દેશનું સૌથી મોટું કેમિકલ ક્લસ્ટર ઠપ્પ થવાનો ભય, એફ્લુઅન્ટ પાઇપલાઇનમાં ભંગાણ બાદ સમારકામ માટે પ્રોજકેટ બંધ કરવાથી ઉત્પાદન પ્રભાવિત

|

Sep 20, 2020 | 9:50 AM

દેશનું સૌથી મોટું કેમિકલ ક્લસ્ટર ઠપ્પ થવાનો ભય ઉભો થયો છે. અંકલેશ્વર -પાનોલી અને ઝગડિયાના ૧૦૦૦ જેટલા ઉદ્યોગોનો કેમિકલ વેસ્ટ ટ્રીટમેન્ટ કરી સમુદ્રમાં નિકાલ કરતા પ્રોજેક્ટની પાઇપલાઇનમાં ભંગાણ બાદ ડિસ્ચાર્જ આવતીકાલે સાંજ સુધી શરૂ થી શકે તેમ ન હોવાથી ઉદ્યોગો એફ્લુઅન્ટ સ્ટોરેજ કેપેસીટી પુરી થતી જાય તેમતેમ એકપછી એક બંધ થઇ રહ્યા છે. Web Stories […]

દેશનું સૌથી મોટું કેમિકલ ક્લસ્ટર ઠપ્પ થવાનો ભય, એફ્લુઅન્ટ પાઇપલાઇનમાં ભંગાણ બાદ સમારકામ માટે પ્રોજકેટ બંધ કરવાથી ઉત્પાદન પ્રભાવિત

Follow us on

દેશનું સૌથી મોટું કેમિકલ ક્લસ્ટર ઠપ્પ થવાનો ભય ઉભો થયો છે. અંકલેશ્વર -પાનોલી અને ઝગડિયાના ૧૦૦૦ જેટલા ઉદ્યોગોનો કેમિકલ વેસ્ટ ટ્રીટમેન્ટ કરી સમુદ્રમાં નિકાલ કરતા પ્રોજેક્ટની પાઇપલાઇનમાં ભંગાણ બાદ ડિસ્ચાર્જ આવતીકાલે સાંજ સુધી શરૂ થી શકે તેમ ન હોવાથી ઉદ્યોગો એફ્લુઅન્ટ સ્ટોરેજ કેપેસીટી પુરી થતી જાય તેમતેમ એકપછી એક બંધ થઇ રહ્યા છે.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આઇએશિયાની સૌથી મોટી જીઆઇડીસી અંકલેશ્વર, પાનોલી અને ઝગડીયા જીઆઈડીસીના ઉદ્યોગો કોરોના બાદની મંદીમાંથી બહાર આવવા હજુતો પાપા પગલી ભરી રહ્યા છે ત્યાં તકનીકી કારણોસર ફરી ઉદ્યોગો ઠપ્પ થવાનો ભય ઉભો થયો છે. આ ત્રણ જીઆઈડીસીના ઉદ્યોગો એફ્લુઅન્ટ (રાસાયણિક પ્રવાહી કચરો) ફાઇનલ ટ્રીટમેન્ટ બાદ પાઈપલાઈન દ્વારા કંટીયાજાળ પહોંચાડી સમુદ્રમાં ડિસ્ચાર્જ કરાય છે. ગુરુવારે મોઠીયા નજીક પાઇપલાઇનમાં ભંગાણ પડવાથી પ્રોજેક્ટનું સંચાલન કરતી કંપની NCTL એ ત્રણેય જીઆઇડીસીની એફ્લુઅન્ટ ન છોડવા સૂચના આપી હતી.

ઉદ્યોગો પાસે મહત્તમ બે દિવસની ઉત્પાદન પ્રક્રિયા બાદ નીકળતા વેસ્ટ જેટલી સ્ટોરેજ ટેન્ક હોય છે. આજે ભંગાણ પડ્યાના બે દિવસ થયા છે જયારે હજુ પાઈપલાઈન ચાલુ થતા આવતીકાલ સાંજ સુધીનો સમય લાગી શકે છે ત્યારે ઉદ્યોગો એફ્લુઅન્ટ સ્ટોરેજ કેપેસીટી પુરી થતી જાય તેમતેમ એકપછી એક બંધ થઇ રહ્યા છે. એઆઈએ મેનેજીંગ કમિટીના મેમ્બર પ્રવીણ તેરૈયાએ જણાવ્યું હતું કે સમારકામની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. આવતીકાલ સાંજથી પાઈપલાઈન પ્રોજેક્ટ શરૂ થવાની આશા સેવાઈ રહી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article