Tauktae: બિલ્ડીંગ કન્સ્ટ્રકશન અને ઘરનું ઘર બનાવવાના સપના આવનારા મહિનાઓ સુધી મોંઘા થઈ શકે, જાણો કેમ

|

May 20, 2021 | 4:03 PM

ભારે વરસાદ વરસવાને લઈને ઈંટ ઉત્પાદનમાં વ્યાપક નુકશાન પહોંચવાને લઈને આવનારા મહિનાઓ સુધી બિલ્ડીંગ કન્સ્ટ્રકશન (Building Construction) ઉદ્યોગથી લઈને ઘરનું ઘર બનાવવુ પણ મોંઘુ થઈ પડશે.

Tauktae: બિલ્ડીંગ કન્સ્ટ્રકશન અને ઘરનું ઘર બનાવવાના સપના આવનારા મહિનાઓ સુધી મોંઘા થઈ શકે, જાણો કેમ

Follow us on

સાબરકાંઠા (Sabarkantha) અને અરવલ્લી ( Aravalli) જીલ્લામાં તાઉ તે વાવાઝોડા (Tauktae Cyclone) સાથે ભારે વરસાદ વરસવાને લઈને ખેતી ઉપરાંત અન્ય ધંધા રોજગારને પણ વ્યાપક નુકશાન પહોંચ્યુ છે. ભારે વરસાદ વરસવાને લઈને ઈંટ ઉત્પાદનમાં વ્યાપક નુકશાન પહોંચવાને લઈને આવનારા મહિનાઓ સુધી બિલ્ડીંગ કન્સ્ટ્રકશન (Building Construction) ઉદ્યોગથી લઈને ઘરનું ઘર બનાવવુ પણ મોંઘુ થઈ પડશે.

 

 

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

તાઉ તેએ ખેડૂતોથી લઈને અનેક લોકોને બેહાલ કરી દીધા છે. અનેક ધંધા રોજગારને વ્યાપક નુકશાન પહોંચાડ્યુ છે. હવે બિલ્ડીંગ કન્સ્ટ્રકશનના ધંધાને પણ સીધી નહીં પણ આડકતરી રીતે મોટી અસર પહોંચાડશે. આવનારા કેટલાક મહિનાઓ સુધી ઈંટોની અછત સર્જાશે. તાઉતેની સાથે ભારે વરસાદ વરસ્યો હતો. સાબરકાંઠા અને અરવલ્લી જીલ્લામાં ચારથી પાંચ ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. જેને લઈને ઇંટોના ઉત્પાદનને નુકશાન પહોંચ્યુ છે.

 

 

મે મહિનો ઈંટોના ઉત્પાદન માટે પીક સમય હોય છે. એટલે કે ઈંટોના ઉત્પાદનીની પ્રક્રિયાનો અંતિમ તબક્કો હોય છે. આ દરમ્યાન મોટા પ્રમાણમાં ઈંટોનુ ઉત્પાદન થતુ હોય છે અને જેને પકવવા માટેની પ્રક્રિયા જોરશોરથી ચાલતી હોય છે. આ દરમ્યાન વરસાદ વરસતા લાખ્ખોની સંખ્યાંમાં ઈંટો ઓગળી જવા પામી છે તો પકવવા માટેના ભઠ્ઠા પણ ઓલવાઈ જતા ઈંટોમાં ભારે નુકશાન જોવા મળી રહ્યુ છે.

 

 

અગ્રણી ઈંટ ઉત્પાદક કતપુરના ફુલચંદ્ર પ્રજાપતિએ કહ્યું હતુ, ઈંટ પકવવા માટેના ભઠ્ઠા પણ ઓલવાઈ જતા ઈંટોમાં ભારે નુકશાન થયુ છે, તેમનો સર્વે કરવામાં આવે અને યોગ્ય મદદ નાના ઈંટવાડાઓને કરવામાં આવે તેવી માંગ છે. આવનારા જાન્યુઆરી માસ સુધી હવે બિલ્ડીંગ કન્સ્ટ્રકશન માટે ઈંટોનો સપ્લાય ખોરવાઈ જશે.

 

Loss of brick industry

 

ઈંટોના ભઠ્ઠાઓમાં અનેક સ્થળે ઈંટો પાણીમાં રીતસરની ઓગળી ચુકી છે તો ઈંટવાડાઓ બેટ જેવી હાલતમાં ફેરવાઈ ગયા છે. ઈંટોને ભઠ્ઠામાં પકવવા દરમ્યાન પણ ઈંટો ભારે વરસાદને લઈને ઓગળી ચુકી છે તો ભઠ્ઠા પણ ઠરી જતા હવે ફરીથી પકવવાની પ્રક્રિયા મુશ્કેલ છે. આવી સ્થિતીમાં આવનારા જાન્યુઆરી માસ સુધી હવે બિલ્ડીંગ કન્સ્ટ્રકશન માટે ઈંટોનો સપ્લાય ખોરવાઈ જશે. એટલે કે ઈંટોની અછત સર્જાશે.

 

 

ત્યારે ઘરનું ઘર બનાવી રહેલા લોકોને પણ ઈંટોની અછતને લઈને મોંઘી કિંમત ચુકવવી પડી શકે છે તો બીજી તરફ ઈંટ ઉત્પાદન માટે હજુ પણ મજૂરી કરી રહેલા ઈંટ ઉત્પાદકો પણ બેહાલ બની ચુક્યા છે. તેઓ પણ હવે સરકાર તરફ મીંટ માંડી ચુક્યા છે કે, તેમનો સર્વે કરવામાં આવે અને યોગ્ય મદદ નાના ઈંટવાડાઓને કરવામાં આવે તેવી માંગ પણ કરી છે.

 

Next Article