AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

એમેઝોન-ફ્યુચર વિવાદમાં આવ્યો વળાંક, જાણો આ મામલે શું કહ્યું દિલ્હી હાઈકોર્ટે

દિલ્હી હાઈકોર્ટે(Delhi High Court) ફ્યુચર રિટેલ લિમિટેડ (Future Retail Limited) અને રિલાયન્સ રિટેલ(Reliance રેટાઇલ) વચ્ચેના 24,713 કરોડ રૂપિયાના સોદાના સંબંધમાં સ્થિતિ યથાવત રાખવા મંગળવારે નિર્દેશ આપ્યો છે.

એમેઝોન-ફ્યુચર વિવાદમાં આવ્યો વળાંક, જાણો આ મામલે શું કહ્યું દિલ્હી હાઈકોર્ટે
File Photo
Ankit Modi
| Edited By: | Updated on: Feb 03, 2021 | 8:18 AM
Share

દિલ્હી હાઈકોર્ટે(Delhi High Court) ફ્યુચર રિટેલ લિમિટેડ (Future Retail Limited) અને રિલાયન્સ રિટેલ(Reliance Retail) વચ્ચેના 24,713 કરોડ રૂપિયાના સોદાના સંબંધમાં સ્થિતિ યથાવત રાખવા મંગળવારે નિર્દેશ આપ્યો છે. યુએસની ઈ-કોમર્સ કંપની એમેઝોન (Amazon) એ આ સોદા સામે વાંધો ઉઠાવ્યો છે.

ન્યાયાધીશ જે આર મીધાએ કહ્યું છે કે એમેઝોનના અધિકારોની રક્ષા માટે તાત્કાલિક વચગાળાના ઓર્ડર પસાર કરવાની જરૂર છે. ન્યાયાધીશે કહ્યું , “પ્રતિવાદીઓને (FRL)ને નિર્દેશ આપવામાં આવે છે કે સુરક્ષિત હુકમની ઘોષણા થાય ત્યાં સુધી સાંજ 4:49 વાગ્યા સુધીની સ્થિતિ યથાવત રાખવામાં આવે. અમેઝોન આ સોદા સામે સિંગાપુરના આપાતકાલીન પંચાટ મંચના વચગાળાના આદેશને લાગુ કરાવવા માટે હાઇકોર્ટમાં પહોંચ્યું હતું. પંચાટએ સોદા ઉપર રોક લગાવવા વચગાળાનો આદેશ કર્યો હતો.

રિપોર્ટ ફાઇલ કરવા માટે 10 દિવસનો સમય આ કેસની સતત ચાર દિવસ સુનાવણી કર્યા પછી હાઇકોર્ટે મુખ્ય અરજી પર પોતાનો આદેશ સુરક્ષિત રાખ્યો હતો. કોર્ટે સિંગાપોર આર્બિટ્રેશનના હુકમની વિરુદ્ધ એવા કેસોના સંદર્ભમાં યથાવત્ સ્થિતિ જાળવવા અન્ય તમામ સંબંધિત અધિકારીઓને નિર્દેશ આપ્યો હતો. કોર્ટે આ અધિકારીઓને વર્તમાન સ્થિતિ અહેવાલ ફાઇલ કરવા માટે 10 દિવસનો સમય આપ્યો છે.

હાઈકોર્ટે વચગાળાના આદેશ આપતા કહ્યું કે, પ્રથમ દૃષ્ટિએ એવું જાણવા મળ્યું છે કે ઇમર્જન્સી આર્બિટ્રેશન મનસ્વી નિર્ણય માટેનું મંચ છે અને તેણે FRL સામે યોગ્ય પગલાં લીધાં છે. કોર્ટે કહ્યું, તે સ્પષ્ટ હતું કે આર્બિટ્રેશન અને સમાધાન અધિનિયમની સંબંધિત જોગવાઈઓ હેઠળ આપાતકાલીન મધ્યસ્થીના 25 ઓક્ટોબર 2020 નો આદેશ અમલી છે અને તેમની વિરુદ્ધ અપીલ પણ કરી શકાય છે.

ફ્યુચર રિટેલ લિમિટેડ(FRL)ને એફિડેવિટ ફાઇલ કરવાના આદેશ અપાયો હાઈકોર્ટે FRLને 25 ઓક્ટોબર 2020 થી રિલાયન્સ સાથેના કરારના સંબંધમાં તેના દ્વારા લેવામાં આવેલા પગલા અંગે એફિડેવિટ ફાઇલ કરવા નિર્દેશ આપ્યો હતો. હાઈકોર્ટે અગાઉ એમેઝોનની અરજી પર એફઆરએલ, ફ્યુચર કુપન્સ પ્રાઈવેટ લિમિટેડ (એફસીપીએલ), બિયાનીસ અને અન્ય સંબંધિત પક્ષોને નોટિસ ફટકારી હતી અને જવાબ માંગ્યો હતો.

સાબરમતી સેન્ટ્રલ જેલમાં આતંકવાદી પર અન્ય કેદીઓએ કર્યો હુમલો
સાબરમતી સેન્ટ્રલ જેલમાં આતંકવાદી પર અન્ય કેદીઓએ કર્યો હુમલો
"મોદીનો છે જમાનો": કવિ સંમેલનમાં PM મોદી શ્રોતા તરીકે
બમરોલીમાં આરોગ્ય વિભાગના દરોડા, પ્રતિબંધિત પ્લાસ્ટિકની થેલીઓ પણ જપ્ત
બમરોલીમાં આરોગ્ય વિભાગના દરોડા, પ્રતિબંધિત પ્લાસ્ટિકની થેલીઓ પણ જપ્ત
ખેડાના નડિયાદમાં ચાઈનીઝ દોરીથી કપાયું યુવતીનું ગળુ
ખેડાના નડિયાદમાં ચાઈનીઝ દોરીથી કપાયું યુવતીનું ગળુ
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ !
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ !
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, ઘરમાં સંઘર્ષ થવાની સંભાવના છે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, ઘરમાં સંઘર્ષ થવાની સંભાવના છે
જુનાગઢના ખેડૂતોની વહારે આવ્યા ઉદ્યોગપતિ, ટેકો કરવા 11 હજારની આપી સહાય
જુનાગઢના ખેડૂતોની વહારે આવ્યા ઉદ્યોગપતિ, ટેકો કરવા 11 હજારની આપી સહાય
રાજ્યકક્ષાના મંત્રી પીસી બરંડાએ જાહેર મંચ પરથી બાફ્યુ
રાજ્યકક્ષાના મંત્રી પીસી બરંડાએ જાહેર મંચ પરથી બાફ્યુ
જામનગરના પ્રખ્યાત રેસ્ટોરન્ટમાં જંતુઓ મળી આવતા રેસ્ટોરન્ટ કરાયું સીલ
જામનગરના પ્રખ્યાત રેસ્ટોરન્ટમાં જંતુઓ મળી આવતા રેસ્ટોરન્ટ કરાયું સીલ
કચ્છમાં BLO કામગીરીમાં અપાતા ટાર્ગેટ સામે શિક્ષકોનો વિરોધ- Video
કચ્છમાં BLO કામગીરીમાં અપાતા ટાર્ગેટ સામે શિક્ષકોનો વિરોધ- Video
g clip-path="url(#clip0_868_265)">