Tax Planning : 1 એપ્રિલથી તમને આ ટેક્સ છૂટનો લાભ નહીં મળે, તક ચુકી જવાય તે પહેલા તરત નિપટાવો આ કામ

|

Mar 11, 2022 | 9:01 AM

કલમ 24 (B) હેઠળ રૂપિયા 1.5 લાખ ના કપાત માટે કેટલીક શરતો હતી . પ્રથમ હોમ લોન 1 એપ્રિલ 2019 અને 31 માર્ચ 2022 વચ્ચે મંજૂર હોવી જોઈએ. બીજું હોમ સ્ટેમ્પ ડ્યુટીનું મૂલ્ય રૂપિયા 45 લાખ થી વધુ ન હોવું જોઈએ.

Tax Planning : 1 એપ્રિલથી તમને આ ટેક્સ છૂટનો લાભ નહીં મળે, તક ચુકી જવાય તે પહેલા તરત નિપટાવો આ કામ
symbolic image

Follow us on

Tax Planning : જો તમે તમારું ઘર ખરીદવાનું વિચારી રહ્યા છો તો આ માહિતી તમારા માટે ઉપયોગી થઈ શકે છે. હોમ લોન (Home Loan)પર મળતી છૂટ 1 એપ્રિલ 2022 થી ઉપલબ્ધ થશે નહીં. આવકવેરા(Income Tax) અધિનિયમ 1960ની કલમ 80EEA હેઠળ હોમ લોનને રૂપિયા 1.5 લાખ ની વધારાની કર મુક્તિ મળતી હતી. હવે ધ્યાનમાં રાખવું પડશે કે આ છૂટ માત્ર એફોર્ડેબલ હાઉસિંગ યોજના  અંતર્ગત જ મળશે. તમને 1 એપ્રિલથી હોમ લોન પર રૂપિયા 1.5 લાખની વધારાની છૂટ નહીં મળે કારણ કે સરકારે આ કર મુક્તિની અવધિ લંબાવી નથી.

બજેટ 2022 માં સરકારે આ કર મુક્તિના વિસ્તરણની જાહેરાત કરી ન હતી. આના કારણે આગામી નાણાકીય વર્ષ એટલે કે 2022-23માં તમને હોમ લોન પર આ છૂટનો લાભ નહીં મળે. હોમ લોન પર આ કર મુક્તિ નાણાકીય વર્ષ 2019 થી 2022 સુધી જ ઉપલબ્ધ હતી.

શું લાભ મળશે

હોમ લોન પરની બે મોટી કપાત પહેલાની જેમ જ ચાલુ રહેશે. પ્રથમ કલમ 24 (B) હેઠળ મળેલા 2 લાખ રૂપિયા સુધીની કપાત ચાલુ રહેશે. જે હોમ લોનના વ્યાજ પર ઉપલબ્ધ છે. બીજું કલમ 80C હેઠળ મળેલા 1.5 લાખ સુધીની કરમુક્તિ પર કપાત મળવાનું ચાલુ રહેશે. આ કપાત હોમ લોનની મૂળ રકમ પર ઉપલબ્ધ છે.

IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?

કેટલો ફાયદો મળી રહ્યો હતો

અત્યારે હોમ લોનના વ્યાજ પર કુલ રૂપિયા 3.5 લાખ સુધીની કપાત ઉપલબ્ધ હતી. કલમ 24 (B) હેઠળ રૂપિયા 2 લાખ ઉપલબ્ધ હતા . વધુમાં કલમ 80EEA હેઠળ રૂપિયા 1.5 લાખ સુધીની વ્યાજ ની વધારાની કપાત મળતી હતી આ રીતે તમને અફફોર્ડબલે આવાસ યોજના હેઠળ રૂપિયા ૩.૫ લાખ કર કપાત નો લાભ મળતો હતો

કલમ 24 (B) હેઠળ રૂપિયા 1.5 લાખ ના કપાત માટે કેટલીક શરતો હતી . પ્રથમ હોમ લોન 1 એપ્રિલ 2019 અને 31 માર્ચ  2022 વચ્ચે મંજૂર થવી જોઈએ. બીજું હોમ સ્ટેમ્પ ડ્યુટીનું મૂલ્ય રૂપિયા 45 લાખ થી વધુ ન હોવું જોઈએ. ત્રીજું ઘર ખરીદનાર વ્યક્તિ પાસે કોઈના નામે અન્ય કોઈ ઘર કે મિલકત હોવી જોઈએ નહીં.

ITR ફાઇલિંગ વેબસાઇટ tax2win.in ના CEO અભિષેક સોનીએ જણાવ્યું હતું કે, “કોઈપણ વ્યક્તિ 31 માર્ચ, 2022ના રોજ અથવા તે પહેલાં કલમ 80EEA હેઠળ કપાતનો દાવો કરી શકે છે.” તેમણે જણાવ્યું કે, “એકવાર હોમ લોન મંજૂર થઈ જાય અને જ્યાં સુધી સંપૂર્ણ હોમ લોન ચૂકવવામાં ન આવે ત્યાં સુધી વ્યક્તિ આ કપાતનો દાવો કરી શકે છે.”

તેથી જો તમે કલમ 80 EEO હેઠળ રૂપિયા 1.5 લાખની વધારાની કપાત મેળવવા માંગતા હો તો તમારે 31 માર્ચ પહેલા તમારી હોમ લોન બેંક અથવા હોમ ફાઇનાન્સ કંપની પાસેથી મંજૂર કરાવવી પડશે. મુંબઈના રોકાણ અને કર નિષ્ણાત બળવંત જૈને બિઝનેસ સ્ટાન્ડર્ડને જણાવ્યું હતું કે, “જો તમે કલમ 80 EEA હેઠળ આવેલું ઘર ખરીદવા માંગતા હો તો તમારે સમયમર્યાદા પહેલા હોમ લોન મંજૂર કરવી પડશે. તમે પછીથી વિતરણ (disbursement ) કરી શકો છો.”

 

આ પણ વાંચો :  LIC IPO : ઈન્વેસ્ટમેન્ટ બેન્કર્સની સરકારને સલાહ : શેરબજારમાં ઉતાર- ચઢાવને જોતા LIC IPOમાં ઉતાવળ કરો

આ પણ વાંચો :  Gold Price Today : યુક્રેનના નરમ વલણ બાદ સોનાની કિંમતમાં ઘટાડો, જાણો આજનો 10 ગ્રામ સોનાના ભાવ

Next Article