 ઈન્ડેક્સ 0.07 ટકાના મામૂલી ઘટાડા બાદ 3,690.01 ના સ્તર પર બંધ થયો છે.

એશિયાના બજારોમાં જાપાનના બજાર નિક્કેઈ 140.93 અંક સાથે 0.53 ટકાની મજબૂતી બાદ 26,665.72 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. આજે એસજીએક્સ નિફ્ટી 40 અંક એટલે કે 0.29 ટકાના વધારાની સાથે સારી સ્થિતિ ઉપર નજરે પડી રહ્યો છે. ઇન્ડેક્સ 13,658.50 ના સ્તર પર કારોબાર કરી રહ્યો છે. સ્ટ્રેટ્સ ટાઇમ્સમાં 0.36 ટકાનો વધારો દેખાય છે જ્યારે હેંગ સેંગ 0.40 ટકાના ઉછાળાની સાથે 26,448.85 ના સ્તર પર જોવા મળી રહ્યો છે.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

કોરિયાઈ બજાર કોસ્પી 0.91 ટકાના વધારાની સાથે 2,785.05 ના સ્તર પર છે. તાઇવાનના બજાર 66.27 અંકોની મજબૂતીની સાથે 14,289.36 ના સ્તર પર કારોબાર કરી રહ્યો છે. શંઘાઈ કંપોઝિટ નજીવા વધારાની સાથે 3,385.64 ના સ્તર પર છે.

 

 

Next Article