TCS એ રચ્યો ઇતિહાસ, Accentureને પાછળ ધકેલી વિશ્વની સૌથી મોટી IT કંપની બની

|

Jan 26, 2021 | 8:21 AM

ટાટા ગ્રુપની ફ્લેગશિપ કંપની ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ (TCS) વિશ્વની સર્વોચ્ચ મૂલ્યવાળી સોફ્ટવેર કંપની બની છે. TCSએ સોમવારે Accentureને પાછળ છોડી શિખરનું મુકામ હાંસલ કર્યું છે.

TCS એ રચ્યો ઇતિહાસ, Accentureને પાછળ ધકેલી વિશ્વની સૌથી મોટી IT કંપની બની
TCS

Follow us on

ટાટા ગ્રુપની ફ્લેગશિપ કંપની ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ (TCS) વિશ્વની સર્વોચ્ચ મૂલ્યવાળી સોફ્ટવેર કંપની બની છે. TCSએ સોમવારે Accentureને પાછળ છોડી શિખરનું મુકામ હાંસલ કર્યું છે. TCSનું માર્કેટ કેપ 169.9 અબજ ડોલર (ANDAJIT 12,43,540.29 કરોડ રૂપિયા) ને વટાવી ગયું છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ (RIL) પછી TCS માત્ર કંપની છે જેની ભારતમાં માર્કેટ કેપ 12 લાખ કરોડથી વધુ છે.

TCS ના ત્રીજા ક્વાર્ટરના પરિણામો ખુબ સારા રહ્યા
08 જાન્યુઆરી 2021 ના ​​રોજ, TCSએ તેના ત્રીજા ક્વાર્ટર પરિણામો જાહેર કર્યા છે. ત્રીજા ક્વાર્ટરમાં કંપનીનું પ્રદર્શન એકદમ પ્રભાવશાળી રહ્યું હતું. આ બાદ શેરમાં સતત વધારો થઈ રહ્યો છે. 31 ડિસેમ્બર 2020 ના રોજ પૂરા થયેલા આ ક્વાર્ટરમાં કંપનીનો એકીકૃત નફો રૂ8,701 કરોડ થયો હતો, જેનો અંદાજ 8515 કરોડ હતો. અગાઉના ક્વાર્ટરમાં કંપનીનો એકીકૃત નફો રૂ 8,433 કરોડ હતો. ત્રીજા ક્વાર્ટરમાં કંપનીનો નફો ત્રિમાસિક ધોરણે 16.4 ટકા અને વાર્ષિક ધોરણે 7.1 ટકા વધ્યો છે.

સપ્ટેમ્બર ક્વાર્ટરમાં પણ કંપનીએ સારું પ્રદર્શન કર્યું હતું
ત્રીજા ક્વાર્ટરમાં કંપનીની આવકમાં ત્રિમાસિક ધોરણે 4.7 ટકાનો વધારો થયો છે, જ્યારે વાર્ષિક ધોરણે કંપનીની આવકમાં 5.5 ટકાનો વધારો થયો છે. ત્રીજી ક્વાર્ટરમાં કંપનીની કન્સોલિડેટેડ આવક રૂ.41,350 કરોડ ના અંદાજની સામે રૂ.42,015 કરોડ હતી. સપ્ટેમ્બર ક્વાર્ટરમાં કંપનીની કન્સોલિડેટેડ આવક રૂ.40,135 કરોડ રહી છે.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

સૌથી મજબૂત સ્થિતિમાં છે TCS ની માર્કેટ પોઝિશન
છેલ્લા 9 વર્ષમાં, નાણાકીય વર્ષ 2021 ના ​​ત્રીજા ક્વાર્ટરમાં કંપનીનો વિકાસ સૌથી મજબૂત હતો. TCSના સીઈઓએ જણાવ્યું હતું કે, કંપનીની બજારની સ્થિતિ અત્યાર સુધીની મજબૂત સ્થિતિમાં છે. ત્રીજા ક્વાર્ટરમાં કંપનીનું રોકડ રૂપાંતર રેકોર્ડમાં સૌથી વધુ રહ્યું છે. આ અદભૂત ત્રિમાસિક કામગીરીની અસર કંપનીના શેર પર જોવા મળી રહી છે.

Published On - 8:20 am, Tue, 26 January 21

Next Article