કેન્દ્ર સરકાર 25 હજાર ટન ડુંગળી, 30 હજાર ટન બટાકાની કરશે આયાત

|

Oct 31, 2020 | 1:03 PM

બટાટાના અને ડુંગળીના ભાવને નિયંત્રિત કરવા માટે કેન્દ્ર સરકાર તેમની મોટી માત્રામાં આયાત કરવા જઈ રહી છે. ગ્રાહક બાબતોના પ્રધાન પિયુષ ગોયલે કહ્યું હતું કે સરકાર ટૂંક સમયમાં 25 હજાર ટન ડુંગળી અને 30 હજાર ટન બટાટાની આયાત કરવા જઈ રહી છે.  ડુંગળી અને બટાટાની સ્થાનિક સપ્લાય વધારવા અને ભાવ ઘટાડવા માટે સરકાર પગલું ભરવા […]

કેન્દ્ર સરકાર 25 હજાર ટન ડુંગળી, 30 હજાર ટન બટાકાની કરશે આયાત

Follow us on

બટાટાના અને ડુંગળીના ભાવને નિયંત્રિત કરવા માટે કેન્દ્ર સરકાર તેમની મોટી માત્રામાં આયાત કરવા જઈ રહી છે. ગ્રાહક બાબતોના પ્રધાન પિયુષ ગોયલે કહ્યું હતું કે સરકાર ટૂંક સમયમાં 25 હજાર ટન ડુંગળી અને 30 હજાર ટન બટાટાની આયાત કરવા જઈ રહી છે.  ડુંગળી અને બટાટાની સ્થાનિક સપ્લાય વધારવા અને ભાવ ઘટાડવા માટે સરકાર પગલું ભરવા જઈ રહી છે .

કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે કેન્દ્ર સરકારે 14 સપ્ટેમ્બરના રોજ જ ડુંગળીના નિકાસ પર પ્રતિબંધ મૂક્યો હતો. ડુંગળીની આયાત ચોક્કસ શરતો હેઠળ કરવામાં આવી રહી છે  અને નિયમો હળવા કરવામાં આવી રહ્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 7,000 ટન ડુંગળી આવી ચુકી છે અને 25,000 ટન ડુંગળી દિવાળી પહેલા આવે તેવી સંભાવના છે, બજારમાં નવા પાક આવવાનો ઇંતેજાર છે.કાળાબજાર અને સંગ્રહખોરી અટકાવવા સરકારે ચાલુ વર્ષે 23 ઓક્ટોબરથી સ્ટોક લિમિટ લગાવી છે જે જથ્થાબંધ વેપારીઓ માટે 25 મેટ્રિક ટન  અને છૂટક વેપારીઓ માટે 2 મેટ્રિક  ટન નક્કી કરવામાં આવી છે.


કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે ડુંગળીના બિયારણની કોઈ અછત ન ઉભી થાય તે માટે તેના નિકાસ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે . બફર સ્ટોક હેઠળ  નાફેડે રાજ્ય સરકાર અને ખુલ્લા બજારને અત્યાર સુધીમાં આશરે 36,000 મેટ્રિક ટન ડુંગળી આપી છે. છેલ્લા કેટલાક સપ્તાહમાં ભારે વરસાદને કારણે ડુંગળીના ભાવ કિલો દીઠ રૂ. 75 થી 80 ની ઉપર પહોંચી ગયા છે.આ સિવાય કેન્દ્ર બટાટાના આસમાન ભાવો ઉતારવા  આયાત કરી રહ્યું છે.  ભારત સરકાર ભૂટાનથી 30 હજાર ટન બટાટાની આયાત કરી રહી છે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article