GST Councilની 43 મી બેઠક 28 મેના રોજ મળશે, કોરોના સંકટના કારણે Video Conferencing દ્વારા બેઠક યોજાશે

|

May 15, 2021 | 7:33 PM

કોરોના સંકટ વચ્ચે GST ને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જીએસટી કાઉન્સિલ(GST Counsil )ની 43 મી બેઠકનું આયોજન 28 મેના રોજ સવારે 11 વાગ્યે કરવામાં આવ્યું છે. નાણામંત્રી નિર્મલા સીતારામન(FM Nirmala Sitaraman) આ સભાના અધ્યક્ષ સ્થાને રહેશે.

GST Councilની 43 મી બેઠક 28 મેના રોજ મળશે, કોરોના સંકટના કારણે Video Conferencing દ્વારા બેઠક યોજાશે
Nirmala Sitaraman - Finance Minister of India

Follow us on

કોરોના સંકટ વચ્ચે GST ને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જીએસટી કાઉન્સિલ(GST Counsil )ની 43 મી બેઠકનું આયોજન 28 મેના રોજ સવારે 11 વાગ્યે કરવામાં આવ્યું છે. નાણામંત્રી નિર્મલા સીતારામન(FM Nirmala Sitaraman) આ સભાના અધ્યક્ષ સ્થાને રહેશે. આ બેઠકમાં નાણાં રાજ્યમંત્રી અનુરાગ ઠાકુર પણ હાજર રહેશે. જીએસટી કાઉન્સિલની બેઠકમાં તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના નાણામંત્રી અને કેન્દ્ર-રાજ્યના નાણા સાથે સંબંધિત વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહેશે. આ બેઠક વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા યોજાશે.

 

ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે

 

તાજેતરમાં પશ્ચિમ બંગાળના નવનિયુક્ત નાણાં પ્રધાન અમિત મિત્રાએ કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણને પત્ર લખીને જીએસટી કાઉન્સિલની બેઠક યોજવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું કે કાઉન્સિલની બેઠક બોલાવીને વળતરમાં કપાત અને અન્ય મહત્વપૂર્ણ મુદ્દાઓની ચર્ચા કરવાની જરૂર છે. નિયમ મુજબ જીએસટી કાઉન્સિલની બેઠક દર ત્રણ મહિને મળવી જરૂરી છે. છેલ્લા બે ક્વાર્ટરમાં એક પણ વાર કાઉન્સિલની બેઠક મળી નથી.

આ અગાઉ જીએસટી કાઉન્સિલની 42 મી બેઠક 5 5ક્ટોબર 2020 ના રોજ મળી હતી. તે બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે કેન્દ્ર વળતરના નુકસાન માટે ટ્રાન્ઝીશન પિરિયડની મુદત વધારશે. ટ્રાન્ઝીશન પિરિયડ હાલમાં 5 વર્ષ છે જે 2022 માં સમાપ્ત થશે. તે પહેલાં કાઉન્સિલની 41 મી બેઠક 27 ઓગસ્ટ 2020 માં યોજાઇ હતી. તે બેઠકમાં કેન્દ્રે રાજ્યોને આવકની ભરપાઈ કરવા માટે બે વિકલ્પો આપ્યા હતા. ઓક્ટોબરની બેઠકમાં ઉધારની વિકલ્પ મર્યાદા 97 હજાર કરોડથી વધારીને 1.10 લાખ કરોડ રૂપિયા કરવામાં આવી હતી.

Next Article