AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TCS Q1 Results: TCSએ પ્રથમ ત્રિમાસિક પરિણામમાં 28.5 ટકા વૃદ્ધિ સાથે રૂ. 9008 કરોડ નફો નોંધાવ્યો, જાણો કેટલું ડિવિડન્ડ મળશે

TCS નો શેર ગઈકાલે ઘટાડા સાથે બંધ થયો હતો. 3,298 રૂપિયા સાથે કારોબારની શરૂઆત કરનાર શેર દિવસ દરમ્યાન આ સ્તરથી ઉપર વધી શક્યો ન હતો. કારોબારના અંતે રૂપિયા 21.95 મુજબ 0.67% ના ઘટાડા સાથે 3,253 ની સપાટીએ બંધ થયો હતો.

TCS Q1 Results: TCSએ પ્રથમ ત્રિમાસિક પરિણામમાં 28.5 ટકા વૃદ્ધિ સાથે રૂ. 9008 કરોડ નફો નોંધાવ્યો, જાણો કેટલું ડિવિડન્ડ મળશે
Tata Consultancy Service - TCS
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 09, 2021 | 8:15 AM
Share

દેશની સૌથી મોટી IT કંપની ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ((Tata Consultancy Services)) એટલે કે TCS  એ તેના વર્તમાન નાણાકીય વર્ષ (2021-22) ના પહેલા ક્વાર્ટરના નાણાકીય પરિણામો જાહેર કર્યા છે. વાર્ષિક ધોરણે કંપનીના નફામાં 28.5 ટકાની વૃદ્ધિ નોંધાઈ છે. જૂનમાં સમાપ્ત થયેલા ક્વાર્ટરમાં કંપનીનો નફો 9,008 કરોડ રૂપિયા નોંધાયો હતો.

કંપનીની આવક પણ ગયા વર્ષના એપ્રિલ-જૂન ક્વાર્ટરની તુલનામાં આ વર્ષના સમાન ગાળામાં 18.5 ટકા વધીને રૂ 45,411 કરોડ થઈ છે. ગયા વર્ષે સમાન ક્વાર્ટરમાં કંપનીની આવક 38,322 કરોડ રૂપિયા હતી. ઉલ્લેખનીય છે કે માર્ચ 2021 ના ​​ત્રિમાસિક ગાળામાં કંપનીનો ચોખ્ખો નફો 9246 કરોડ રૂપિયા હતો જ્યારે આવક 43,705 કરોડ રૂપિયા હતી.

શેર દીઠ રૂપિયા 7 ના વચગાળાના ડિવિડન્ડની જાહેરાત કંપનીના બોર્ડે શેર દીઠ રૂ 7 વચગાળાનું ડિવિડન્ડ જાહેર કર્યો છે. ગુરુવારે 8 જુલાઇએ પ્રથમ ક્વાર્ટરના પરિણામો જાહેર થતાં પહેલા ટીસીએસના શેર 0.5 ટકાના ઘટાડા સાથે 3257 રૂપિયા પર બંધ થયા છે.

કંપનીએ સારી રોજગારી આપી દેશની સૌથી મોટી IT કંપની ટીસીએસએ માર્ચ ક્વાર્ટરમાં હાયરિંગનો રેકોર્ડ બનાવ્યો છે.નવી હાયરિંગ સાથે જૂન ક્વાર્ટરમાં કંપનીનું કાર્યબળ વધીને 5 લાખથી વધુ થઈ ગયું છે. 30 જૂન, 2021 સુધીમાં ટીસીએસનું કુલ કાર્યબળ 5,09058 પર પહોંચી ગયું છે. ફક્ત જૂન ક્વાર્ટરમાં જ કંપનીએ 20,409 લોકોને નોકરી પર દીધા હતા.

શું છે શેરની સ્થિતિ  TCS નો શેર ગઈકાલે ઘટાડા સાથે બંધ થયો હતો. 3,298 રૂપિયા સાથે કારોબારની શરૂઆત કરનાર શેર દિવસ દરમ્યાન આ સ્તરથી ઉપર વધી શક્યો ન હતો. કારોબારના અંતે રૂપિયા 21.95 મુજબ 0.67% ના ઘટાડા સાથે 3,253 ની સપાટીએ બંધ થયો હતો. શેરની ૫૨ અઠવાડિયાની સર્વોચ્ચ સપાટી 3,399.65 છે.

g clip-path="url(#clip0_868_265)">